Home /News /career /

ICG Recruitment 2022: ICGમાં વિવિધ પદો પર આવી ભરતી, વાંચો સંપૂર્ણ વિગતો

ICG Recruitment 2022: ICGમાં વિવિધ પદો પર આવી ભરતી, વાંચો સંપૂર્ણ વિગતો

ICGમાં વિવિધ પદો પર આવી ભરતી

ICG Recruitment: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG Recruitment 2022) વિવિધ પોસ્ટ માટે પુરુષ અને મહિલા ઉમેદવારોને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (ગ્રુપ 'એ' ગેઝેટેડ ઓફિસર) તરીકે હાયર (Jobs) કરી રહ્યું છે.

    Jobs and Career: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG Recruitment 2022) વિવિધ પોસ્ટ માટે પુરુષ અને મહિલા ઉમેદવારોને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (ગ્રુપ 'એ' ગેઝેટેડ ઓફિસર) તરીકે હાયર (Jobs) કરી રહ્યું છે. 02/2023 બેચ માટે જનરલ ડ્યુટી (GD), કોમર્શિયલ પાયલોટ લાઇસન્સ (SSA) અને ટેકનિકલ અને લો એન્ટ્રી માટે 71 વેકેન્સીઝ ઉપલબ્ધ છે. આઈસીજી (ICG) 17 ઓગસ્ટ 2022થી ઉપરોક્ત પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવવાનું શરૂ કરશે. યોગ્ય લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો 07 સપ્ટેમ્બર 2022 સુધીમાં તેની વેબસાઇટ એટલે કે joinindiancoastguard.gov.in પર તેમની અરજી સબમિટ કરી શકશે.

    મહત્વની તારીખો


    અરજી કરવાની પ્રારંભિક તારીખ – 17 ઓગસ્ટ, 2022

    અરજી કરવાની છેલ્લી તારીખ - 7 સપ્ટેમ્બર, 2022

    આ પોસ્ટ પર કરવામાં આવશે ભરતી

    જનરલ ડ્યુટી – 50 પોસ્ટ

    ટેક (એન્જીનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક) – 20 પોસ્ટ

    લો – 1 પોસ્ટ

    કેટલો મળશે પગાર


    આસિસ્ટન્ટ કમાન્ડન્ટ- રૂ. 56,100.00

    ડેપ્યુટી કમાન્ડન્ટ- રૂ. 67,700.00

    કમાન્ડન્ટ (જેજી)- રૂ. 78,800.00

    કમાન્ડન્ટ- રૂ. 1,18,500.00

    ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ- રૂ. 1,31,100.00

    ઇન્સ્પેક્ટર જનરલ- રૂ. 1,44,200.00

    એડિશનલ ડાયરેક્ટર જનરલ- રૂ. 1,82,200.00

    ડાયરેક્ટર જનરલ- રૂ. 2,05,400.00

    શૈક્ષણિક લાયકાત


    જનરલ ડ્યુટી - ઉમેદવારો પાસે ઓછામાં ઓછા 60% કુલ ગુણ સાથે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. ગણિત અને ફિઝીક્સ 10+2+3 ના ઇન્ટરમિડિયેટ અથવા ધોરણ 12 સુધીના વિષય તરીકે અથવા ગણિત અને ફિઝીક્સમાં ઓછામાં ઓછા 55% ગુણ સાથે પાસ.

    કોમર્શિયલ પાઇલોટ લાઇસન્સ – ધોરણ-12 અથવા ગણિત અને ફિઝીક્સ સાથે ઓછામાં ઓછા 55% ગુણ સાથે પાસ. ડિપ્લોમા પૂર્ણ કરનારા ઉમેદવારો પણ પાત્ર છે, જો કે તેઓ ફિઝીક્સ અને ગણિત સાથે ડિપ્લોમામાં કુલ 55% ગુણ ધરાવતા હોવા જોઈએ.

    આ પણ વાંચોઃ-GPSC Recruitment 2022: GPSCએ ફરી પાડી વર્ગ-1-2ના 245 પદો માટે ભરતી


    ટેક્નિકલ (મેકેનિકલ) - નેવલ આર્કિટેક્ચર અથવા મિકેનિકલ અથવા મેરિન અથવા ઓટોમોટિવ અથવા મેકેટ્રોનિક્સ અથવા ઔદ્યોગિક અને ઉત્પાદન અથવા મેટલર્જી અથવા ડિઝાઇન અથવા એરોનોટિકલ અથવા એરોસ્પેસમાં ઓછામાં ઓછા 60% ગુણ સાથે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની ઇજનેરી ડિગ્રી.

    ટેક્નિકલ (ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક્સ)- ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા ટેલિકમ્યુનિકેશન અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન અથવા પાવર એન્જિનિયરિંગ અથવા પાવર ઇલેક્ટ્રોનિક્સમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાથી ઓછામાં ઓછા 60% ગુણ સાથે એન્જિનિયરિંગ ડિગ્રી.

    લો એન્ટ્રી - ઓછામાં ઓછા 60% કુલ ગુણ સાથે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી લોની ડિગ્રી.

    આ પણ વાંચોઃ-RCM Ahmedabad jobs : RCM અમદાવાદ MIS નિષ્ણાંતની ભરતી, રૂ. 30 હજાર પગાર


    વયમર્યાદા


    જીડી - 01 જુલાઈ 1997 થી 30 જૂન 2001 ની વચ્ચે જન્મ (બંને તારીખો સમાવિષ્ટ)

    કોમર્શિયલ પાયલોટ લાયસન્સ (એસએસએ) - જન્મ 01 જુલાઈ 1997થી 30 જૂન, 2003 ની વચ્ચે (બંને તારીખો સહિત)

    ટેક્નિકલ - 01 જુલાઈ 1997થી 30 જૂન 2001ની વચ્ચે જન્મ (બંને તારીખો સમાવિષ્ટ)

    લો એન્ટ્રી - 01 જુલાઈ 1993 થી 30 જૂન 2001ની વચ્ચે જન્મ (બંને તારીખો સમાવિષ્ટ)


    કઇ રીતે થશે પસંદગી?


    સ્ટેપ 1 – સીજીસીએટી

    સ્ટેપ 2 – પ્રીલિમીનરી સિલેક્શન બોર્ડ

    સ્ટેપ 3 – ફાઇનલ સિલેક્શન બોર્ડ

    સ્ટેપ 4 – મેડિકલ એક્ઝામિનેશન

    સ્ટેપ 5 – ઇન્ડક્શન

    કઇ રીતે કરશો અરજી

    - સત્તાવાર વેબસાઇટ એટલે કે આઈસીજી ભરતી વેબસાઇટ પર જાઓ https://joinindiancoastguard.cdac.in

    લિંક પર ક્લિક કરો.


    - તમારી વિગતોને દાખલ કરો

    - એપ્લિકેશન ફીની ચૂકવણી કરો

    - તમારી એપ્લિકેશન સબમિટ કરો

    અરજી ફી


    રૂ. 250/- (એસસી/એસટી ઉમેદવારો માટે કોઈ ફી નહીં)
    Published by:ankit patel
    First published:

    Tags: Career News, Government jobs, Jobs and Career, Sarkari Naukri

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन