Home /News /career /

IBPS Recruitment 2022: IBPSમાં વિવિધ જગ્યાઓ પર નોકરીની તક, 61,818 સુધી મળશે પગાર

IBPS Recruitment 2022: IBPSમાં વિવિધ જગ્યાઓ પર નોકરીની તક, 61,818 સુધી મળશે પગાર

IBPS Recruitment 2022 : આઈબીપીએસ દ્વારા ભરતી, અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે કરો અરજી

IBPS Recruitment 2022: ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (Institute of Banking Personnel Selection, IBPS) દ્વારા વોક ઈન ઈન્ટરવ્યૂના માધ્યમથી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે, ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા જઈ શકે છે.

વધુ જુઓ ...
    IBPS Recruitment 2022 - ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (Institute of Banking Personnel Selection, IBPS) દ્વારા વિવિધ પદો પર ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત સોફ્ટવેર ડેવલપર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (Developer & Programming Assistant)ની ખાલી પડેલી જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ પદો પર ભરતી કરવા માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદાવરો પાસેથી અરજીઓ આંત્રિત કરવામાં આવી રહી છે.

    ઉમેદવારો માટે વોક-ઇન-સિલેકશન પ્રક્રિયા 21 અને 22 એપ્રિલ, 2022થી શરૂ કરવામાં આવશે. આ પદો પર અરજી કરવા માંગતા લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ ibps.in મારફતે અરજી કરી શકે છે.

    ખાલી પડેલા પદો: સોફ્ટવેર ડેવલપર (ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ)

    પે સ્કેલ: 61,818/- (માસિક)

    પદ: પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ

    પે સ્કેલ: 45,879/- (માસિક)

    આ પણ વાંચો : BOB Recruitment 2022: બેન્ક ઓફ બરોડામાં વધુ 100 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

    IBPS Recruitment 2022: મહત્વપૂર્ણ તારીખ

    સોફ્ટવેર ડેવલપર માટે વોક ઈન પસંદગી પ્રક્રિયા: એપ્રિલ 21, 2022 સવારે 09:00 કલાકથી 10:00 કલાક

    પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ માટે વોક ઈન પસંદગી: એપ્રિલ 22, 2022 સવારે 09:00 કલાકથી 10:00 કલાક

    નોકરીની ટૂંકી વિગતો



























    જગ્યાસોફ્ટવેર ડેવલપર (ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ), પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
    લાયકાત

     સોફ્ટવેર ડેવલપર (Software Developer):

    અરજી કરનાર ઉમેદવાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ફુલ ટાઈમ B.E./B.Tech/ MCA/M.Sc. (IT)/ M.Sc. (કોમ્પ્યૂટર સાયન્સ)નો અભ્યાસ કરેલ હોવો જોઈએ. આ સાથે જ ઉમેદવાર પાસે શિક્ષણ સિવાય 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

    પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (Programming Assistant):

    અરજી કરનાર ઉમેદવાર પાસે BSc-IT, BCA, BSc કોમ્પ્યૂટર સાયન્સ અથવા સમકક્ષ અભ્યાસનુંપ્રમાણપત્ર સાથે જ શિક્ષણ સિવાય 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
    પસંદગી પ્રક્રિયાઓનલાઇન ટેસ્ટ અને વોક ઈન ઈન્ટરવ્યૂ માટે
    ઈન્ટરવ્યૂની તારીખ

    સોફ્ટવેર ડેવલપર 21-4-2022

    પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ 22-4-2022
    વોરક ઈન ઈન્ટરવ્યૂનું સ્થળ



    ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન, આઈબીપીએસ હાઉસ, 90 ફૂટ ડીપી રોડ, ઠાકુર પોલિટેકનિકની પાછળ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, કાંદિવલી (ઈસ્ટ) મુંબઈ 400101
    ભરતીની જાહરેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો

    IBPS Recruitment 2022 – લાયકાતના ધારાધોરણ : સોફ્ટવેર ડેવલપર (Software Developer):

    અરજી કરનાર ઉમેદવાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ફુલ ટાઈમ B.E./B.Tech/ MCA/M.Sc. (IT)/ M.Sc. (કોમ્પ્યૂટર સાયન્સ)નો અભ્યાસ કરેલ હોવો જોઈએ. આ સાથે જ ઉમેદવાર પાસે શિક્ષણ સિવાય 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

    વય મર્યાદા: 24થી 35 વર્ષ

    પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (Programming Assistant):

    અરજી કરનાર ઉમેદવાર પાસે BSc-IT, BCA, BSc કોમ્પ્યૂટર સાયન્સ અથવા સમકક્ષ અભ્યાસનુંપ્રમાણપત્ર સાથે જ શિક્ષણ સિવાય 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

    વય મર્યાદા: 22થી 30 વર્ષ

    આ પણ વાંચો : BECIL Recruitment 2022 : BECILમાં 80 જગ્યા માટે ભરતી, 33,450 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    IBPS Recruitment 2022 – આ રીતે કરો અરજી

    લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પસંદગી પ્રક્રિયા માટે હાજર રહી શકે છે. આ દરમ્યાન તેમણે પોતાની ઓરિજનલ માર્કશાટ અને પ્રમાણપત્રોની સેલ્ફ અટેસ્ટેડ કોપીના 3 સેટ પણ સાથે લાવવાના રહેશે. આ દસ્તાવેજોની મદદથી ઉમેદવારની લાયકાત અને પાત્રતા ચકાસવી સરળ રહેશે.

    IBPS Recruitment 2022 – પસંદગી પ્રક્રિયા

    ઉમેદવારોની શોર્ટ લિસ્ટિંગ, ઓનલાઈન પરીક્ષા અને પર્સનલ ઈન્ટરવ્યુને આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર