Home /News /career /Sarkari Naukri 2023: ધોરણ-10 અને 12 પાસ માટે કોચ ફેક્ટરીમાં આવી છે ભરતી, પરીક્ષા વગર મળશે નોકરી
Sarkari Naukri 2023: ધોરણ-10 અને 12 પાસ માટે કોચ ફેક્ટરીમાં આવી છે ભરતી, પરીક્ષા વગર મળશે નોકરી
ધોરણ-10 અને 12 પાસ માટે આવી ભરતી
Sarkari Naukri 2023, ICF Recruitment 2023: ધોરણ-10 અને 12 પાસ યુવાનો માટે કોચ ફેક્ટરીમાં નોકરી મેળવવાની સારી તક છે. ઈન્ટીગ્રલ રેલ કોચ ફેક્ટરી, ચેન્નાઈમાં ક્લાર્ક તથા ટેક્નિશિયન પદો માટે ભરતી આવી છે.
Sarkari Naukri 2023 , ICF Recruitment 2023: ધોરણ-10 અને 12 પાસ યુવાનો માટે કોચ ફેક્ટરીમાં નોકરી મેળવવા માટેની સારી તક છે. ઈન્ટીગ્રલ રેલ કોચ ફેક્ટરી, ચેન્નાઈમાં ક્લાર્ક અને ટેક્નિશિયન પદો પર ભરતી આવી છે. ખાસ વાત એ છે કે આ ભરતમાં લેખીત પરીક્ષા નહીં હોય, માત્ર સ્પોર્ટ્સ ટ્રાયલ અને ઈન્ટરવ્યુના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જણાવી દઈએ કે આ ભરતી સ્પોર્ટ્સ કોટા હેઠળ જ કરવામાં આવશે.
નોટિફિકેશન પ્રમાણે સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક અને ટેક્નિશિયન ગ્રેડ 3 માટે આ ભરતી આવી છે. આ ભરતી માટે 7 ફેબ્રુઆરી 2023 સુધી અરજી કરી શકાશે. ઓફિશિયલ વેબસાઈટ pb.icf.gov.in પરથી અરજી ડાઉનલોડ કરીને તે પ્રમાણે જરુરી વિગતો સાથે ફોર્મ ભરવાનું રહેશે.
“ASSISTANT PERSONNEL OFFICER/RECRUITMENT, INTEGRAL COACH FACTORY, CHENNAI – 600 038.”
લાયકાત- - સિનિયર ક્લાર્ક - માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થામાંથી ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. - જુનિયર ક્લાર્ક- 12 પાસે અથવા સમકક્ષ યોગ્યતા હોવી જોઈએ. - ટેક્નિશિયન ગ્રેડ 3 - 10 પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે. - આ પદો માટે રમત-ગમતની યોગ્યતા પણ જરુરી છે, જેની જાણકારી નોટિફિકેશનથી પ્રાપ્ત કરી શકાશે.
વય મર્યાદા- આ પદોની ભરતી માટે ઈચ્છુક ઉમેદવારો 1 જુલાઈ 2023એ 18-25 વર્ષની વચ્ચે હોવા જોઈએ.
પસંદગી પ્રક્રિયા- મળેલી અરજીઓના આધારે યોગ્ય ઉમેદવારોને ટ્રાયલ માટે તથા ઈન્ટરવ્યુ માટે પસંદ કરવામાં આવશે.
નોધઃ અરજી કરતા પહેલા મુખ્ય અરજી વાંચ્યા બાદ જ ભરતી પ્રક્રિયામાં અરજી કરવી.
Published by:Tejas Jingar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર