IFFCO Recruitment : ઈફકોમાં વિવિધ પદો પર ભરતી, 36,000 સ્ટાઈપેન્ડથી શરૂઆત, અહીંથી કરો અરજી
IFFCO Recruitment : ઈફકોમાં વિવિધ પદો પર ભરતી, 36,000 સ્ટાઈપેન્ડથી શરૂઆત, અહીંથી કરો અરજી
IFFCO Recruitment : ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ દ્વારા એગ્રિકલ્ચર, લીગલ અને એકાઉન્ટ્સ ટ્રેઈનીની ભરતીની જાહેરાત
IFFCO Recruitment 2022 : ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO) દ્વારા એગ્રેકિલ્ચર ટ્રેઈની (AGT)ની ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન એપ્લિકેશન કરી શકે છે.
IFFCO AGT Recruitment 2022: ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (Indian Farmers Fertiliser Cooperative Limited, IFFCO) દ્વારા તેના હાલના એસ્ટાબ્લિશમેન્ટ, જોઈન્ટ વેન્ચર અને આવનારા પ્રોજેક્ટ માટે એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ ટ્રેઈની (Agriculture Graduate Trainees)ની ભરતી માટે ટ્રેઈની લીગલ અ ટ્રેઈની અકાઉન્ટ્સના પદો લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગ્રેજ્યુએટ ફ્રેશર્સ અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ IFFCOની વેબસાઇટ agt.iffco.in પર અરજીથી ઓનલાઈન અરજી કરી શકે છે. AGT અને ટ્રેઇની એકાઉન્ટ્સ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો 15 એપ્રિલ, 2022 સુધીમાં ઓનલાઈન અજી કરી શકે છે. જ્યારે ટ્રેઈની લીગલ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો 3 એપ્રિલ, 2022 સુધી ઓનલાઈન અરજી કર શકે છે. આ પદો પર અરજી કરવા માંગતા ઉમેદવારોની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ પદો પર અરજી કરવા માંગતા ઉમેદવારોએ તેમની પ્રાદેશુક ભાષામાં અરજી કરવાની રહેશે. આ સાથે જ ઉમેદવાર પાસે તે ભાષાનું જ્ઞાન પણ હોવુ જોઈએ. જે ઉમેદવારો એકથી વધુ ભાષા જાણે છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે.
અરજી કરનાર ઉમેદવારોએ ઓનલાઈન પ્રિલિમ પરીક્ષા અને ત્યારબાદ એજીટી પોસ્ટ્સ માટેની ફાઈનલ ઓનલાઈન પરીક્ષામાં હાજર થવાનુ રહેશે. આ તમામ પરીક્ષા બાદ પસંદગી પામેલા ઉમેદવારને લાયકાત અને પદ પ્રમાણે રૂ. 37000-70000 સુધીનો પગાર આપવામાં આવશે.
મહત્વની તારીખ
AGT અને અકાઉન્ટ ટ્રેઈની માટે અરજી કરવાની અંતિમ તારીખ - 15 એપ્રિલ 2022
ટ્રેઈની લીગલ માટે અરજી કરવાની અંતિમ તારીખ - 03 એપ્રિલ 2022
લાયકાતના ધારાધોરણો
શૈક્ષણિક લાયકાત:
AGT : ચાર વર્ષ B.Sc. (ઓગ્રીકલ્ચર) કરેલ હોવુ જોઈએ. સામાન્ય/ઓબીસી ઉમેદવારો એ ફુલ ટાઈમ ડિગ્રી સાથે ઓછામાં ઓછા 60% માર્ક્સ મેળવ્યા હોવા જોઈએ. SC/ST ઉમેદવારોએ ફુલ ટાઈમ ડિગ્રી સાથે ઓછામાં ઓછા 55% માર્ક્સ મેળવ્યા હોવા જોઈએ.
જે ઉમેદવારો B.Sc (એગ્રીકલ્ચર) ડિગ્રીમાં CGPA સ્કોર ધરાવે છે તેમણે એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે આ સ્કોરને ટકાવારીમાં પરિવર્તિત કરવું.
જે ઉમેદવારોએ વર્ષ 2019 અને ત્યારબાદના વર્ષોમાં B.Sc ડિગ્રી મેળવી છએ તે ઉમેદવારો અહીં અરજી કરી શકશે.
ટ્રેઈની અકાઉન્ટ્સ : CA (ઈન્ટરમિડીએટ) કોમર્સમાં ગ્રેજ્યુએશન સાથે UGC દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60% માર્ક્સ પ્રાપ્ત કરેલા હોવા જોઈએ.
ટ્રેઈની લીગલ : માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીમાંથી કાયદામાં ફુલ ટાઈમ ત્રણ વર્ષની ડિગ્રી અથવા કોઈપણ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી પાંચ વર્ષનો ઈન્ટિગ્રેટેડ એલએલબી કોર્સ કરેલ હોવો જોઈએ.
ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી
વય મર્યાદા : 30 વર્ષ
નોકરીની ટૂંકી વિગતો
એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ ટ્રેઈનીની ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ
154-2022
એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ ટ્રેઈનીની ભરતીની જાહેરાત જોવા માટે
AGT: સ્ટાઈપન્ડ - રૂ. 33,300/- પ્રતિમાસ
પગાર - એક વર્ષની ટ્રેઈનિંગ પૂર્ણ કર્યા પછી અને IFFCO ની જરૂરિયાતને આધારે, AGT ને રૂ.37000/- પ્રતિમાસ પગાર આપવામાં આવી શકે છે.સંસ્થા દ્વારા આપવામાં આવતા લાભ અને ભથ્થા સાથે રૂ.37000-70000 નો નિયમિત પગાર મળવા પાત્ર થશે.
ટ્રેઈની લીગલ - ટ્રેઈનીંગનો સમયગાળો એક વર્ષનો રહેશે અને ટ્રેઈનિંગ દરમિયાન IFFCO ના નિયમો અનુસાર અન્ય લાભો સાથે રૂ. 36,000/-નું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે અને ત્યારબાદ જો યોગ્ય લાગે તો રૂ. 40000-75000 ના પગાર ધોરણમાં આસિસ્ટન્ટ (લીગલ) તરીકે ભરતી કરવામાં આવશે.કર્મચારીને વાર્ષિક રૂ.9 લાખ (અંદાજે) સીટીસી આપવામાં આવશે.
અકાઉન્ટ્સ - ટ્રેઈનિંગ દરમિયાન IFFCO ના નિયમો અનુસાર રૂ.36000/-નું માસિક સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. ત્યારબાદ જો યોગ્ય લાગે તો રૂ. 40000-75000 ના પગાર ધોરણમાં આસિસ્ટન્ટ (લીગલ) તરીકે ભરતી કરવામાં આવશે.કર્મચારીને વાર્ષિક રૂ.9 લાખ (અંદાજે) સીટીસી આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી:
પ્રિલીમ્સ પરીક્ષા
ફાઈનલ પરીક્ષાના આધારે કરવામાં આવશે.