નવી દિલ્હી. ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)એ જ્યોતિષમાં માસ્ટર્સનો કોર્સ (Masters in Jyotish) શરૂ કર્યો છે. ઇગ્નૂ તરફથી આ સંબંધમાં એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ કોર્સની શરૂઆત સ્ટુડન્ટ્સને જ્યોતિષની વિવિધ શાખાઓની જાણકારી આપવા માટે કરવામાં આવી છે. આ કોર્સમાં કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કરનારા સ્ટુડન્ટ અરજી કરી શકે છે. જ્યોતિષમાં માસ્ટર્સનો કોર્સ બે વર્ષનો છે. શિક્ષણનું માધ્યમ હિન્દી છે. આ કોર્સ વિશે વધુ જાણકારી મેળવવા માટે IGNOUની વેબસાઇટ ignouadmission.samarth.edu.in પર વિઝિટ કરી શકાય છે. આ પ્રોગ્રામના કો-ઓર્ડિનેટર માનવિકી વિદ્યાપીઠમાં એસોસિએટ પ્રોફેસર (સંસ્કૃત) ડૉ. દેવેશ કુમાર મિશ્ર છે. પ્રોફેસર દેવેશ સાથે ઇ-મેલ drdkmishr@ignou.ac.in અને ફોન 01129572788 પર સંપર્ક કરી શકાય છે.
IGNOUની વેબસાઇટ પર કોર્સ વિશે કહેવામાં આવ્યું છે કે, માસ્ટર્સ ઇન જ્યોતિષ કોર્સનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ભારતીય પ્રાચીન વિદ્યા અંતર્ગત કાળ જ્ઞાન, ગ્રહ ગતિ, સૂર્ય ગ્રહણ, ચંદ્ર ગ્રહણથી લઈને ભારતીય ઋષિઓના મતોના આધાર પર અંતરિક્ષમાં થનારી ઘટનાઓની સાથે માનવ માત્રના વ્યવહારિક જીવનનું સંચાલન કેવી રીતે થાય છે, તે તથ્યોનું પ્રમાણિક અને વિસ્તૃત જ્ઞાન પ્રદાન કરવાનો છે. આ કાર્યક્રમમાં અધ્યયન કરનારા વિદ્યાર્થીઓને વેદાંગ નામના જ્યોતિષશાસ્ત્રના જ્યોતિર્વિજ્ઞાનના રૂપમાં કેવી રીતે અધ્યયન કરવામાં આવે છે, તેની પણ જ્ઞાન આપવામાં આવશે.
પ્રાચીન ભારતમાં જ્યોતિષીય ગણિત, સિદ્ધાંત અને ફલિતની અવધારણાનું વિશેષ જ્ઞાનની સાથોસાથ સ્ટુડન્ટ્સને આ કાર્યક્રમના અધ્યયનની સામગ્રી દ્વારા જ્યોતિષની સમગ્ર જાણકારી પ્રદાન કરવામાં આવશે. આ પ્રકારના અધ્યયનથી વિદ્યાર્થી સમાજ સાથે સંકલન સાધીને પોતાની વિદ્યાથી સ્વયં લાભાન્વિત રહેતા, તમામ લોકોનું હિત ચિંતન સંલગ્ન રહેશે. વિષય જ્ઞાનની સાથોસાથ રોજગાર પ્રતિ પ્રેરિત કરવા અને તેના માટે યોગ્ય થવાની ક્ષમતા વિકસિત કરવી પણ કાર્યક્રમનો હેતુ છે.
ફી સ્ટ્રક્ચર- - 12600/- સંપૂર્ણ કાર્યક્રમ માટે - પહેલા વર્ષે 6300/- + 200/- રજિસ્ટ્રેશન ફી - બીજું વર્ષ- 6300/-