બેંકિંગમાં સરકારી નોકરી(Government Jobs in Banking) મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે આઇબીપીએસ(IBPS)ની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા(IBPS Exams) તરફ યુવાનો વધુ આકર્ષાય છે. કારણ કે, તેમાં પગાર, ભથ્થા અને જોબ સિક્યોરિટી (Salary, Allowances and Job Security) વધુ સારી છે. આ પરીક્ષા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં ઉમેદવારો અરજી કરે છે અને પરીક્ષા આપે છે. પરંતુ આપને જણાવી દઇએ કે આ પરીક્ષા પાસ કરવી કોઇ સરળ કામ નથી. તેના માટે સખત મહેનત અને તૈયારીની જરૂર પડે છે. સારી તૈયારી કરવા માટે સૌથી મહત્વનો છે સિલેબસ(IBPS Clerk Exam Syllabus). સિલેબસની જાણકારી વગર તમે વાંચવાની શરૂઆત કરી શકશો નહીં. તેથી આ પરીક્ષા આપવા ઇચ્છુક ઉમેદવારોને આજે અમે આ પરીક્ષાના પ્રીલિમ્સ અને મેઇન્સને સિલેબસ (IBPS Clerk Syllabus 2021) તેમજ પરીક્ષા પેટર્ન (Exam Pattern) અને ભરતી પ્રક્રિયા વિશે જણાવશું.
ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન એટલે કે IBPSએ 6 ઓક્ટોબર, 2021ના રોજ પોતાની ઓફિશ્યલ વેબસાઇટ https://ibps.in પર IBPS Clerk 2021 ભરતી માટે નોટિફીકેશન જાહેર કરી હતી. જેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 ઓક્ટોબર હતી.
ક્લર્કની પરીક્ષા માટેનો અભ્યાસક્રમ
વિસ્તૃત સિલેબસ જાણીને તમને વાંચવા અને સમજવા માટે ટાઇમટેબલ બનાવવામાં મદદ મળશે. દરેક વિષય કે ટોપિકને પર્યાપ્ત સમય ફાળવીને તમે સારા માર્ક્સથી પાસ થઇ શકો છો.
પ્રીલીમ્સ પરીક્ષા
આઇબીપીએસ ક્લર્ક પ્રીલીમ્સ પરીક્ષામાં 3 સેક્શન – અંગ્રેજી ભાષા, રીઝનિંગ અને ક્વોન્ટમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પરીક્ષામાં DI સંખ્યાત્મક જ્ઞાનનું મહત્વ વધુ છે. તો રીઝનિંગમાં PUZZEL સૌથી મહત્વનો ટોપિક છે. ઉપરોક્ત બંને વિષયો પર ઉમેદવારો યોગ્ય મહેનત કરે છે તો સારા માર્ક્સ મેળવી શકે છે, કારણ કે આ બંને વિષયો મગજ અને આંકડાની રમત છે. અંગ્રેજી સેક્શનમાં Reading Comprehensionમાંથી 7-8 પ્રશ્નો પૂછવામાં આવે છે.
અંગ્રેજી – Reading Comprehension, Fillers (Double fillers, Multiple Sentence Fillers, Sentence Fillers), New Pattern Cloze Test, Phrase Replacement, Odd Sentence Out cum Para Jumbles, Inference, Sentence Completion, Connectors, Paragraph Conclusion, Phrasal Verb Related Questions, Error Detection Questions, Word usage/ Vocab Based Questions).
પ્રીલીમ્સ અને મેઇન્સ બંને માટે સિલેબર લગભગ સરખા છે. પરંતુ મેઇન્સમાં અન્ય એક વિષય ઉમેરવામાં આવ્યો છે. જ્યારે અન્ય વિષયોમાં એક-બે ટોપિક ઉમેરવામાં આવ્યા છે.
અંગ્રેજી - Reading comprehension, Fillers (Double fillers, Multiple Sentence Fillers, Sentence Fillers), New Pattern Cloze Test, Phrase Replacement, Odd Sentence Out cum Para Jumbles, Inference, Sentence Completion, Connectors, Paragraph Conclusion, Phrasal Verb Related Questions, Error Detection Questions, Word usage/ Vocab Based Questions.
રીઝનીંગ એન્ડ કમ્પ્યુટર એપ્ટીટ્યૂડ - પઝલ્સ, બેઠક વ્યવસ્થા, દિશા નિર્દેશ, બ્લડ રીલેશન, ન્યાય, ઓર્ડર અને રેન્કિંગ, કોડિંગ-ડિકોડિંગ, મશીન ઇનપુટ-આઉટપુટ, અસમાનતા, આલ્ફા-ન્યૂમેરિકલ-સિંબલ સીરિઝ, ડેટા એફિશીએન્સી, અલ્ફાબેટ સંબંધિત પ્રશ્નો, લોજીકલ રીઝનીંગ, કમ્પ્યુટરનો ઇતિહાસ અને વિકાસ, કમ્પ્યૂટર ઓર્ગેનાઇઝેશ ઇન્ટ્રોડક્શન, કમ્પ્યૂટર મેમરી, હાર્ડવેર અને I/O ડિવાઇસ, સોફ્ટવેર, કમ્પ્યુટર ભાષા, સિસ્ટમ, નેટવર્ક, ઇન્ટરનેટ, એમ.એસ ઓફિસ સૂટ એન્ડ શોર્ટ કટ કી, બેઝિક ઓફ ડીબીએમએસ, નંબર સિસ્ટમ અને કન્વર્ઝન, કમ્પ્યુટર અને નેટવર્ક સિક્યોરીટી
ક્વોન્ટિટેટીવ એપ્ટીટ્યૂડ – ડેટા એફિશીએન્સી, ક્વોન્ટિટેટીવ એપ્ટીટ્યૂડ, ડેટા એનાલિસીસ અથવા DI(બાર ગ્રાફ, લાઇન ચાર્ટ, ટેબ્યુલર કેસલેટ, રડાર/વેબ, પાઇ ચાર્ટ), અસામનતા(દ્વિઘાતી સમીકરણ), નંબર સીરીઝ, એસ્ટીમેશન એન્ડ સિમ્પ્લીફિકેશન, ડેટા સફીસીએન્સી, મિસેલીનિયસ એરિથમેટીક પ્રોબ્લેમ્સ, (HCF અને LCM, નફો અને નુકસાન, SI અને CI, પ્રોબ્લેમ્સ ઓફ એજીસ, કાર્ય અને સમય, ગતિ-અંતર અને સમય, સંભાવના, એરીયા સ્કેલ, ક્રમ પરીવર્તન અને સંયોજન, સરેરાશ, રેશિયો અને પ્રોગ્રેસન, ભાગીદારી, હોડી અને પ્રવાહ સંબંધિત સવાલો, ટ્રેન, મિક્સ્ચર એન્ડ ચાર્જ, પાઇપ અને ટાંકીને લગતા સવાલો.
જનરલ/ફાઇનાન્સિયલ અવેરનેસ – બેંકિંગ અને ઇન્શ્યોરન્સ અવેરનેસ, ફાઇનાન્સિયલ અવેરનેસ, ગવર્નમેન્ટ સ્કીમ અને પોલીસી, કરન્ટ અફેર્સ, સ્ટેટિક અવેરનેસ.