Home /News /career /Bank recruitment 2022: આ બેંકમાં નીકળી 1500થી વધુ જગ્યાઓ પર ભરતી, ગ્રેજ્યુએટ માટે નોકરીની તક
Bank recruitment 2022: આ બેંકમાં નીકળી 1500થી વધુ જગ્યાઓ પર ભરતી, ગ્રેજ્યુએટ માટે નોકરીની તક
બેન્કમાં નોકરી
Bank Recruitment 2022: આઇડીબીઆઈ બેંક (IDBI Bank) દ્વારા 1544 જગ્યાઓ પર ભરતી કરવા કવાયત હાથ ધરાઈ છે. આ ભરતી આસિસ્ટન્ટ મેનેજરના (Assistant Manager) પદ પર થશે.
Jobs and Career: બેંકમાં નોકરી (bank jobs) કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. આઇડીબીઆઈ બેંક (IDBI Bank) દ્વારા 1544 જગ્યાઓ પર ભરતી કરવા કવાયત હાથ ધરાઈ છે. આ ભરતી આસિસ્ટન્ટ મેનેજરના (Assistant Manager) પદ પર થશે. આ નોકરી માટે લાયક ઉમેદવારો આગામી તા. 17 જૂન સુધીમાં બેંકની વેબસાઈટ idbibank.in પર અરજી કરી શકે છે.
કઈ રીતે થશે ભરતી? એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે સીધી ભરતી પ્રક્રિયા રહેશે. પરંતુ આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટ્સ માટે ઉમેદવારોએ સૌ પ્રથમ મણિપાલ ગ્લોબલ એજ્યુકેશન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (મણિપાલ), બેંગલુરુ અને નિટ્ટે એજ્યુકેશન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ (એનટીટીઇ), ગ્રેટર નોઈડામાં ઓફર કરવામાં આવતા 1 વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બેંકિંગ એન્ડ ફાઇનાન્સ (પીજીડીબીએફ) કોર્સમાં પ્રવેશ લેવો પડશે. અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી ઉમેદવારો આઈડીબીઆઈ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ એ તરીકે જોડાઈ શકે છે. કોર્સ અંગેની વધુ વિગતો માટે ઉમેદવારોને નોટિફિકેશન વાંચવાની સલાહ આપવામાં આવે છે.
મહત્વની તારીખો ઓનલાઇન રજિસ્ટ્રેશન અને એપ્લિકેશન ફીની ચુકવણી 3 જૂનથી શરૂ થશે અને 17 જૂન, 2022 સુધી ચાલુ રહેશે. અધિકારીઓની પોસ્ટ્ ઓનલાઇન પરીક્ષા 9 જુલાઈએ અને પીજીબીડીએફમાં પ્રવેશ માટે ટેસ્ટ 23 જુલાઈએ લેવામાં આવશે.
કઈ જગ્યાઓ પર થશે ભરતી? આઈડીબીઆઈએ 1,044 એક્ઝિક્યુટિવ ખાલી જગ્યાઓ અને 500 આસિસ્ટન્ટ મેનેજરની ખાલી જગ્યાઓ પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરી છે. એક્ઝિક્યુટિવની જગ્યા માટે કુલ 418 ખાલી જગ્યાઓ બિનઅનામત વર્ગ માટે રાખવામાં આવી છે, જ્યારે એસસી માટે 175, એસટી માટે 79, ઓબીસી માટે 268, ઇડબલ્યુએસ માટે 104 અને બાકીની અન્ય કેટેગરી માટે રાખવામાં આવી છે.
બીજી તરફ પીજીડીબીએફ 2022-23ના પ્રવેશ માટે કુલ 200 ખાલી જગ્યાઓ બિનઅનામત વર્ગ માટે, 121 એસસી માટે, 28 એસટી માટે, 101 ઓબીસી માટે, 50 જગ્યાઓ ઇડબ્લ્યુએસ માટે અને બાકીની અન્ય કેટેગરી માટે રાખવામાં આવી છે.
વયમર્યાદા એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે લઘુત્તમ વયમર્યાદા 20 વર્ષ અને મહત્તમ 25 વર્ષ છે. જ્યારે પીજીડીબીએફ કોર્સ અથવા એએમ પોસ્ટ્સ માટે વયમર્યાદા 1 એપ્રિલની સ્થિતિએ 21 વર્ષ અને 28 વર્ષ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, એક્ઝિક્યુટિવ પોસ્ટ્સની નિમણૂક સંપૂર્ણપણે કરારના આધારે કરવામાં આવશે. આ કરાર શરૂઆતમાં 1 વર્ષ માટે હશે અને સંતોષકારક કામગીરીને આધિન રહી વધુ 2 વર્ષના સમયગાળા માટે વર્ષ-દર-વર્ષના ધોરણે વિસ્તરણ માટે સમીક્ષા કરવામાં આવી શકે છે. કરાર આધારિત સેવાના 3 વર્ષનો સમયગાળો સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી ઉમેદવારો બેંક દ્વારા હાથ ધરવામાં આવતી પસંદગી પ્રક્રિયા દ્વારા બેંકમાં સહાયક મેનેજર (ગ્રેડ એ) તરીકે નિમણૂક માટે પાત્ર બનશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર