Jobs and career: દેશમાં અત્યારે સરકારી નોકરીઓ ચારે બાજુથી ખુલી રહી છે. ત્યારે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં (Intelligence Bureau) સિક્યુરિટી આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર સહિતની ગ્રુપ બી અને ગ્રુપ સીની 766 જગ્યાઓ માટે એપ્લિકેશન પ્રક્રિયા ચાલી રહી છે. આ સાથે જ ખાલી જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે. આઈબીમાં નોટિફિકેશન અનુસાર, આ ભરતી અભિયાન હેઠળ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ડેપ્યુટેશનના આધારે પોસ્ટ કરવામાં આવશે. જ્યારે અરજી પ્રક્રિયા ઓફલાઇન મોડમાં હાથ ધરવામાં આવશે અને આ બાબતે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ mha.gov.in પર વધુ વિગતો મેળવી શકે છે.
અહી ઉલ્લેખનિય છે કે, કેન્દ્રીય પોલીસ સંગઠનો અથવા રાજ્ય પોલીસ સંગઠનો અથવા સંરક્ષણ દળો હેઠળના અધિકારીઓ માટે અરજી પ્રક્રિયા ચાલુ છે અને અરજદારો માટેના અન્ય માપદંડો નીચે જણાવેલ લિંક પર ચકાસી શકાય છે.
આઇબીમાં નોકરી માટે અરજી પ્રક્રિયા ઓફલાઇન મોડમાં હાથ ધરવામાં આવશે અને આ અંગે વધુ માહિતી આપતા આઇબીએ જણાવ્યું છે કે, ઉમેદવારે છેલ્લા ડેપ્યુટેશનથી 3 વર્ષ સુધી કુલિંગ-ઓફ પિરિયડ પૂર્ણ કર્યો હોવો જોઈએ તેમજ 1થી વધુ ડેપ્યુટેશન ન લેનાર ઉમેદવાર સહાયક નિયામક / જી -3 સુધી, ઇન્ટેલિજન્સ બ્યુરો, ગૃહ મંત્રાલય, 35 એસ પી માર્ગ, બાપુ ધામ, નવી દિલ્હી-110021 ખાતે ડોક્યુમેન્ટ મોકલી શકે છે.
ઇન્ટેલિજન્સ બ્યુરોમાં જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર અને સિક્યુરિટી આસિસ્ટન્ટ સહિત અન્ય જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારની ઉંમર 56 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
આ ઉપરાંત આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસરની જગ્યાઓ માટે ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર અથવા સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ. ઉમેદવાર પાસે સુરક્ષા અથવા ઇન્ટેલિજન્સનો 2 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ. તમામ પોસ્ટ્સ માટે અલગ લાયકાત સૂચવવામાં આવી છે. આ નોકરી માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ પોસ્ટ-વાઇઝ જરૂરી શૈક્ષણિક લાયકાત, જરૂરી દસ્તાવેજો અને અન્ય મહત્વપૂર્ણ વિગતો વાંચી લેવી હિતાવહ છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર