Home /News /career /

IBPS PO : આઈબીપીએસની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી, અંતિમ સમયે અપનાવો આ સ્ટ્રેટેજી

IBPS PO : આઈબીપીએસની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી, અંતિમ સમયે અપનાવો આ સ્ટ્રેટેજી

IBPS PO Exam 2021 : આઈબીપીએસ પીઓની પરીક્ષામાં ગણતરીના દિવસો બાકી, આવી રીતે કરો નજર

IBPS PO Exams : IBPS PO Prelims Exams 2021: 4 ડિસેમ્બર, 2021ના રોજ IBPS POની પ્રીલિમ્સ પરીક્ષા (IBPS PO Prelims Exams 2021) શરૂ થવા જઇ રહી છે અને વિદ્યાર્થીઓ પાસે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે અપનાવો આ સ્ટ્રેટેજી

    IBPS PO Prelims Exams 2021: 4 ડિસેમ્બર, 2021ના રોજ IBPS POની પ્રીલિમ્સ પરીક્ષા (IBPS PO Prelims Exams 2021) શરૂ થવા જઇ રહી છે અને વિદ્યાર્થીઓ પાસે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. એક સારું રીવિઝન  ( IBPS PO Prelims Exams 2021Revision) અને પ્લાનિંગ ( IBPS PO Prelims Exams 2021Planning) તમને કોઇ પણ પરીક્ષા ( IBPS PO Prelims Exams 2021Exam Preparation) પાસ કરવા માટે સક્ષમ બનાવે છે, કારણ કે આ વખતે સ્પર્ધા ખૂબ વધુ હશે. તેથી ધ્યાન રાખો કે આપેલી સમય મર્યાદામાં તમામ પ્રશ્નોના જવાબ આપી શકો. કારણ કે સમય હવે ખૂબ ઓછો છે, તો પરીક્ષાની તૈયારી માટે તમારી પાસે રીવિઝન કરવા એક ચોક્કસ પ્લાનિંગ હોવું ખૂબ જરૂરી છે.

    પસંદગી પ્રક્રિયા

    IBPS PO પરીક્ષા 2021ના ​​ત્રણ તબક્કામાં પાસ થયા પછી તમને IBPS PO નિયુક્ત કરવામાં આવશે. આ ત્રણ તબક્કા છે:

    1. પ્રિલીમ્સ પરીક્ષા

    2. મેઈન્સ પરીક્ષા

    3. ઇન્ટરવ્યૂ

    IBPS PO 2021 માટે પરીક્ષા પેટર્ન

    IBPS POની પ્રિલીમ્સ પરીક્ષામાં ઉમેદવારોને 100 ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછવામાં આવશે. બીજા સ્ટેજમાં તમને અંગ્રેજીના ડિસ્ક્રિપ્ટીવ પેપર સાથે 200+25 MCQ પ્રશ્નો આપવાના રહેશે. અને છેલ્લા સ્ટેજ એટલે કે ઇન્ટરવ્યૂમાં 100 માર્ક્સના મૌખિક પ્રશ્નો પૂછવામાં આવશે.

    આ પણ વાંચો :  PSI-LRD ભરતીના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ, એકથી વધુ કોલલેટર મળ્યા હોય તો આ રીતે થશે રદ

    IBPS PO પ્રિલીમ્સ પરીક્ષા પેટર્ન

    IBPS POની પ્રિલિમ પરીક્ષામાં 60 મિનિટના સમયગાળા સાથે કુલ 100 પ્રશ્નો હશે. પ્રશ્નો MCQ પેટર્નમાં હશે અને દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણનું નેગેટિવ માર્કિંગ હશે.






































    S.NO વિષયનું નામ પ્રશ્નોની સંખ્યા મહત્તમ માર્ક્સ સમય
    1 અંગ્રેજી 30 30 20 મિનિટ
    2 ક્વોન્ટિટેટીવ એપ્ટીટ્યૂડ 30 30 20 મિનિટ
    3 રીઝનિંગ 35 35 20 મિનિટ
    ટોટલ 100 100 60 મિનિટ



    નોંધઃ IBPSની અધિકૃત વેબસાઈટ મુજબ, ઉમેદવારોએ IBPS દ્વારા નક્કી કરવામાં આવનાર ન્યૂનતમ કટ-ઓફ માર્કસ મેળવીને ત્રણેય ટેસ્ટમાંથી દરેકમાં લાયક પાત્ર થવું પડશે.

    IBPS PO મેઇન્સ પરીક્ષા પેટર્ન

    IBPS PO મેઇન્સ પરીક્ષામાં મલ્ટીપલ ચોઈસ પ્રકારના પ્રશ્નો પણ હશે, જે થોડા વધુ અઘરા હશે. પ્રિલિમ પરીક્ષાની સરખામણીમાં પ્રશ્નોની સંખ્યા અને પરીક્ષાનો સમયગાળો વધારે છે. આ ઉપરાંત, તમે જે ખોટા જવાબ આપો છો તેના માટે IBPS PO મુખ્ય પરીક્ષામાં 0.25 નું નેગેટિવ માર્કિંગ પણ છે. પૂછાયેલા પ્રશ્નોની સંખ્યા અને IBPS PO મુખ્ય પરીક્ષાના દરેક વિભાગને જવાબ આપવા માટે આપવામાં આવેલ સમયગાળો જાણવા માટે નીચે આપેલ કોષ્ટક પર એક નજર કરો.




















































    S. NO વિભાગનું નામ પ્રશ્નોની સંખ્યા મહત્તમ ગુણ સમયગાળો
    1 રીઝનિંગ અને કમ્પ્યૂટર એપ્ટીટ્યૂડ 45 60 60 મિનિટ
    2 ઇંગ્લિશ 35 40 40 મિનિટ
    3 ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન 35 60 45 મિનિટ
    4 જનરલ ઇકોનોમી અને બેંકિંગ અવેરનેસ 40 40 35 મિનિટ
    ટોટલ 155 200 3 કલાક
    5 ઇંગ્લિશ ભાષા(પત્ર લેખન અને નિબંધ) 2 25 30 મિનિટ



    નોંધઃ અધિકૃત IBPS વેબસાઇટ મુજબ, IBPSને પરીક્ષાના માળખામાં ફેરફાર કરવાનો અધિકાર છે જેની જાણ તેની અધિકૃત વેબસાઇટ દ્વારા કરવામાં આવશે. પરીક્ષા સંબંધિત અન્ય વિગતવાર માહિતી માહિતી હેન્ડઆઉટમાં આપવામાં આવશે, જે ઉમેદવારોને અધિકૃત IBPS વેબસાઇટ પરથી કૉલ લેટર્સ સાથે ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ કરાશે.

    આ પણ વાંચો :  PSI-LRD ભરતીના કોલલેટર અપલોડ થયા, OJAS પરથી આવી રીતે કરી શકાશે ડાઉનલોડ

    મોક ટેસ્ટ બનશે મદદ રૂપ

    પરીક્ષા ખૂબ નજીકના સમયમાં હોવાથી ઉમેદવારો પાસે રીવીઝન માટે પૂરતો સમય રહ્યો નથી. છતા પણ તમે પરીક્ષામાં સારું પ્રદર્શન કરવા માટે મોક ટેસ્ટ પ્રેક્ટિસ કરી શકો છો. જે તમને પરીક્ષાની પેટર્ન અને ટેપિકને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ બનશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Careers, Exam, IBPS

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन