Home /News /career /

IBPS SO Recruitment 2021 : 1828 જગ્યા માટે IBPS દ્વારા ભરતી, સરકારી નોકરી માટે સીધા કરો અરજી

IBPS SO Recruitment 2021 : 1828 જગ્યા માટે IBPS દ્વારા ભરતી, સરકારી નોકરી માટે સીધા કરો અરજી

IBPS દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતી

IBPS SO Recruitment 2021 : આઈબીપીએસ દ્વારા 1828 જગ્યાઓ માટે સીધી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે જાણો કઈ કઈ જગ્યા છે અને કોણ કોણ કરી શકશે અરજી

    IBPS SO Recruitment 2021 : ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસર (IBPS SO)ની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી દ્વારા કુલ 1828 જગ્યા ભરવામાં આવશે. વિવિધ ખાતામાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની આ નોકરી માટે આજથી ઓનલાઇન અપ્લિકેશનની શરૂઆત થઈ છે (IBPS SO Recruitment Online application) આ નોકરી માટે આઈબીપીએસની વેબસાઇટ પરથી 23 નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.

    આ જગ્યાઓ ભરાશે : આઈબીપીએસની આ ભરતી દ્વારા આઈટી ઓફિસરની 220 જગ્યા, એગ્રિકલ્ચર ફિલ્ડ ઓફિસરની 884 જગ્યા, રાજસભા અધિકારીની 84 જગ્યા, લો ઓફિસરની 44 જગ્યા, એચઓર પર્સનલ ઓફિસરની 61 જગ્યા, માર્કેટિંગ ઓફિસરની 535 જગ્યાઓ ભરવામાં આવસશે.

    IBPS SO ભરતી 2021: ટેસ્ટ

    પસંદગી પ્રક્રિયા પ્રારંભિક પરીક્ષા અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ પર આધારિત છે. જે ઉમેદવારો પ્રિલિમ પરીક્ષા માટે લાયક ઠરે છે તેઓને મેન્સ અને ઇન્ટરવ્યુમાં હાજર રહેવું પડશે.

    આ પણ વાંચો : AAI Recruitment 2021: એરપોર્ટ ઓથોરિટી દ્વારા એપ્રેન્ટિસની ભરતી, 15,000 રૂ. સુધી મળશે સ્ટાઇપેન્ડ

    શૈક્ષણિક લાયકાત : આ નોકરી માટે પ્રત્યેક પોસ્ટની શૈક્ષણિક લાયકાત જુદી જુદી છે. આ લાયકાત અને ઉમેદવારી કરવાની વિગતો ચકાસવા માટે ઓલાઇન ચકાસવાની રહેશે.



































    નોકરી : IBPS SO Recruitment
    જગ્યા : 1828
    લાયકાત : અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ




    ઉંમર :
    20-30 (કેટેગરીના બાંધછોડ સાથે)
    એપ્લાય કરવાની અંતિમ તારીખ : 23મી નવેમ્બર
    પરીક્ષાની ફી : એસટી, પીડબલ્યૂડબીડી ઉમેદવારો માટે રૂપિયા 175 છે જ્યારે અન્ય ઉમેદવારો માટે 850 રૂપિયા
    જાહેરાત વાંચવા : ભરતીની જાહેરાત વાંચવા ક્લિક કરો
    ઓનલાઇન એપ્લાય કરવા ઓનલાઇન એપ્લાય કરવા ક્લિક કરો



    પસંદગી પ્રક્રિયા

    આ નોકરી માટે 100 માર્કની પ્રિલિમીનરી પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં 30 માર્ક્સનું અંગ્રેજી, 35 માર્ક્સનું ક્વોન્ટેટિવ એપ્ટિટ્યૂડ અને 35 માર્ક્સનું રિઝનીંગ પૂછાશે. આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બોલાવાશે. જેમાં 60 માર્ક્સનું રિઝનીંગ અને કમ્પ્યુટર એપ્ટિટ્યૂડ, 40 માર્ક્સનું જનરલ અને બેન્કિંગ અવેરનેસ, 40 માર્ક્સનું અંગ્રેજી, 60 માર્ક્સનું ડેટા એનાલિસીસ અને ઇન્ટરપ્રિટેશન એમ કુલ 200 માર્ક્સનું પેપર પૂછાશે.

    આ પણ વાંચો :  NHAI DM Recruitment 2021: નેશનલ હાઈવે ઓથોરિટીમાં 73 જગ્યા માટે ભરતી, 39,100 રૂ.સુધી મળશે પગાર

    કેવી રીતે એપ્લાય કરશો

    આઈબીપીએસની વેબસાઇટ પર જઈને સીધા ઓનલાઇન એપ્લિકેશન કરી શકાશે. એપ્લિકેશન માટે જરૂરી સૂચનાઓ વાંચવી રહી, આ સૂચનાઓ વાંચ્યા વગર એપ્લાય કરવું નહીં. એપ્લીકેશન માટેની ફીસ એસસી, એસટી, પીડબલ્યૂડબીડી ઉમેદવારો માટે રૂપિયા 175 છે જ્યારે અન્ય ઉમેદવારો માટે 850 રૂપિયા ફીસ છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Banking Jobs, IBPS, Sarkari Naukri

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन