Home /News /career /IBPS PO Recruitment: IBPS POની ભરતી માટે આ તારીખ પહેલા કરી દો અરજી, આજે છેલ્લી તારીખ

IBPS PO Recruitment: IBPS POની ભરતી માટે આ તારીખ પહેલા કરી દો અરજી, આજે છેલ્લી તારીખ

IBPS Recruitment 2022 : આઈબીપીએસ દ્વારા ભરતી, અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે કરો અરજી

IBPS PO recruitment: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સોનલ સિલેક્શન 22 ઓગસ્ટના રોજ આઈબીપીએસ પીઓ ભરતી 2022 (IBPS PO Recruitment 2022) માટે 2023-24 ની ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા સમાપ્ત કરશે.

Jobs and Career: બેંકમાં નોકરી (Jobs in Banking) કરવા ઇચ્છુક ઉમેદવારો માટે એક સુવર્ણ તક સામે આવી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સોનલ સિલેક્શન (IBPS Recruitment 2022) 22 ઓગસ્ટના રોજ આઈબીપીએસ પીઓ ભરતી 2022 (IBPS PO Recruitment 2022) માટે 2023-24 ની ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા સમાપ્ત કરશે. રસ ધરાવતા ઉમેદવારો કે જેમણે હજી સુધી અરજી કરી નથી, તેઓ www.ibps.in પરની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી (Apply Online) કરી શકે છે.

સહભાગી બેંકોમાં પ્રોબેશનરી ઓફિસર/મેનેજમેન્ટ તાલીમાર્થીની જગ્યાઓની પસંદગી માટે આગામી સામાન્ય ભરતી પ્રક્રિયા માટે પ્રારંભિક અને મેઇન્સ પરીક્ષાઓ ઓનલાઇન માધ્યમ દ્વારા ઓક્ટોબર અથવા નવેમ્બર, 2022માં યોજાવા જઇ રહી છે. આ ભરતી દ્વારા કુલ 6932 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

શું હોવી જોઇએ શૈક્ષણિક લાયકાત?


ઉમેદવારોએ ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ ક્ષેત્રમાં બેચલરની ડિગ્રી મેળવવી જરૂરી છે અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કોઈપણ લાયકાત હોવી જરૂરી છે.

આ પણ વાંચોઃ-Gujarat Bsc Nursing Admission: 25 ઓગસ્ટથી શરૂ થશે ગુજરાત B.Sc નર્સિંગ માટે એડમિશન, જાણો કેવી રીતે કરવી અરજી


કેટલી છે વયમર્યાદા


આ પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઇએ.

કઇ રીત કરવામાં આવશે પસંદગી?


ઉમેદવારોની પસંદગી આઈબીપીએસ પીઓ પ્રિલિમિનરી પરીક્ષા અને આઈબીપીએસ પીઓ મુખ્ય પરીક્ષા દ્વારા કરવામાં આવશે. આ તમામ તબક્કામાં ઉમેદવારોને પરીક્ષામાં તેમના પ્રદર્શનના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. અંતે પાસ થનારા ઉમેદવારોને જ આઈબીપીએસ પીઓ કટ ઓફમાં સ્થાન મળશે.

આ પણ વાંચોઃ-Career Tips: જીવનમાં સફળનો મંત્ર! જીવનમાંથી નકારાત્મકતાને કઈ રીતે દૂર કરવી


કઇ રીતે કરી શકો છો અરજી?


- www.ibps.in પર સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

- હોમપેજ પર એપ્લાય લિંક પર ક્લિક કરો.

- અરજી ફોર્મ ભરો.

- તમામ વિગતો ચકાસો અને અરજી ફોર્મ સબમિટ કરો.

- ઉમેદવારોએ ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં લેવા માટે આ ફોર્મની એક પ્રિન્ટ આઉટ પોતાની પાસે જરૂર રાખવી.


પરીક્ષા પેટર્ન


આઈબીપીએસ પીઓ પ્રિલિમ્સ પરીક્ષા 2022 દરેક વિભાગ માટે કુલ 1 કલાક અને 20 મિનિટની રહેશે અને પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવામાં આવશે. આઈબીપીએસ પીઓ પરીક્ષા 2022માં 3 વિભાગનો સમાવેશ થાય છે, જેમાં કુલ 100 પ્રશ્નો અને મહત્તમ 100 ગુણનો સ્કોર છે. આઇબીપીએસ પીઓ પ્રી-એક્ઝામમાં નેગેટિવ માર્કિંગ હોય છે અને દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કાપવામાં આવશે.
Published by:ankit patel
First published:

Tags: Career News, Government jobs, Jobs and Career, Sarkari Naukri

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन