ICSE Toppers 2022: કાઉન્સિલ ફોર ધી ઇન્ડિયન સ્કૂલ સર્ટીફીકેટ ઍક્ઝામિનેશનના 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ (icse 10 board results 2022) જાહેર કર્યું છે. કાનપુરની (Kanpur)સીલિંગ હાઉસ સ્કૂલની અનિકા ગુપ્તા (ankita gupta)સંયુક્ત રીતે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અનિકા સાથે બલરામપુરના પુષ્કર ત્રિપાઠી, લખનૌની કનિષ્ક મિત્તલ અને પુણેના હરગુન કૌર માથુર પણ ICSE બોર્ડમાં પ્રથમ ક્રમાંકે (ICSE Class 10 Topper)આવ્યા છે. આ બધાને 500માંથી 499 માર્ક્સ મળ્યા છે.
ન્યૂઝ18 લોકલની ટીમ સાથે વિશેષ વાતચીતમાં ICSE બોર્ડ હાઈસ્કૂલની ટોપર અનિકા ગુપ્તાએ જણાવ્યું કે તેણે દરરોજ 4 થી 5 કલાક અભ્યાસ કર્યો છે. આ સિવાય તેણે દરેક બાબતનું ટાઈમટેબલ બનાવ્યું હતું. જોકે તેણે આવું વિચાર્યું ન હતું કે તે ટોપ કરશે. તેને આશા હતી કે તેના 95 ટકાથી વધુ માર્ક્સ ચોક્કસ આવશે. અનિકાએ કહ્યું કે દેશમાં પ્રથમ નંબર મેળવીને ખૂબ જ સારું લાગે છે. હવે તે આવનારી પરીક્ષાઓ માટે વધુ મહેનત કરશે.
અનિકા ગુપ્તા હાલમાં NEETની તૈયારી કરી રહી છે. તેના પિતા સૌરભ ગુપ્તા અને માતા વંદના ગુપ્તા વ્યવસાયે ડોક્ટર છે. તેના માતા-પિતાની જેમ તે પણ ડોક્ટર બની દેશની સેવા કરવા માંગે છે.
ઘરમાં ખુશીનો માહોલ
બોર્ડના રિઝલ્ટથી અનિકાના માતા-પિતા ખૂબ જ ખુશ છે. તેમણે જણાવ્યું કે દીકરીએ ટોપ કરીને માત્ર પરિવાર જ નહીં પરંતુ શહેરનું નામ પણ રોશન કર્યું છે.
સામાજિક ન્યાય મંત્રાલયમાં સ્નાતકો માટે નોકરીની સુવર્ણ તક
નેશનલ શેડ્યુલ્ડ કાસ્ટ ફાયનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનએ (NSFDC) જુનિયર એક્ઝિક્યુટિવ (IT) અને સિનિયર આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઓનલાઈન અરજી NSFDC વેબસાઈટ www.nsfdc.nic.in પર જઈને કરવાની રહેશે. અરજી માટેની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2022 છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ કાર્યરત રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ નાણા અને વિકાસ નિગમમાં કુલ 7 જગ્યાઓ ખાલી છે. જેમાં 2 જગ્યા જુનિયર એક્ઝીક્યુટીવ અને 5 જગ્યા સિનીયોર આસિસ્ટન્ટ પદ માટે ભરતી કરવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર