Home /News /career /IARI Recruitment 2022 : 10 પાસ માટે રૂ. 21,700 પગારની નોકરી, અરજી કરવાની અંતિમ તક

IARI Recruitment 2022 : 10 પાસ માટે રૂ. 21,700 પગારની નોકરી, અરજી કરવાની અંતિમ તક

ઈન્ડિયન એગ્રીકલ્ચર રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ (Indian Agricultural Research Institute (IARI) દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ધો. 10 પાસ પણ આ ભરતીમાં અરજી કરી શકશે

IARI Recruitment 2022 : કેન્દ્ર સરકારની સંસ્થામાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો અહીંયા આપેલી લિન્કના માધ્યમથી ઓનલાઈન અરજી (IARI Technician Recruitment 2022 Online Applicaiton) કરી શકાશે.

IARI Technician Recruitment 2022 Notification: ઈન્ડિયન એગ્રીકલ્ચર રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ (Indian Agricultural Research Institute (IARI) દ્વારા 18 ડિસેમ્બર થી 24 ડિસેમ્બર દરમિયાન રોજગાર અખબારમાં ટેક્નિશિયનની પોસ્ટ માટે જાહેરાત આપવામાં આવી છે. અરજી કરવા માટેની લિંન્ક ફિશિયલ વેબસાઈટ iari.res.in પરથી ઉપલબ્ધ થશે. આ લિન્કના માધ્યમથી ઓનલાઈન અરજી (IARI Technician Recruitment 2022 Online Applicaiton) કરી શકાશે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 10 જાન્યુઆરી 2022 પહેલા ઓનલાઈન કરજી કરી શકશે. આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી 641 ખાલી પડેલા પદો પર ભરતી કરવામાં (IARI Technician Recruitment 2022 Last Date of Online Application) આવશે. જાહેરાતમાં આપવામાં આવેલી વિગતો અનુસાર ધોરણ 10 પાસ અને 18 વર્ષ થી 30 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો IARI Technician Recruitment 2022અંતર્ગત અરજી કરી શકશે. આ નોકરી કરવાની અંતિમ તારીખ નજીક આવી ગઈ હોઈ ઉમેદવારો નવા વર્ષની શરૂઆતમા આ નોકરી માટે ઓનલાઇન અરજી કરી શકે છે. આમ આજે આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ છે. અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે.

શૈક્ષણિક લાયકાત- માધ્યમિક

અરજી કરનાર ઉમેદવારો માટે ઓનલાઈન પરીક્ષા 25 જાન્યુઆરી 2022ના રોજ યોજવામાં આવશે. પસંદ કરાયેલ ઉમેદવારોએ એક વર્ષની નોકરી પરની તાલીમ લેવી પડશે, જે પસંદ કરાયેલ ઉમેદવારોને સંબંધિત સંસ્થાઓ દ્વારા આપવામાં આવશે. એક વર્ષની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી, સંબંધિત સંસ્થાના નિયામક દ્વારા આ અંગેનું પ્રમાણપત્ર ઉમેદવારને આપવામાં આવશે

IARI Technician Recruitment 2022 - મહત્વની તારીખ

  • અરજી કરવાની શરૂઆત - 18 ડિસેમ્બર 2021

  • અરજી કરવાની અંતિમ તારીખ - 10 જાન્યુઆરી 2022

  • ઓબ્જેક્ટિવ પરીક્ષાની તારીખ (CBT)- 25 જાન્યુઆરી થી 05 ફેબ્રુઆરી,2022 વચ્ચે


આ પણ વાંચો : MIDHANI Recruitment 2022 : ભારત સરકારની મીનીરત્ન કંપનીમાં ભરતી, 1.80 લાખ સુઘી મળશે પગાર

નોકરીની ટૂંકી વિગતો
જગ્યા641
લાયકાતધો.10 પાસ અથવા સમકક્ષ
પસંદગી પ્રક્રિયાઉમેદવારોની પસંદગી ઓનલાઈન પરીક્ષાના આધારે કરવામાં આવશે.
અરજી કરવાની ફી1,000 રૂ.
અરજી કરવાની અંતિમ તારીખ10-1-2022
ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



IARI Technician Recruitment 2022 – ખાલી પડેલા પદો

ટેક્નિશિયન (T-1) - 641

  • જનરલ-286

  • SC-93

  • ST-68

  • OBC- 133

  • EWS-61


IARI Technician Recruitment 2022 - પગાર

રૂ. 21700 (બેસિક) + લેવલ 3 અલાઉન્સ ઈનડેક્સ 1 (7th CPC)

IARI Technician Recruitment 2022– લાયકાત

શૈક્ષણિક લાયકાત:

ધોરણ 10 પાસ અથવા સમકક્ષ

વય મર્યાદા:

18 થી 30 વર્ષ

IARI Technician Recruitment 2022 – પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી ઓનલાઈન પરીક્ષાના આધારે કરવામાં આવશે.

IARI Technician Recruitment 2022 – પરીક્ષા પેટર્ન

કોમ્પ્યૂટર બેઝ્ડ ટેસ્ટમાં MCQ પ્રકારની 100 પ્રશ્નો હશે, જે તમામમાં 4 વિકલ્પ હશે, જેમાંથી ઉમેદવારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે. દરેક સાચા જવાબનો 1 માર્ક મળશે. દરેક ખોટા જવાબ માટે મેળવેલા માર્ક્સમાંથી 0.25 માર્કસ ધટાડવામાં આવશે.

આ પણ વાંચો : ALIMCO Recruitment 2022: મીની રત્ન કંપનીમાં ભરતી, 1.80 લાખ સુધી મળશે પગાર

IARI Technician Recruitment 2022 – કઈ રીતે કરશો અરજી?

લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 18 ડિસેમ્બર 2021 થી 10 જાન્યુઆરી 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે:

  • ઓનલાઈન અરજી કરવા માટે સૌ પ્રથમ તમારુ રજીસ્ટ્રેશન કરાવો.

  • હવે તમામ વિગતો સાથે એપ્લિકેશન ફોર્મ ભરો.

  • અરજી કરવાની ફી ભરી અને ફોર્મ સબમીટ કરો.

First published:

Tags: Jobs and Career, Recruitment 2022, Sarkari Naukri 2022

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો