IBPS Jobs: આઇબીપીએસમાં IT Engineer અને Professor સહિત અનેક પદો પર ભરતી, એક લાખ સુધી મળશે પગાર

IBPS Recruitment 2021: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનલ સિલેક્શનમાં કાયમી નોકરી મેળવવા માટે ભૂલ્યા વગર 14 ઓક્ટોબર પહેલા કરો અરજી

IBPS Recruitment 2021: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનલ સિલેક્શનમાં કાયમી નોકરી મેળવવા માટે ભૂલ્યા વગર 14 ઓક્ટોબર પહેલા કરો અરજી

  • Share this:
    IBPS Jobs: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનલ સિલેક્શને (Institute of Banking Personnel Selection - IBPS) અનેક પદો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. તેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર (Assistant Professor), ફેકલ્ટી રિસર્ચ એસોસિએટ્સ (Faculty Research Associates), રિચર્ચ એસોસિએટ્સ (Research Associates), હિન્દી ઓફિસર્સ (Hindi Officers), આઇટી એન્જિનિયર્સ (ડેટા સેન્ટર્સ), આઇટી ડેટા બેઝ એડમિનિસ્ટ્રેટર્સ (IT Data Base Administrators), સોફ્ટવેર ડેવલપર્સ એન્ડ ટેસ્ટરના (Software Developers & Tester) પદ સામેલ છે. આ પદો માટે અરજી આઇબીપીએસની વેબસાઇટ ibbs.in પર જઈને કરવાની છે. અરજી પ્રક્રિયા પહેલી ઓક્ટોબરથી શરૂ થશે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર 2021 છે. નોટિસ અનુસાર યોગ્ય ઉમેદવારોની પસંદગી એક કમિટી કરશે.

    IBPS Recruitment 2021: આઇબીપીએસ ભરતી 2021 વેકન્સીની વિગત

    >> આસિસ્ટન્ટ પ્રોફેસર (Assistant Professor)
    >> ફેકલ્ટી રિસર્ચ એસોસિએટ્સ (Faculty Research Associates)
    >> રિચર્ચ એસોસિએટ્સ (Research Associates)
    >> હિન્દી ઓફિસર્સ (Hindi Officers)
    >> આઇટી એન્જિનિયર્સ - ડેટા સેન્ટર (IT Engineer – Data Centre)
    >> આઇટી ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર્સ (IT Database Administrators)
    >> સોફ્ટવેર ડેવલપર્સ એન્ડ ટેસ્ટર (Software Developers & Tester)

    IBPS Recruitment 2021: જરૂરી શૈક્ષણિક લાયકાત

    >> આસિસ્ટન્ટ પ્રોફેસર- ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સની સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન અને સ્ટેટિક્સમાં પીએચડી હોવું જરૂરી
    >> ફેકલ્ટી રિસર્ચ એસોસિએટ્સ- ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સની સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન અને સંબંધિત વિષયમાં પીએચડી
    >> રિચર્ચ એસોસિએટ્સ- સાઇકોલોજી/એજ્યુકેશન/સાઇકોલોજિકલ મેજરમેન્ટ/મેટ્રિક્સ/મેનેજમેન્ટમાં ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સની સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન
    >> હિન્દી ઓફિસર્સ- હિન્દી અને અંગ્રેજીમાં માસ્ટર્સની ડિગ્રી
    >> આઇટી એન્જિનિયર્સ - ડેટા સેન્ટર- કોમ્પ્યુટર સાયન્સ તથા આઇટીમાં બીઇ/બીટેકની ડિગ્રી
    >> આઇટી ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર્સ, સોફ્ટવેર ડેવલપર્સ એન્ડ ટેસ્ટર- બીઇ/બીટેક/એમસીએ/એમએમસી આઇટી

    આ પણ વાંચો, HPCL Jobs: એચપીસીએલમાં મેનેજરથી લઈને ડ્રાઇવર સુધી નોકરીઓ જ નોકરીઓ, આવી રીતે કરો અરજી

    IBPS Recruitment 2021: કેટલો બેઝીક પગાર મળશે?































    આસિસ્ટન્ટ પ્રોફેસર 1,01,500 રૂપિયા
    ફેકલ્ટી રિસર્ચ એસોસિએટ્સ 57,700 રૂપિયા
    રિચર્ચ એસોસિએટ્સ 44,900 રૂપિયા
    હિન્દી ઓફિસર્સ 44,900 રૂપિયા
    આઇટી એન્જિનિયર્સ - ડેટા સેન્ટર 35,400 રૂપિયા
    આઇટી ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર્સ 35,400 રૂપિયા
    સોફ્ટવેર ડેવલપર્સ એન્ડ ટેસ્ટર 35,400 રૂપિયા

    IBPS Recruitment 2021: અહીં ક્લિક કરીને નોટિફિકેશન વાંચો...

    આ પણ વાંચો, 1 ઓક્ટોબરથી બદલાઈ જશે અનેક નિયમ, જાણો Credit-Debit Card સાથે જોડાયેલા નવા નિયમ

    આઇટી સર્વિસ ફર્મ MOURI Tech ત્રણ વર્ષમાં 10,000 લોકોને નોકરીઓ આપશે


    ગ્લોબલ એન્ટરપ્રાઇઝ આઇટી સોલ્યુશન્સ પ્રોવાઇડર MOURI Tech દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કંપની ભારતમાં રોજગારી નિર્માણમાં (Job Opportunities in India) અગત્યનું યોગદાન આપવા જઈ રહી છે. MOURI Tech આગામી ત્રણ વર્ષમાં 10,000 નવા રોજગારનું નિર્માણ કરવા જઈ રહી છે. આ નોકરીઓ અલગ-અલગ ડોમેન અને લોકેશન ખાતે કરવામાં આવશે. 10 હજાર નવી નોકરીઓ (10000 New Jobs in IT) પૈકી 2000 નવી ભરતી નાણાકીય વર્ષ 2021-2022માં કરવામાં આવશે. MOURI Tech કંપનીની આ પ્રતિબદ્ધતા લાંબી અવધિમાં વ્યવસાયિક વિકાસ માટે જરૂરી વધારાની ક્ષમતા પ્રદાન કરવા માટે છે. કંપનીની હાલની કર્મચારીઓની સંખ્યા 3500 છે, જેમાં નાણાકીય વર્ષની શરૂઆતમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે. કંપની પોતાની મુખ્ય અને એવોર્ડ વિનિંગ બ્રાન્ડ AuraSuite.ai હેઠળ આઇટી સોલ્યુશન્સ સર્વિસ પૂરી પાડે છે.
    Published by:Mrunal Bhojak
    First published: