Home /News /career /

IAS officer Career: આઈએએસ અધિકારી પ્રમોશન મેળવીને ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે?

IAS officer Career: આઈએએસ અધિકારી પ્રમોશન મેળવીને ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે?

IAS અધિકારી

IAS Career: ભારતીય એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઉપરાંત આ પરીક્ષા દ્વારા, ઓલ ઈન્ડિયા પોલીસ સર્વિસ (IPS), ઈન્ડિયન ફોરેન સર્વિસ (IFS) જેવી અન્ય ઘણી સેવાઓ પણ પસંદ કરવામાં આવે છે.

  ભારતમાં સૌથી વધુ આકર્ષક નોકરી ભારતીય એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (Indian Administrative Service) એટલે કે ભારતીય વહીવટી સેવાઓ (IAS) છે. જેમાં લગભગ દરેક ભારતીય યુવક પસંદગી પામવાનું સપનું જુએ છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (Union Public Service Commission) દ્વારા લેવામાં આવતી આ પરીક્ષામાં દર વર્ષે લાખો યુવાનો ભાગ લે છે. ભારતીય એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઉપરાંત આ પરીક્ષા દ્વારા, ઓલ ઈન્ડિયા પોલીસ સર્વિસ (IPS), ઈન્ડિયન ફોરેન સર્વિસ (IFS) જેવી અન્ય ઘણી સેવાઓ પણ પસંદ કરવામાં આવે છે. IAS એ ભારતીય બ્યૂરોક્રેસીનો અભિન્ન અંગ છે.

  ઈતિહાસ

  ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારત પર શાસન કરતી હતી. ત્યારે અંગ્રેજોએ ભારતમાં ઇન્ડિયન સિવિલ સર્વિસીસ દાખલ કરી હતી. તેને ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટેડ, નોન કોન્ટ્રાક્ટેડ અને સ્પેશિયલ સિવિલ સર્વિસીસ. 1893 થી તેની નિમણૂક વાર્ષિક પરીક્ષા દ્વારા શરૂ થઈ હતી. તે 1858 થી 1947 સુધી બ્રિટિશ ભારતની ટોચની સિવિલ સર્વિસ હતી. ICS માટે અંગ્રેજોની છેલ્લી નિમણૂક 1942માં થઈ હતી.

  1919માં ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ હેઠળ આ ઈમ્પિરિયલ સર્વિસને ઓલ ઇન્ડિયા સર્વિસ અને સેન્ટ્રલ સર્વિસીસ એમ બે ભાગમાં વહેંચવામાં આવી હતી. 1946માં તત્કાલીન કેન્દ્રીય કેબિનેટે ઈમ્પિરિયલ સિવિલ સર્વિસ (આઈસીએસ)ની તર્જ પર ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ)ની રચના કરવાનો નિર્ણય કર્યો હતો.

  પરીક્ષા

  IAS અધિકારીઓની પસંદગી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા કરવામાં આવે છે. રાજ્યની નાગરિક સેવાઓના પ્રમોટ થયેલા કેટલાક અધિકારીઓ પણ IAS કેડરમાં જોડાય છે. કેટલાક ખાસ કિસ્સાઓમાં તેઓ બિન-રાજ્ય નાગરિક સેવાઓમાંથી પણ પસંદ કરવામાં આવે છે. તમામ IAS અધિકારીઓની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.

  ટ્રેઈનિંગ પછી

  ● લાલ બહાદુર શાસ્ત્રી એકેડેમી મસૂરી ખાતે તાલીમ લીધા બાદ ફાળવેલ કેડરમાં જિલ્લા પ્રશિક્ષણ સાથે IAS અધિકારીઓ તેમની કારકિર્દીની શરૂઆત કરે છે.
  ● પછી રાજ્ય વહીવટમાં તે ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ADM) તરીકે કામ કરવાનું શરૂ કરે છે, તેને જિલ્લા અથવા તાલુકાનો હવાલો આપવામાં આવે છે.
  જો એસડીએમની નિમણૂક આપવામાં આવે તો તહેસીલની કાયદો અને વ્યવસ્થાની કામગીરી સોંપવામાં આવે છે.
  ● જિલ્લા પ્રશિક્ષણ પછી IAS અધિકારીઓ ત્રણ મહિના માટે કેન્દ્ર સરકારમાં સહાયક સચિવ તરીકે કામ કરે છે.
  ● તે પછી તેઓને જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા અન્ય નિમણૂકો મળે છે.
  ● IAS અધિકારીઓને સરકારી વિભાગો અથવા મંત્રાલયોમાં પણ મોકલી શકાય છે. ડેપ્યુટેશન પર હોય ત્યારે તેઓને વિશ્વ બેંક, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, એશિયન ડેવલપમેન્ટ બેંક, એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર અને તેની એજન્સીઓમાં પોસ્ટ કરવામાં આવી શકે છે.

