IB Recruitment 2022 : ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં (IB)માં સહાયક કેન્દ્રીય ગુપ્તચર અધિકારી (Assistant Central Intelligence Officer) ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો જાણો કેવી રીતે કરી શકે છે અરજી
IB Recruitment 2022 : ઇન્ટેલિજન્સ બ્યુરો (IB Recruitment 2022) સહાયક કેન્દ્રીય ગુપ્તચર અધિકારી (Assistant Central Intelligence Officer) ગ્રેડ 2/ટેક્નિકલ પરીક્ષા 2022 માટે ઉમેદવારોની ભરતી કરવા જઈ રહ્યું છે. જે માટે 2020, 2021 અને 2022ના કોઈપણ વર્ષ માટે GATE સ્કોર કાર્ડ (GATE Score Card) ધરાવતા ઉમેદવારો 16 એપ્રિલ, 2022થી ઓનલાઈન અરજીઓ (Apply Online) સબમિટ કરી શકે છે. આ ભરતી પરીક્ષા દ્વારા કુલ 150 ખાલી જગ્યાઓ પર ભરતી થવાની છે. ઓનલાઈન અરજીઓ 16 એપ્રિલ 2022 થી 7 મે 2022 સુધી કરી શકાશે. આપને જણાવી દઇએ કે, નિયત તારીખ પછી કોઈપણ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
IB Recruitment 2022 : આ પોસ્ટ પર કરવામાં આવશે ભરતી
કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ટેકનોલોજી - 56 જગ્યાઓ
ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન - 94 જગ્યાઓ
IB Recruitment 2022 : શૈક્ષણિક લાયકાત
ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન અથવા કમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા કમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં માન્ય ગેટ સ્કોર 2020, 2021 અને 2022 હોવો આવશ્યક છે. અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા ફિઝીક્સમાં સાયન્સ સાથે ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં માન્યતા પ્રાપ્ત સંસ્થા કે યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી કરેલી હોવી આવશ્યક છે.
માન્ય યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન અથવા કમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા કમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં માન્ય ગેટ સ્કોર 2020, 2021 અને 2022 હોવો આવશ્યક છે
પસદંગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી GATE માર્ક્સ અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ગેટ સ્કોરનું વેઇટેજ 1000 છે અને ઇન્ટરવ્યૂ 175 માર્ક્સ માટે હશે. ઇન્ટરવ્યુ માટે હાજર રહેલા ઉમેદવારોએ સાયકોમેટ્રિક/એપ્ટિટ્યુડ ટેસ્ટમાં હાજર રહેવું જરૂરી છે, જે ઇન્ટરવ્યુ પ્રક્રિયાનો એક ભાગ હશે.
અરજી ફી
આ પદો પર અરજી કરવા ઇચ્છુક જનરલ/ EWS/ OBC કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા અરજી રાખવામાં આવી છે. જ્યારે SC/ ST/ મહિલાઓ/ એક્સ સર્વિસમેનને અરજી કરવા માટે કોઇ જ ફી ચૂકવવાની રહેશે નહીં.
ઉપરોક્ત પદો પર અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 27 વર્ષ હોવી જરૂરી છે.
IB Recruitment 2022 : કઇ રીતે કરવામાં આવશે પસંદગી
ઉમેદવારોની પસંદગી GATE માર્ક્સ અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ગેટ સ્કોરનું વેઇટેજ 1000 છે અને ઇન્ટરવ્યૂ 175 માર્ક્સ માટે હશે. ઇન્ટરવ્યુ માટે હાજર રહેલા ઉમેદવારોએ સાયકોમેટ્રિક/એપ્ટિટ્યુડ ટેસ્ટમાં હાજર રહેવું જરૂરી છે, જે ઇન્ટરવ્યુ પ્રક્રિયાનો એક ભાગ હશે.
આ પણ વાંચો : GPCB Recruitment 2022 : જીપીસીબીમાં 42 એપ્રેન્ટિસની ભરતી, અહીંથી સીધા કરો અરજી
IB Recruitment 2022 : એપ્લિકેશન ફોર્મ
રસ ધરાવતા ઉમેદવારો 16 એપ્રિલથી 7 મે 2022 સુધી ઓનલાઈન મોડ દ્વારા પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી લિંક નિયત સમયે આપવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નવીનતમ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ તપાસતા રહે.
IB Recruitment 2022 : કેટલી રહેશે એપ્લિકેશન ફી
આ પદો પર અરજી કરવા ઇચ્છુક જનરલ/ EWS/ OBC કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા અરજી રાખવામાં આવી છે. જ્યારે SC/ ST/ મહિલાઓ/ એક્સ સર્વિસમેનને અરજી કરવા માટે કોઇ જ ફી ચૂકવવાની રહેશે નહીં.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર