IISc Recruitment 2022: IIScમાં 100 જગ્યા માટે ભરતી, 21,700 પગારથી થશે શરૂઆત
IISc Recruitment 2022: IIScમાં 100 જગ્યા માટે ભરતી, 21,700 પગારથી થશે શરૂઆત
IISC Recruitment 2022 : ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી
IISc Recruitment 2022: IISc દ્વારા 100 નવી ટેકનિકલ સહાયક (Technical Assistant)ની ખાલી જગ્યાઓ માટે ભરતીની (Job Notification) જાહેરાત કરવામાં આવી છે. મહત્વની વાત તે છે કે નવા ગ્રેજ્યુએટ (Graduates) પણ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
IISc Recruitment 2022: IISc દ્વારા 100 નવી ટેકનિકલ સહાયક (Technical Assistant)ની ખાલી જગ્યાઓ માટે ભરતીની (Job Notification) જાહેરાત કરવામાં આવી છે. મહત્વની વાત તે છે કે નવા ગ્રેજ્યુએટ (Graduates) પણ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પસંદ કરાયેલા ઉમેદવારોની નિમણૂંક નિયમિત ધોરણે 2 વર્ષના પ્રોબેશન સમયગાળા સાથે મહિનાના છેલ્લા દિવસના અંત સુધી કરવામાં આવશે.
IISc Recruitment 2022: કેટલો મળશે પગાર?
આ પોસ્ટ માટે પસંદગી પામનારા ઉમેદવારોને માસિક વેતન તરીકે રૂ. 21,700 આપવામાં આવશે.
IISc Recruitment 2022: શું છે શૈક્ષણિક લાયકાત?
IISc ભરતી નોટિફીકેશનમાં જણાવ્યા અનુસાર, 100 નવી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. જે ઉમેદવારે BTech, BE, BArch, BSc, BCA અથવા BVScમાં ઓછામાં ઓછા 55% માર્ક્સ મેળવ્યા હોય તેઓ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
આ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 26 વર્ષથી ઓછી હોવી જોઇએ. જોકે નોટિફીકેશન અનુસાર, SC અને ST માટે વયમાં 5 વર્ષ, OBC માટે 3 વર્ષ, વિકલાંગ વ્યક્તિઓ માટે 10 વર્ષ અને ભૂતપૂર્વ સૈનિકો માટે સેવાના વર્ષો + 3 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવશે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
100
શૈક્ષણિક લાયકાત
રે BTech, BE, BArch, BSc, BCA અથવા BVScમાં ઓછામાં ઓછા 55% માર્ક્સ
નોટિફીકેશનમાં વધુમાં જણાવ્યા અનુસાર, બેચલરની ડિગ્રીના સંદર્ભમાં CGPA/GPA સિસ્ટમ હેઠળ ગ્રેડેશન મેળવનાર ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ CGPA/GPA ને યોગ્ય ટકાવારીમાં રૂપાંતરિત કરવા માટે યુનિવર્સિટી/સંસ્થા માર્ગદર્શિકા અનુસાર મેળવેલા ગુણની સાચી ટકાવારી સબમિટ કરે. પ્રમાણપત્રની ચકાસણી સમયે કન્વર્ઝન ફોર્મ્યુલા માટે દસ્તાવેજી પુરાવા પ્રદાન કરવાની જવાબદારી ઉમેદવારની રહેશે.
IISc Recruitment 2022: કઇ રીતે કરશો આ પોસ્ટ માટે અરજી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ 28 ફેબ્રુઆરી 2022 પહેલાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IISc) ની વેબસાઇટ પર ઑનલાઇન અરજીઓ સબમિટ કરવાની રહેશે. સામાન્ય, OBC અને EWS ઉમેદવારોએ 500 રૂપિયાની ઓનલાઈન અરજી ફી ચૂકવવી પડશે, જે નોન-રિફંડેબલ છે. ઉમેદવારોને છેલ્લી તારીખ સુધી રાહ જોયા વગર અગાઉથી અરજીઓ સબમિટ કરવાની સલાહ આપવામાં આવી છે. આ ભરતી સંદર્ભમાં વધુ જાણકારી મેળવવા માટે તમે ઓફિશ્યલ નોટીફીકેશન ચકાસી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર