IBPS PO Recruitment 2021: દેશની 11 રાષ્ટ્રીયકૃત બેંકમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે આઈબીપીએસ પ્રોબેશનરી ઓફિસરની ભરતી બહાર પડી છે (IBPS PO Recruitment). આઈબીપીએસ પીઓની ભરતી માટે આજે ઓનલાઇન અરજી કરવાનો છેલ્લો દિવસ છે. દેશની 11 બેન્કોમાં જુદી જુદી 4135 જગ્યાઓ આ ભરતીના માધ્યમથી ભરવામાં આવશે. આ નોકરી માટે 20મી ઑક્ટોબરથી 10મી નવેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે (Recruitment 2021 Posts, IBPS PO Recruitment 2021 last date of application) ઉમેદવારોની પસંદગી પરીક્ષા અને ઈન્ટરવ્યૂના માધ્યમથી કરવલામાં આવશે. આ પરીક્ષા માટે સંભવિત ઓનલાઇન પરીક્ષા 4 ડિસેમ્બરના રોજ યોજાઈ શકે છે જ્યારે તેનું સંભવિત પરિણામ જાન્યુઆરી સુધીમા આવી શકે છે. પ્રિલીમ પરીક્ષા બાદ મેઇન્સ પરીક્ષા યોજાશે જેમાં ઉતિર્ણ થનારા ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
લાયકાત : આ નોકરી માટે 10-11 -2021 સુધીમાં દેશી કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ઉમેદવારો માટે ઉંમર 1-10-2021ના રોજ ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 30 હોવી જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
આ નોકરી માટે ઉંમરમાં બાંધછોડ એસ એસટીને 5 વર્ષ, ઓબીસીને 3 વર્ષ જ્યારે દિવ્યાંગોને 10 વર્ષ અને એકસ સર્વિસમેનને 5 વર્ષ આપવામાં આવે છે. આ સાથે 1984ના રમખાણોના અસરગ્રસ્ત વ્યક્તિઓને પણ 5 વર્ષની બાંધછોડ આપવામાં આવે છે.
આ 11 બેન્કમાં ભરતી
આઈબીપીએસ 2021ની આ ભરતી માટે 11 બેન્કો ભાગ લઈ રહી છે જેમાં બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીસ બેન્ક, પંજાબ નેશનલ બેંક, પંજાબ સિંધ બેંક, યૂકો બેંક, યુનિય બેંક ઓફ ઇન્ડિયા વગેરેનો સમાવેશ થાય છે.
ટૂંકી વિગતો
નોકરી :
IBPS PO Recruitment
જગ્યા :
4135
લાયકાત :
ગ્રેજ્યુએશન
ઉંમર :
20-30 (કેટેગરીના બાંધછોડ સાથે)
એપ્લાય કરવાની અંતિમ તારીખ :
10મી નવેમ્બર 2021
પરીક્ષાની ફી :
એસટી, પીડબલ્યૂડબીડી ઉમેદવારો માટે રૂપિયા 175 છે જ્યારે અન્ય ઉમેદવારો માટે 850 રૂપિયા
આ નોકરી માટે 100 માર્કની પ્રિલિમીનરી પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં 30 માર્ક્સનું અંગ્રેજી, 35 માર્ક્સનું ક્વોન્ટેટિવ એપ્ટિટ્યૂડ અને 35 માર્ક્સનું રિઝનીંગ પૂછાશે. આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બોલાવાશે. જેમાં 60 માર્ક્સનું રિઝનીંગ અને કમ્પ્યુટર એપ્ટિટ્યૂડ, 40 માર્ક્સનું જનરલ અને બેન્કિંગ અવેરનેસ, 40 માર્ક્સનું અંગ્રેજી, 60 માર્ક્સનું ડેટા એનાલિસીસ અને ઇન્ટરપ્રિટેશન એમ કુલ 200 માર્ક્સનું પેપર પૂછાશે.
આઈબીપીએસની વેબસાઇટ પર જઈને સીધા ઓનલાઇન એપ્લિકેશન કરી શકાશે. એપ્લિકેશન માટે જરૂરી સૂચનાઓ વાંચવી રહી, આ સૂચનાઓ વાંચ્યા વગર એપ્લાય કરવું નહીં. એપ્લીકેશન માટેની ફીસ એસસી, એસટી, પીડબલ્યૂડબીડી ઉમેદવારો માટે રૂપિયા 175 છે જ્યારે અન્ય ઉમેદવારો માટે 850 રૂપિયા ફીસ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર