Home /News /career /

IARI Recruitment : ધો. 10 પાસ માટે બમ્પર ભરતી, રૂ. 21,700 પગારથી થશે શરૂઆત

IARI Recruitment : ધો. 10 પાસ માટે બમ્પર ભરતી, રૂ. 21,700 પગારથી થશે શરૂઆત

ઈન્ડિયન એગ્રીકલ્ચર રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ (Indian Agricultural Research Institute (IARI) દ્વારા ભરતી

IARI Technician Recruitment 2021 : ઈન્ડિયન એગ્રીકલ્ચર રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ (Indian Agricultural Research Institute (IARI) દ્વારા ધો.10 પાસ માટે બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, અહીંથી સીધા કરો અરજી

    IARI Technician Recruitment 2021 Notification: ઈન્ડિયન એગ્રીકલ્ચર રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ (Indian Agricultural Research Institute (IARI) દ્વારા 18 ડિસેમ્બર થી 24 ડિસેમ્બર દરમિયાન રોજગાર અખબારમાં ટેક્નિશિયનની પોસ્ટ માટે જાહેરાત આપવામાં આવી છે. અરજી કરવા માટેની લિંન્ક ફિશિયલ વેબસાઈટ iari.res.in પરથી ઉપલબ્ધ થશે. આ લિન્કના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકાશે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 10 જાન્યુઆરી 2022 પહેલા ઓનલાઈન કરજી કરી શકશે.

    આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી 641 ખાલી પડેલા પદો પર ભરતી કરવામાં આવશે. જાહેરાતમાં આપવામાં આવેલી વિગતો અનુસાર ધોરણ 10 પાસ અને 18 વર્ષ થી 30 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો IARI Technician Recruitment 2021 અંતર્ગત અરજી કરી શકશે.



    શૈક્ષણિક લાયકાત- માધ્યમિક

    અરજી કરનાર ઉમેદવારો માટે ઓનલાઈન પરીક્ષા 25 જાન્યુઆરી 2022ના રોજ યોજવામાં આવશે. પસંદ કરાયેલ ઉમેદવારોએ એક વર્ષની નોકરી પરની તાલીમ લેવી પડશે, જે પસંદ કરાયેલ ઉમેદવારોને સંબંધિત સંસ્થાઓ દ્વારા આપવામાં આવશે. એક વર્ષની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી, સંબંધિત સંસ્થાના નિયામક દ્વારા આ અંગેનું પ્રમાણપત્ર ઉમેદવારને આપવામાં આવશે

    IARI Technician Recruitment 2021 - મહત્વની તારીખ

    • અરજી કરવાની શરૂઆત - 18 ડિસેમ્બર 2021

    • અરજી કરવાની અંતિમ તારીખ - 10 જાન્યુઆરી 2022

    • ઓબ્જેક્ટિવ પરીક્ષાની તારીખ (CBT)- 25 જાન્યુઆરી થી 05 ફેબ્રુઆરી,2022 વચ્ચે


    આ પણ વાંચો: Central Bank of India Recruitment : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 115 જગ્યા માટે ભરતી, 89,890 રૂ. સુધી મળશે પગાર

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા641
    લાયકાતધો.10 પાસ અથવા સમકક્ષ
    પસંદગી પ્રક્રિયા

    ઉમેદવારોની પસંદગી ઓનલાઈન પરીક્ષાના આધારે કરવામાં આવશે.

    અરજી કરવાની ફી1,000 રૂ.
    અરજી કરવાની અંતિમ તારીખ10-1-2021
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    IARI Technician Recruitment 2021 – ખાલી પડેલા પદો

    ટેક્નિશિયન (T-1) - 641

    • જનરલ-286

    • SC-93

    • ST-68

    • OBC- 133

    • EWS-61


    IARI Technician Recruitment 2021 - પગાર

    રૂ. 21700 (બેસિક) + લેવલ 3 અલાઉન્સ ઈનડેક્સ 1 (7th CPC)

    IARI Technician Recruitment 2021 – લાયકાત

    શૈક્ષણિક લાયકાત:

    ધોરણ 10 પાસ અથવા સમકક્ષ

    વય મર્યાદા:

    18 થી 30 વર્ષ

    IARI Technician Recruitment 2021 – પસંદગી પ્રક્રિયા

    ઉમેદવારોની પસંદગી ઓનલાઈન પરીક્ષાના આધારે કરવામાં આવશે.

    IARI Technician Recruitment 2021 – પરીક્ષા પેટર્ન

    કોમ્પ્યૂટર બેઝ્ડ ટેસ્ટમાં MCQ પ્રકારની 100 પ્રશ્નો હશે, જે તમામમાં 4 વિકલ્પ હશે, જેમાંથી ઉમેદવારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે. દરેક સાચા જવાબનો 1 માર્ક મળશે. દરેક ખોટા જવાબ માટે મેળવેલા માર્ક્સમાંથી 0.25 માર્કસ ધટાડવામાં આવશે.

    આ પણ વાંચો : Sarkari Naukri : સુરત મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા 66 શિક્ષકોની ભરતી, રૂ. 31,340 પગારથી થશે શરૂઆત

    IARI Technician Recruitment 2021 – કઈ રીતે કરશો અરજી?

    લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 18 ડિસેમ્બર 2021 થી 10 જાન્યુઆરી 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે:

    1. ઓનલાઈન અરજી કરવા માટે સૌ પ્રથમ તમારુ રજીસ્ટ્રેશન કરાવો.

    2. હવે તમામ વિગતો સાથે એપ્લિકેશન ફોર્મ ભરો.

    3. અરજી કરવાની ફી ભરી અને ફોર્મ સબમીટ કરો.

    First published:

    Tags: Employment news, Jobs, કેરિયર

    આગામી સમાચાર