IIM અમદાવાદમાં PGP પ્રોગ્રામ માટે સમર ઈન્ટર્નશિપ ભરતી શરૂ, અહીં જાણો બધી જ વિગતો

IIM Recruitment 2021: આઈઆઈેએણ અમદાવાદમાં સમર ઈન્ટર્નશપીની ભરતી શરૂ

iim Ahmedabad summer internship : ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદમાં સમર ઇન્ટર્નશિપ ભરતીની પ્રક્રિયા ગત 16 નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે.

  • Share this:
    ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદમાં સમર ઇન્ટર્નશિપ ભરતીની (IIM Summer Internship Recruitment 2021) પ્રક્રિયા ગત 16 નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયા PGP પ્રોગ્રામ હેઠળ 3 રાઉન્ડમાં યોજાઈ રહી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ iima.ac.in પર વધુ વિગતો મેળવી શકે છે.

    ક્યાં ચાલી રહી છે પ્રક્રિયા?  :  IIM અમદાવાદ સમર ઇન્ટર્નશિપ ભરતી 2021ના શેડ્યૂલ અનુસાર, 19 નવેમ્બર, 2021થી ભરતી ડ્રાઇવનું ક્લસ્ટર-2 શરૂ થઈ છે. ઈન્ટર્નશિપ ભરતીના શિડ્યુઅલ મુજબ આજથી ભરતી ઝુંબેશનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચુક્યો છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે સમગ્ર પ્રક્રિયા વર્ચ્યુઅલ રહેશે અને ભાગ લેનારી કંપનીઓમાંથી કોઈ પણ કેમ્પસમાં ફિઝિકલ હાજર રહેશે નહીં.

    સમર ઇન્ટર્નશિપ રિક્રૂટમેન્ટના પ્રથમ રાઉન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ & માર્કેટિંગ, મેનેજમેન્ટ કન્સલ્ટિંગ, નીચ કન્સલ્ટિંગ, કાર્ડસ એન્ડ ફાઇનાન્શિયલ એડવાઈઝરી એન્ડ પ્રાઇવેટ ઇક્વિટી, વેન્ચર કેપિટલ એન્ડ એસેટ મેનેજમેન્ટ સહિતના 5 અલગ અલગ ક્ષેત્રની કંપનીઓએ ભાગ લીધો હતો. આ રાઉન્ડમાં કુલ 50 કંપનીઓ હાજર રહી હતી.

    સમર ઇન્ટર્નશિપમાં આવી આ  કંપનીઓ

    સમર ઈન્ટર્નશિપમાં મોટી કંપનીઓએ વિદ્યાર્થીઓને સારી ઓફર આપી હતી. રાઉન્ડમાં The Boston Consulting Group ટોચનું રિક્રૂટર હતું. આ કંપનીએ વિદ્યાર્થીઓને 26 ઓફર આપી હતી. જ્યારે Kearneyએ 24 ઓફર આપી હતી. અન્ય કંપનીઓમાં Alvarez & Marsal, Arthur D Little, Auctus Advisors, McKinsey & Company વગેરેનો સમાવેશ થતો હતો

    ડિજિટલ પ્રયોગ

    IIM અમદાવાદે વિદ્યાપણ શરૂ કર્યા હતા. જેના કારણે સંસ્થાને પ્લેસમેન્ટ પ્રક્રિયાને અસરકારક રીતે ચલાવવામાં મર્થીઓ માટે કેટલાક ડિજિટલ પ્રયોગ દદ મળી હતી. કોરોના મહામારીના કારણે બદલાતા સમયને અનુરૂપ વિદ્યાર્થીઓને ભરતીની પૂરતી તકો આપવામાં આવી હતી.

    આ પણ વાંચો : Wipro દ્વારા Analystsની પોસ્ટ પર એન્જીનીયરીંગ ગ્રેજ્યુએટ્સની ભરતી, ફ્રેશર્સ પણ કરી શકે છે એપ્લાય

    આગામી રાઉન્ડ 22મી નવેમ્બરના રોજ યોજાશે

    ઉલ્લેખનીય છે કે, ભરતી માટેનો આગામી રાઉન્ડ 22 નવેમ્બરના રોજ યોજાશે. દરેક રાઉન્ડ પૂરો થયા પછી ભરતી અભિયાનના પરિણામો છાત્રો સુધી પહોંચે તે માટે રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવશે.

    આ પણ વાંચો :  CEDMAP Recruitment 2021: સરકારી નોકરીના 1141 પોસ્ટ માટે ભરતી, 38,251 રૂ. સુધી મળશે પગાર

    CAT 2021 યોજાશે

    આઈઆઈએમ અમદાવાદ દ્વારા આગામી 28મી નવેમ્બરના રોજ કેટ 2021નું આયોજન કરવામા આવ્યું છે. આ ટેસ્ટ માટે ફોર્મ ભરેલા ઉમેદવારોએ પોતાના એડમિટ કાર્ડ ઓનલાઇન ભરી શકશે. આઈઆઈએમ અદાવાદ ખાતે આ પરીક્ષાના 30 મીનીટ પહેલાં ગેટ બંધ થઈ જશે
    Published by:Jay Mishra
    First published: