Home /News /career /IBPS RRB Recruitment 2022: ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે બેંકમાં નોકરીની તક, મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ પર થશે ભરતી

IBPS RRB Recruitment 2022: ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે બેંકમાં નોકરીની તક, મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ પર થશે ભરતી

બેન્કમાં નોકરી

IBPS RRB Recruitment 2022: IBPSની આ ભરતી (Recruitment) દ્વારા 8,106 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાંથી 4,483 જગ્યાઓ ઓફિસ આસિસ્ટન્ટ માટે અને 2,676 જગ્યાઓ ઓફિસર સ્કેલ I, II, અને III માટે છે.

IBPS RRB Recruitment 2022: સરકારી બેંકોમાં નોરકી (Government Bank Job) મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે મોટા સમાચાર છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સોનલ સિલેક્શન (IBPS) એ રિજનલ રૂરલ બેંક (RRB)માં ગ્રુપ A અને ગ્રુપ Bની ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા IBPS RRB Recruitment 2022 શરૂ કરી દીધી છે.

IBPSની આ ભરતી (Recruitment) દ્વારા 8,106 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાંથી 4,483 જગ્યાઓ ઓફિસ આસિસ્ટન્ટ માટે અને 2,676 જગ્યાઓ ઓફિસર સ્કેલ I, II, અને III માટે છે. આ પોસ્ટ્સ માટે પ્રી-એક્ઝામ ટ્રેનિંગ આગામી 18થી 23 જુલાઈ દરમિયાન લેવામાં આવશે. આ સાથે પ્રિલિમ્સ એક્ઝામ ઓગસ્ટમાં લેવાશે અને મેઇન્સ એક્ઝામ સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં શક્ય છે.

આ પોસ્ટ્સ (IBPS RRB Recruitment 2022) માટે અરજી કરવા માંગતા અને રસ ધરાવતા પાત્ર ઉમેદવારો આઇબીપીએસની સત્તાવાર વેબસાઇટ ibps.in પર જઇને અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ (IBPS RRB Recruitment 2022) માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

વેબસાઇટ સિવાય ઉમેદવારો આ લિંક a પર ક્લિક કરીને પણ આ પોસ્ટ્સ (IBPS RRB Recruitment 2022) માટે અરજી કરી શકે છે. તમે https://www.ibps.in/wp-content/uploads/RRB_XI_ADVT.pdf લિંક દ્વારા સત્તાવાર નોટિફિકેશન (IBPS RRB Recruitment notification) જોઈ શકો છો. આ ભરતી (IBPS RRB Recruitment 2022) પ્રક્રિયા હેઠળ બહોળી સંખ્યામાં જગ્યાઓ ભરવામાં આવશે.
જગ્યાઓ8,106
ઓનલાઇન અરજી કરવાનો પ્રારંભ07 જૂન 2022
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ27 જૂન, 2022
યોગ્યતાના માપદંડઉમેદવારો પાસે સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી જોઈએ.
વયમર્યાદા18 વર્ષથી 30 વર્ષ વચ્ચે
પસંદગી પ્રક્રિયાઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કામાં એટલે કે પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. આ ભરતી ફાઇનલ રાઉન્ડ એટલે કે ઇન્ટરવ્યૂ બાદ ઉપલબ્ધ ખાલી જગ્યાના આધારે કરવામાં આવશે.
ઍપ્લિકેશન ફીઅરજી ફી તરીકે 850 રૂપિયા ચૂકવવાના રહેશે. એસસી, એસટી અને પીડબ્લ્યુબીડી ઉમેદવારો માટે ફી 175 રૂપિયા નક્કી કરવામાં આવી છે
નોટિફિકેશન જોવા માટેhttps://www.ibps.in/wp-content/uploads/RRB_XI_ADVT.pdf
ક્યાં અરજી કરવીhttps://www.ibps.in/crp-rrb-xi/

મહત્વની તારીખો

ઓનલાઇન અરજી કરવાનો પ્રારંભ- 07 જૂન 2022

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ- 27 જૂન, 2022

આ પણ વાંચોઃ-Banks Recruitment: SBIથી લઈને ઈન્ડિયન બેન્કમાં ભરતી, ચાલુ અઠવાડિયે અરજી કરી શકાય તેવી સરકારી નોકરીઓની યાદી

ખાલી જગ્યાની વિગતો

ઓફિસ આસિસ્ટન્ટ (મલ્ટિપલ) / ક્લાર્ક, ઓફિસર સ્કેલ- I, II, III

યોગ્યતાના માપદંડ

ઉમેદવારો પાસે સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી જોઈએ.

વયમર્યાદા

ઓફિસ આસિસ્ટન્ટ (મલ્ટિપલ) - 18 વર્ષથી 28 વર્ષ વચ્ચે

ઓફિસર સ્કેલ- III (સિનિયર મેનેજર) – 21 વર્ષથી વધુ અને 40 વર્ષથી ઓછી

ઓફિસર સ્કેલ- II (મેનેજર) – 21 વર્ષથી વધુ અને 32 વર્ષથી ઓછી

ઓફિસર સ્કેલ- I (આસિસ્ટન્ટ મેનેજર) – 18 વર્ષથી વધુ અને 30 વર્ષથી ઓછી

પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કામાં એટલે કે પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. આ ભરતી ફાઇનલ રાઉન્ડ એટલે કે ઇન્ટરવ્યૂ બાદ ઉપલબ્ધ ખાલી જગ્યાના આધારે કરવામાં આવશે.

ઍપ્લિકેશન ફી

ઉમેદવારોએ અરજી ફી તરીકે 850 રૂપિયા ચૂકવવાના રહેશે. એસસી, એસટી અને પીડબ્લ્યુબીડી ઉમેદવારો માટે ફી 175 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-IAS officer Career: આઈએએસ અધિકારી પ્રમોશન મેળવીને ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે?

અરજી કરવાની પદ્ધતિ

સ્ટેપ 1- સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ ibps.in પર જાવ અથવા તો આપેલી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 2- હોમપેજ પર "સીઆરપી આરઆરબી- XI માટે ઓનલાઇન એપ્લિકેશન" પર ક્લિક કરો.

સ્ટેપ 3- તમારી પસંદગીની પોસ્ટ સિલેક્ટ કરીને રજિસ્ટર કરો અને ફોર્મ ભરો.

સ્ટેપ 4- હવે એપ્લિકેશન ફી ભરીને સબમિટ કરો.

સ્ટેપ 5- અંતે ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ કાઢી લો.
First published:

Tags: Bank Jobs, Jobs and Career, Jobs news, Recruitment, Recruitment 2022, Sarkari Naukri, Sarkari Naukri 2022