IBPS Calendar 2022-2023: ધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ બેન્કિંગ (IBPS) દ્વારા આગાામી પરીક્ષાઓનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. (IBPS Recruitment 2022-2023 calendar). સંભવત: આગામી બેન્ક પીઓ આરઆરબી, ક્લાર્ક, એસઓની પરીક્ષા યોજાશે. જે ઉમેદવારો બેન્કિંગની નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમને આ વખતે આ તારીખોના આધારે તૈયાર કરવાની ખબર પડશે. જોકે, આ તારીખો સંપૂર્ણપણે કન્ફર્મ નથી.
આઈબીપીએસની પરીક્ષાનું રજિસ્ટ્રેશન ઓનલાઇન થવાનું છે. પ્રિલિમ્સ અને મેઇન્સ પરીક્ષા માટે સિંગલ રજિસ્ટ્રેશન થશે. ઉમેદવારો પોતાના ફોટોગ્રાફ્સ, સહી, થમ્બ ઈમ્પ્રેશન વગેરે અને ડોક્યુમેન્ટ્સની કોપી અપલોડ કરવાની રહેશે.
દેશના બેન્કિંગ ક્ષેત્રમાં પુષ્કળ નોકરીઓ ખાલી
નાણા મંત્રાલયના આ અહેવાલ મુજબ દેશની જુદી જુદી બેન્કોમાં જે ભરતી છે તેમાં સૌથી વધુ જગ્યા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં (SBI Vacancy) ખાલી છે. આ બેન્કમાં સબ ઓર્ડિનેટ્સની જગ્યા નથી પરંતુ લોવલ લેવલ ઓફિશિયલ્સ અને ઓફિસરની પુષ્કળ જગ્યાઓ ખાલી છે. એસબીઆઈમાં 3423 ઓફિસર અને 5121 બેન્ક સ્ટાફની જગ્યા ખાલી છે. બીજી સૌથી વધુ ખાલી જગ્યા પંજાબ નેશનલ બેન્કમાં છે.
પીએનબીમાં (PNB Vacancy) ઓફિસરની 1210 જગ્યા ખાલી છે. અને 716 ક્લાર્કની જગ્યા ખાલી છે. જ્યારે સૌથી વધુ 4817 સબઓર્ડિનેટ્સની જગ્યા ખાલી છે. સૌથી વધુ ખાલી જગ્યા ઘરાવતી બેન્કમાં ત્રીજી નંબરે છે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા. (Central Bank of Indian Vacancy) આ બેન્કમાં ઓફિસરની 3528 જગ્યા ખાલી છે જ્યારે 1726 જગ્યા ક્લાર્કની ખાલી છે. અને 1041 જગ્યા સબ ઓર્ડિનેટની ખાલી છે.
આ બે બેન્કમાં સૌથી ઓછી વેકેન્સી છે
નાણા મંત્રાલયના અહેવાલ મુજબ સૌથી ઓછી ખાલી જગ્યા ધરાવતી બેન્કમાં 12 બેન્કોનો સમાવેશ થાય છે. આ અહેવાલ મુજબ બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં અને બેન્ક ઓફ બરોડામાં સૌથી ઓછી ખાલી જગ્યા છે. બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં 190 અને બેન્ક ઓફ બરોડામાં 15 જગ્યા ખાલી છે.