Home /News /career /

IBPS Clerk Recruitment: IBPS ની ક્લાર્ક પોસ્ટ માટે ભરતી, આવી રીતે કરો અરજી

IBPS Clerk Recruitment: IBPS ની ક્લાર્ક પોસ્ટ માટે ભરતી, આવી રીતે કરો અરજી

IBPS Clerk Recruitment: IBPS ની ક્લાર્ક પોસ્ટ માટે ભરતી

IBPS Clerk 2022 Notification : જે ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરશે તેમને સૌથી પહેલા IBPS ક્લાર્ક માટેની પ્રિલિમ પરીક્ષા માટે બોલાવવામાં આવશે. 28 ઓગસ્ટ, 3 સપ્ટેમ્બર અને 4 સપ્ટેમ્બર 2022ના રોજ પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે

IBPS Clerk 2022 Notification: ઈન્સ્ટીટ્યુટ ઓફ બેન્કિંગ પર્સોનલ (IBPS)એ ક્લાર્કની પોસ્ટ પર ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ માટે અરજી કરવા માગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. 1 જુલાઈ, 2022ના રોજ બેન્કની વેબસાઈટ ibps.in પર ક્લાર્ક માટેની ઓનલાઈન અરજી (IBPS Clerk Recruitment)જાહેર થશે.

જે ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરશે તેમને સૌથી પહેલા IBPS ક્લાર્ક માટેની પ્રિલિમ પરીક્ષા માટે બોલાવવામાં આવશે. 28 ઓગસ્ટ, 3 સપ્ટેમ્બર અને 4 સપ્ટેમ્બર 2022ના રોજ પ્રિલિમ પરીક્ષા (IBPS Clerk Prelims Exam) લેવામાં આવશે. IBPS ક્લાર્કની મેઈન્સ પરીક્ષા 8 ઓક્ટોબર 2022ના યોજવામાં આવશે. જે ઉમેદવાર પ્રિલિમ પરીક્ષામાં ઉતીર્ણ થશે તે ઉમેદવારોએ મેઈન્સ પરીક્ષા આપવાની રહેશે.

વર્ષ 2021માં બેન્ક ઓફ ઈન્ડિયા, કેનરા બેન્ક, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, યૂકો બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્ક, યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેન્ક, પંજાબ & સિન્ડ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં 7,855 પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે.

જુલાઈ 2022માં આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે ઉમેદવાર આ પરીક્ષામાં ઉતીર્ણ થશે તે ઉમેદવારોનું એપ્રિલ 2023માં પોસ્ટીંગ કરવામાં આવશે.

આ પણ વાંચો - ભારતીય સેનામાં વિવિધ પોસ્ટ પર ભરતી, 10મું પાસ કરી શકે છે અરજી, મળશે 29,200 રૂપિયા સુધી પગાર

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ યોગ્ય શિક્ષણ મેળવેલું હોવું જોઈએ.
ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત થયેલ માર્કશીટ અથવા ડિગ્રી હોવી જોઈએ. ઉમેદવાર પાસે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. જે માટે કમ્પ્યુટર મેનેજમેન્ટ, ઈન્ફોર્મેશન ટેકનોલોજીનું સર્ટીફિકેટ હોવું જરૂરી છે અથવા શાળા અને કોલેજમાં કમ્પ્યુટર વિષય હોવો જરૂરી છે.

વયમર્યાદા (IBPS Clerk 2022 Age Limit)

20 to 28 years

ઉમેદવાર 20 થી 28 વર્ષ સુધીની ઉંમર ધરાવતો હોવો જોઈએ.

એક્ઝામ પેટર્ન (IBPS Clerk 2022 Exam Pattern)

આ એક્ઝામમાં કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે.

અંગ્રેજી ભાષા- 30 માર્કના 30 પ્રશ્નો

ન્યૂમેરિકલ એબિલિટી- 30 માર્કના 30 પ્રશ્નો

રિઝનિંગ એબિલિટી- 30 માર્કના 30 પ્રશ્નો

નેગેટીવ માર્કિંગ- 0.25 માર્ક

એડમિટ કાર્ડ (IBPS Clerk Admit Card 2022)

બેન્કની અધિકૃત વેબસાઈટ પર આ પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. જે માટે ઉમેદવારોએ રજિસ્ટર નંબર અને પાસવર્ડ તરીકે જન્મતારીખનો ઉપયોગ કરવાનો રહેશે.

પરિણામ (IBPS Clerk Result 2022)

પ્રિલિમ અને મેઈન્સ પરીક્ષા લેવાય તેના એક મહિનામાં જ અધિકૃત વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવશે.

અરજી પ્રક્રિયા (How to Apply)

- IBPSની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો.
- ત્યારબાદ 'CRP Clerk-XII' પર ક્લિક કરો.
- ત્યારબાદ એક વિન્ડો ઓપન થશે, જ્યાં “CLICK HERE FOR NEW REGISTRATION” પર ક્લિક કરો અને રજિસ્ટર કરો. ત્યારબાદ અરજી ફોર્મમાં બેઝિક ઈન્ફોર્મેશન એન્ટર કરો.
- ત્યારબાદ ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરો.
- હવે અરજી ફી ભરો અને ત્યારબાદ એપ્લિકેશન સબમિટ કરો.
Published by:Ashish Goyal
First published:

Tags: Bank Jobs, Governmet Jobs, Jobs alert, Jobs news, Jobs Vacancy

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन