IBPS Recruitment 2022 : ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (Institute of Banking Personnel Selection, IBPS) દ્વારા વિવિધ પદો પર ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત સોફ્ટવેર ડેવલપર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (Developer & Programming Assistant)ની ખાલી પડેલી જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ પદો પર ભરતી કરવા માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદાવરો પાસેથી અરજીઓ આંત્રિત કરવામાં આવી રહી છે.
ઉમેદવારો માટે વોક-ઇન-સિલેકશન પ્રક્રિયા 21 અને 22 એપ્રિલ, 2022થી શરૂ કરવામાં આવશે. આ પદો પર અરજી કરવા માંગતા લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ ibps.in મારફતે અરજી કરી શકે છે. આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારોએ આવતીકાલે અને પરમદિવસે બે દિવસ વોક ઈન ઈન્ટરવ્યૂમાં મુંબઈ હાજર રહેવાનું રહેશે. પસંદ થનારા ઉમેદવારોને આકર્ષક પગાર મળશે.
IBPS Recruitment 2022 : ખાલી પડેલા પદો: સોફ્ટવેર ડેવલપર (ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ)
અરજી કરનાર ઉમેદવાર પાસે BSc-IT, BCA, BSc કોમ્પ્યૂટર સાયન્સ અથવા સમકક્ષ અભ્યાસનુંપ્રમાણપત્ર સાથે જ શિક્ષણ સિવાય 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
વય મર્યાદા: 22થી 30 વર્ષ
IBPS Recruitment 2022 – આ રીતે કરો અરજી
લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પસંદગી પ્રક્રિયા માટે હાજર રહી શકે છે. આ દરમ્યાન તેમણે પોતાની ઓરિજનલ માર્કશાટ અને પ્રમાણપત્રોની સેલ્ફ અટેસ્ટેડ કોપીના 3 સેટ પણ સાથે લાવવાના રહેશે. આ દસ્તાવેજોની મદદથી ઉમેદવારની લાયકાત અને પાત્રતા ચકાસવી સરળ રહેશે.