IBPS Clerk Recruitment 2021: 11 બેન્કમાં ક્લાર્કની 7858 જગ્યા માટે ભરતી, અરજી કરવાનો આજે છેલ્લો દિવસ

11 બેન્કો આ ભરતીમાં ભાગ લઈ રહી છે. નોકરી માટે આજે જ કરો એપ્લાય

Bank Clerk Recruitment 2021: આઈબીપીએસની ક્લાર્કની ભરતી માટે આજે ફટાફટ ઓનલાઇન એપ્લિકેશન ક

  • Share this:
    IBPS clerk Recruitment 2021: દેશની 11 રાષ્ટ્રીયકૃત બેંકમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે આઈબીપીએસ પ્રોબેશનરી ઓફિસરની ભરતી બહાર પડી છે (IBPS clerk Recruitment) દેશની 11 બેન્કોમાં જુદી જુદી 7858 જગ્યાઓ આ ભરતીના માધ્યમથી ભરવામાં આવશે. આ નોકરી માટે એપ્લાય કરવાની આજે અંતિમ તારીખ છે આજના દિવસમાં આ નોકરી માટે ઓનલાઇન ફોર્મ ભરી શકાશે (Recruitment 2021 Posts, IBPS clerk Recruitment 2021 last date of application) ઉમેદવારોની પસંદગી પરીક્ષા અને ઈન્ટરવ્યૂના માધ્યમથી કરવલામાં આવશે.

    આ પરીક્ષા માટે સંભવિત ઓનલાઇન પરીક્ષા ડિસેમ્બરમાં રોજ યોજાઈ શકે છે જ્યારે તેનું સંભવિત પરિણામ જાન્યુઆરી સુધીમા આવી શકે છે. પ્રિલીમ પરીક્ષા બાદ મેઇન્સ પરીક્ષા યોજાશે જેમાં ઉતિર્ણ થનારા ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

    લાયકાત : આ નોકરી માટે 27-10 -2021 સુધીમાં દેશી કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ઉમેદવારો માટે ઉંમર 1-10-2021ના રોજ ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 30 હોવી જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ.

    આ પણ વાંચો : IBPS PO Recruitment 2021: 11 બેન્કમાં પ્રોબેશનરી ઑફિસરની નોકરી, 4135 જગ્યા પર ભરતી માટે ફટાફટ કરો એપ્લાય

    આ બેંકોમાં થશે ભરતી

    આઈબીપીએસ 2021ની આ ભરતી માટે 11 બેન્કો ભાગ લઈ રહી છે જેમાં બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીસ બેન્ક, પંજાબ નેશનલ બેંક, પંજાબ સિંધ બેંક, યૂકો બેંક, યુનિય બેંક ઓફ ઇન્ડિયા વગેરેનો સમાવેશ થાય છે.



































    નોકરી : IBPS PO Recruitment
    જગ્યા : 4135
    લાયકાત : ગ્રેજ્યુએશન




    ઉંમર :
    20-30 (કેટેગરીના બાંધછોડ સાથે)
    એપ્લાય કરવાની અંતિમ તારીખ : 27મી ઑક્ટો 2021
    પરીક્ષાની ફી : એસટી, પીડબલ્યૂડબીડી ઉમેદવારો માટે રૂપિયા 175 છે જ્યારે અન્ય ઉમેદવારો માટે 850 રૂપિયા
    જાહેરાત વાંચવા : ભરતીની જાહેરાત વાંચવા ક્લિક કરો
    ઓનલાઇન એપ્લાય કરવા ઓનલાઇન એપ્લાય કરવા ક્લિક કરો

    પસંદગી પ્રક્રિયા

    આ નોકરી માટે 100 માર્કની પ્રિલિમીનરી પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં 30 માર્ક્સનું અંગ્રેજી, 35 માર્ક્સનું ક્વોન્ટેટિવ એપ્ટિટ્યૂડ અને 35 માર્ક્સનું રિઝનીંગ પૂછાશે. આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બોલાવાશે. જેમાં 60 માર્ક્સનું રિઝનીંગ અને કમ્પ્યુટર એપ્ટિટ્યૂડ, 40 માર્ક્સનું જનરલ અને બેન્કિંગ અવેરનેસ, 40 માર્ક્સનું અંગ્રેજી, 60 માર્ક્સનું ડેટા એનાલિસીસ અને ઇન્ટરપ્રિટેશન એમ કુલ 200 માર્ક્સનું પેપર પૂછાશે.

    કેવી રીતે એપ્લાય કરશો

    આઈબીપીએસની વેબસાઇટ પર જઈને સીધા ઓનલાઇન એપ્લિકેશન કરી શકાશે. એપ્લિકેશન માટે જરૂરી સૂચનાઓ વાંચવી રહી, આ સૂચનાઓ વાંચ્યા વગર એપ્લાય કરવું નહીં. એપ્લીકેશન માટેની ફીસ એસસી, એસટી, પીડબલ્યૂડબીડી ઉમેદવારો માટે રૂપિયા 175 છે જ્યારે અન્ય ઉમેદવારો માટે 850 રૂપિયા ફીસ છે.
    Published by:Jay Mishra
    First published: