Home /News /career /ICMR NIMR Recruitment 2022 : આઈસીએમઆરની ભરતી, 60,000 રૂપિયા સુધી મળશે પગાર

ICMR NIMR Recruitment 2022 : આઈસીએમઆરની ભરતી, 60,000 રૂપિયા સુધી મળશે પગાર

ICMR Recruitment 2022 : આઈસીએમઆરની ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ- નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મલેરિયા રિસર્ચએ (Indian Council of Medical Research- National Institute of Malaria Research, ICMR NIMR) જુનિયર નર્સ, લેબોરેટરી ટેકનિશિયન, DEO, ફિલ્ડ વર્કરની 15 ખાલી પડેલ પદો માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ખાલી પડેલા આ પદો માટે 20 ફેબ્રુઆરી, 2022 સુધી અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
ICMR NIMR Recruitment Jobs 2022 Notification: ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ- નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મલેરિયા રિસર્ચએ (Indian Council of Medical Research- National Institute of Malaria Research, ICMR NIMR) જુનિયર નર્સ, લેબોરેટરી ટેકનિશિયન, DEO, ફિલ્ડ વર્કરની 15 ખાલી પડેલ પદો માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ખાલી પડેલા આ પદો માટે 20 ફેબ્રુઆરી, 2022 સુધી અરજી કરી શકે છે.

ICMR NIMR રિક્રુટમેન્ટ 2022 માટે અરજી કરનારા ઉમેદવારો પાસે નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર લાયકાત અને શિક્ષણ હોવું જરૂરી છે.

ICMR NIMR Recruitment 2022- જાહેરાત ક્રમાંક

જાહેરાત નંબર. :NIMR/DBT-5/NF/104/21/56

ICMR NIMR Recruitment 2022- મહત્વની તારીખ

અરજી કરવાની અંતિમ તારીખ: 20 ફેબ્રુઆરી, 2022

આ પણ વાંચો : CSL Recruitment 2022: સીએસએલમાં 46 જગ્યા માટે ભરતી, 24,000 રૂ.પગારથી થશે શરૂઆત

ICMR NIMR Recruitment 2022- ખાલી પદ વિશે માહિતી

જુનિયર મેડિકલ ઓફિસર -02, લેબ આસિસ્ટન્ટ-01
ડેટા એન્ટ્રી ઓપરેટર-03, ફિલ્ડ વર્કર -04, જુનિયર નર્સ-03
જગ્યા13
શૈક્ષણિક લાયકાતદરેક પોસ્ટ માટે અલગ અલગ
પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂના માધ્યમથી
અરજી ફીનિશુલ્ક
અરજી કરવાની અંતિમ તારીખ20-2-2022
ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



ICMR NIMR Recruitment 2022- લાયકાતના ધારાધોરણ

શૈક્ષણિક લાયકાત:

જુનિયર મેડિકલ ઓફિસર- માન્ય સંસ્થા અથવા યૂનિવર્સિટીમાંથી MBBS ડિગ્રી

લેબ ટેક્નિશિયન – વિજ્ઞાન સાથે ધોરણ 12 પાસ, 2 વર્ષ મેડિકલ લેબોરેટરી ટેક્નિશિયનમાં ડિપ્લોમા અથવા DMLT સાથે 1 વર્ષનો અનુભવ અથવા 2 વર્ષ લેબ ટેક્નિશિયનનો અનુભવ

B.Sc ડિગ્રીને 3 વર્ષ અનુભવ માનવામાં આવશે.

ડેટા એન્ટ્રી ઓપરેટર- વિજ્ઞાન સાથે માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ (DOEACC ‘A’ માન્ય સંસ્થામાંથી), સરકાર માન્ય, સ્વાયત્ત, પેસયુમાં 2 વર્ષ EDP માં કામ કરવાનો અનુભવ, 8000 કી ડિપ્રેશન પ્રતિ કલાકની કી પ્રેસ સ્પીડ

ફિલ્ડ વર્કર- માન્ય સંસ્થા અથવા શિક્ષણ બોર્ડમાંથી વિજ્ઞાન સાથે ધોરણ 12 પાસ અને 2 વર્ષનો અનુભવ.

જુનિયર નર્સ- વિજ્ઞાન સાથે ઉચ્ચત અભ્યાસ, ANM માં સર્ટિફિકેટ કોર્સ સાથે જ માન્ય સંસ્થામાં 5 વર્ષનો અનુભવ

આ પણ વાંચો : NCSCM Recruitment: નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટની ભરતી, 67,000 સુધી મળશે પગાર

ICMR NIMR Recruitment 2022- પગાર (fixed)

જુનિયર મેડિકલ ઓફિસર- રૂ. 60,000 પ્રતિ માસ
લેબ ટેક્નિશિયન – રૂ. 17,520 પ્રતિ માસ
ડેટા એન્ટ્રી ઓપરેટર- રૂ. 17,520 પ્રતિ માસ
ફિલ્ડ વર્કર- રૂ. 17,520 પ્રતિ માસ
જુનિયર નર્સ- રૂ. 17,520 પ્રતિ માસ

ICMR NIMR Recruitment 2022- આ રીતે કરો અરજી

લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો http://onlineapply.nimr.org.in/ પરથી 20 ફેબ્રુઆરી 2022 સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
First published:

Tags: Career and Jobs, Sarkari Naukri, કેરિયર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો