Home /News /career /IGNOU Recruitment 2023: ઈગ્નુમાં નોકરીની સારી તક, 12 પાસ ઉમેદવારો કરી શકે છે અરજી, ₹63,000 પગાર

IGNOU Recruitment 2023: ઈગ્નુમાં નોકરીની સારી તક, 12 પાસ ઉમેદવારો કરી શકે છે અરજી, ₹63,000 પગાર

IGNOUમાં ભરતીની જાહેરાત

Sarkari Naukri 2023, IGNOU Recruitment 2023: ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)માં નોકરી મેળવવાની સુવર્ણ તક મળી રહી છે. જે ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માગે છે તેઓ આ નોટિફિકેશનમાં જણાવેલી વાતોનો ધ્યાનથી અભ્યાસ કરે. 

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
IGNOU Recruitment 2023: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)માં 200 જુનિયર આસિસ્ટન્ટ-કમ-ટાઈપિસ્ટ (JAT) પદો માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેના માટે IGNOUએ ભરતીમાં ભાગ લેવા માગતા ઉમેદવારો પાસે અરજીઓ મગાવી છે. ઈચ્છુક અને યોગ્યતા ધરાવતા ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકે છે. આ નોકરી માટે કઈ રીતે અરજી કરવી અને કેટલો પગાર મળશે તે સહિતની વિગતો અહીં રજૂ કરવામાં આવી છે.

અરજી કરવાની મહત્વની તારીખો


IGNOUની આસિસ્ટન્ટ-કમ-ટાઈપિસ્ટની ભરતી માટે અરજી કરવા માટેની તારીખ 22 માર્ચથી શરુ થઈ છે. જેના માટે ઉમેદવારો 20 એપ્રિલ સુધી પોતાની અરજીઓ કરી શકે છે.

કુલ ભરતી થનારા પદોની સંખ્યા


જુનિયર આસિસ્ટન્ટ-કમ-ટાઈપિસ્ટ માટે કુલ 200 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

અરજદારની લાયકતા શું હોવી જોઈએ?


જે ઉમેદવારો અરજી કરવા માગે છે તેમણે માન્યતા પ્રાપ્ત બોર્ડ કે સંસ્થામાંથી ધોરણ-12 પાસ કરેલું હોય અને સાથે કમ્પ્યુટર પર અંગ્રેજીમાં 40 શબ્દો પ્રતિ મિનિટમાં અને 35 શબ્દો હિન્દીમાં ટાઈપ કરવાની સ્પીડ હોય તેઓ અરજી કરી શકે છે. વધુ વિગતો માટે મુખ્ય જાહેરાતનો અભ્યાસ કરવો.

કઈ રીતે કરશો અરજી?


જુનિયર આસિસ્ટન્ટ-કમ-ટાઈપિસ્ટની ભરતી માટે 20 એપ્રિલ સુધી અરજી કરી શકાશે. જેના માટે recruitment.nta.nic.in પર જઈને અપ્લાય કરી શકાશે.


નોંધઃ આ ભરતી અંગે વધુ વિગતો જાણવા માટે મુખ્ય જાહેરાતનો અભ્યાસ કરવો.
First published:

Tags: Career and Jobs, Goverment job, Gujarati news, IGNOU, Sarkari job