  આઈએએસ અધિકારીઓની ફરજો

  ● જ્યારે પ્રાદેશિક પોસ્ટ પર પોસ્ટ કરવામાં આવે ત્યારે એસડીએમ અથવા એડીએમ, જિલ્લા મેજિસ્ટ્રેટ અને ડિવિઝનલ કમિશનર તરીકે મહેસૂલ બાબતોની અદાલત બનવું. આવક એકત્રિત કરવાની ફરજ હોય છે.
  ● કાયદો અને વ્યવસ્થા જાળવવી.
  ● કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓનો જમીની સ્તરે અમલીકરણ.
  ● પ્રદેશમાં સરકારના એજન્ટ તરીકે કામ કરવું, એટલે કે જનતા અને સરકાર વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરવું.
  ● સંબંધિત મંત્રાલય અથવા વિભાગના પ્રભારી મંત્રી સાથે પરામર્શ કરીને નીતિની રચના અને અમલીકરણ સહિત સરકારના વહીવટ અને રોજબરોજની બાબતોનું સંચાલન કરવું.
  ● કેબિનેટ સચિવ, સચિવ, અધિક સચિવ, સંયુક્ત સચિવ અને રાજ્ય સચિવાલયમાં મુખ્ય સચિવ, કેન્દ્રીય સચિવાલયમાં અધિક મુખ્ય સચિવ/વિશેષ મુખ્ય સચિવ અને અગ્ર સચિવ તરીકે નીતિ ઘડવામાં યોગદાન આપવું.

  ક્યાંથી ક્યાં સુધી પહોંચે છે કરિયર

  ફિલ્ડ પોસ્ટિંગ પર

  નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ (જુનિયર ટાઈમ સ્કેલ)
  અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (સિનિયર ટાઈમ સ્કેલ)
  જિલ્લા મેજિસ્ટ્રેટ (જુનિયર વહીવટી ગ્રેડમાંથી પસંદગીનો ગ્રેડ)
  વિભાગીય કમિશનર (વરિષ્ઠ વહીવટી ગ્રેડથી ઉચ્ચ વહીવટી ગ્રેડ)
  રાજ્ય સરકારમાં

  અન્ડર સેક્રેટરી (જુનિયર ટાઈમ સ્કેલ)
  ડેપ્યુટી સેક્રેટરી (સિર. ટાઈમ સ્કેલ)
  જોઈન્ટ સેક્રેટરી (જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ)
  વિશેષ સચિવ (પસંદગી ગ્રેડ)
  સચિવ (વરિષ્ઠ વહીવટી ગ્રેડ)
  મુખ્ય સચિવ (ઉચ્ચ વહીવટી ગ્રેડ)
  મુખ્ય સચિવ (એપેક્સ સ્કેલ)
  કેન્દ્ર સરકારમાં પોસ્ટિંગ

  આ પણ વાંચોઃ-Government job: આ અઠવાડિયામાં DRDO, BSF, Banking, MHA સહિતની સરકારી નોકરીઓ પર કરો અરજી

  મદદનીશ સચિવ (જુનિયર ટાઈમ સ્કેલ)
  અવર સચિવ (વરિષ્ઠ સમય ધોરણ)
  નાયબ સચિવ (જુનિયર વહીવટી ગ્રેડ)
  નિયામક (પસંદગી ગ્રેડ)
  સંયુક્ત સચિવ (વરિષ્ઠ વહીવટી ગ્રેડ)
  અધિક સચિવ (ઉચ્ચ વહીવટી ગ્રેડ)
  સચિવ (એપેક્સ સ્કેલ)
  ભારતના કેબિનેટ સચિવ (કેબિનેટ સચિવ ગ્રેડ)
  કયા ગ્રેડ પર કેટલુ મળે છે વેતન

  આ પણ વાંચોઃ-Career tips: શું તમારે ધોરણ 12 પછી ઘરે બેઠા ભણવું છે? : જાણો ઇગ્નુમા ચાલતા ડિસ્ટન્સ લર્નીગ કોર્સ વિશે

  1.જુનિયર ટાઈમ સ્કેલ રૂ.56,100 થી રૂ.132000

  સિનિયર ટાઈમ સ્કેલ રૂ. 67,700 થી રૂ. 1.60,000
  જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ રૂ.78,800 થી રૂ.1,91,500
  પસંદગી ગ્રેડ રૂ. 1,18,500 થી રૂ. 2,14,100
  વરિષ્ઠ વહીવટી ગ્રેડ રૂ. 1,44,200 થી રૂ. 2,18,200
  ઉચ્ચ વહીવટી ગ્રેડ રૂ. 1,82,000 થી રૂ. 2,24,100
  એપેક્સ સ્કેલ રૂ. 2,25,000
  કેબિનેટ સેક્રેટરી ગ્રેડ રૂ. 2,50,000
  પ્રમોશન અને પોસ્ટિંગ કેવી રીતે માપવામાં આવે છે
  IAS અધિકારીઓની કામગીરીનું મૂલ્યાંકન પર્ફોર્મન્સ એપ્રેઝલ રિપોર્ટ (PAR) પરથી માપવામાં આવે છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Career News, IAS officer, Jobs and Career

  આગામી સમાચાર