ઈન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (IARI Recruitment 2022) ટૂંક સમયમાં જ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ (Jobs in ICAR) અને તેની સંસ્થાઓના મુખ્યાલયમાં ભરતી માટે આસિસ્ટન્ટની પોસ્ટ (Jobs for Assistant Post) માટે નોટિફિકેશન બહાર પાડી રહ્યું છે. અહેવાલો અનુસાર, આ ભરતી અભિયાન દ્વારા કુલ 462 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જોકે, સમયને અનુકૂળ સ્થિતિમાં આ પોસ્ટની સંખ્યામાં વધારો કે ઘટાડો થઇ શકે છે.
ICAR ભરતી 2022માં રસ ધરાવતા ઉમેદવારો પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અને તેમની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે, સરકારના નિયમો અનુસાર, અમુક કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં રાહત આપવામાં આવશે.
ICAR સંસ્થા માટે પસંદ કરાયેલ ઉમેદવારોને રૂ. 35400/- ચૂકવવામાં આવશે અને ICAR હેડક્વાર્ટર માટે રૂ. 44900 ચૂકવવામાં આવશે. સંસ્થા તેની ઓફિશિયલ વેબસાઇટ - iari.res.in પર અરજીઓ મંગાવશે. ICAR સહાયક 2022 માટે અરજી કરવા માટે ઉમેદવારોને નોટિફીકેશનની રાહ જોવાની સલાહ આપવામાં આવે છે.
IARI Recruitment 2022 શૈક્ષણિક લાયકાત
માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે.
આ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી પરીક્ષા દ્વારા કરવામાં આવશે. સંસ્થા પાસે 20 વિભાગો 5 મલ્ટી ડિસિપ્લીનરી કેન્દ્રો દિલ્હીમાં સ્થિત છે, 8 પ્રાદેશિક સ્ટેશનો, 2 ઑફ-સીઝન નર્સરીઓ, 3 ઓલ ઇન્ડિયા કો-ઓર્ડિનેટેડ રીસર્ચ પ્રોજેક્ટ્સ છે. જેમાં IARI ખાતે મુખ્ય મથક છે અને 10 નેશનલ સેન્ટર ફંક્શનિંગ ઓલ ઇન્ડિયા કો-ઓર્ડિનેટેડ રીસર્ચ પ્રોજેક્ટ હેઠળ કાર્યરત છે.
જેમાં 3540ની મંજૂર સ્ટાફ સંખ્યા જેમાં વૈજ્ઞાનિક, ટેકનિકલ, વહીવટી અને સહાયક કર્મચારીઓનો સમાવેશ થાય છે.
જાહેર કરવામાં આવેલ શોર્ટ નોટિફીકેશનમાં જણાવ્યા અનુસાર, ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો 7 મે, 2022ના રોજથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે અરજી કરવાની અંતિમ તારીખ 1 જૂન, 2022 રાખવામાં આવી છે. પોસ્ટ અને રજીસ્ટ્રેશન સંબંધિત વધુ જાણકારી માટે તમે ઓફિશ્યલ વેબસાઇટ www.iari.res.inની મુલાકાત લઇ શકો છો. જણાવી દઇએ કે જે એપ્લિકેશન ફોર્મ ભરવાની અંતિમ તારીખ બાદ કરવામાં આવતી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર