Home /News /career /

IAF Recruitment 2022: અગ્નિપથ યોજના 2022 અંતર્ગત ભારતીય વાયુસેનાએ શરુ કર્યું રજીસ્ટ્રેશન, આ રીતે કરો અરજી

IAF Recruitment 2022: અગ્નિપથ યોજના 2022 અંતર્ગત ભારતીય વાયુસેનાએ શરુ કર્યું રજીસ્ટ્રેશન, આ રીતે કરો અરજી

ભારતીય વાયુ સેનામાં ભરતી

iaf recruitment via agneepath yojana 2022: આજે એટલે કે 24 જૂન, 2022 સવારે 10 વાગ્યાથી અગ્નિપથ યોજનામાં અગ્નિવીર (Agneepanth and agniveer scheme) તરીકે જોડાવવા માંગતા યુવાનો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન (Online registration) શરૂ કરી દેવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
    Jobs and career: અત્યારે સરકારી નોકરીઓ (sarkai naukri) માટેની બંપર ભરતીઓ (recruitment) બહાર નીકળી છે. ત્યારે આજે એટલે કે 24 જૂન, 2022 સવારે 10 વાગ્યાથી અગ્નિપથ યોજનામાં અગ્નિવીર (Agneepanth and agniveer scheme) તરીકે જોડાવવા માંગતા યુવાનો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન (Online registration) શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉમેદવારો આ માટે અધિકૃત વેબસાઇટ - agnipathvayu.cdac.in પર જઈને આ યોજના માટે ઑનલાઇન અરજી કરી શકે છે.

    જણાવી દઈએ કે, અગ્નિપથ યોજના અંતર્ગત IAF ભરતી 2022 રજીસ્ટ્રેશન 5 જુલાઈ, 2022ના રોજ પૂર્ણ થશે. ઉમેદવારોએ નોંધ લેવી કે અગ્નિવીર તરીકે લાયક બનવા માટે તેમના માટે પાત્રતા માપદંડોને પરિપૂર્ણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પછીથી કોઈપણ મુશ્કેલીઓ ટાળવા માટે તેઓએ ઓનલાઈન અરજી કરતા પહેલા સત્તાવાર સૂચનામાંથી આ માપદંડોને ક્રોસ-ચેક કરવું આવશ્યક છે.

    અગ્નિપથ યોજનાની ઓફિશિયલ નોટિફિકેશનમાં IAFએ ઉલ્લેખ કર્યો છે કે એપ્લિકેશન ફોર્મ્સ ભરવાની પ્રક્રિયા ઓફિશિયલ વેબસાઇટ પર સવારે 10 વાગ્યાથી શરુ થઈ ગઈ છે. ઉમેદવારોએ તેમના મહત્વપૂર્ણ દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ આ અરજીમાં જોડવાના રહેશે. આ અરજી કરવા માટે આવશ્યક નીચે આપેલ પગલાં તપાસો.



    અગ્નિપથ યોજના 2022 અંતર્ગત IAF ભરતી: કેવી રીતે અરજી કરવી

    - ભાવિ અગ્નિવીરોએ ભારતીય વાયુસેનાની સત્તાવાર વેબસાઇટ - agnipathvayu.cdac.inની મુલાકાત લેવી આવશ્યક છે.
    - હોમપેજ પર અગ્નિપથ ટેબ પર જાઓ અને પછી સંબંધિત ઑનલાઇન અરજી લિંક પર ક્લિક કરો.
    - સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરો અને પછી તમામ મહત્વપૂર્ણ વિગતો આપીને અરજી કરવાનું શરૂ કરો.
    - દસ્તાવેજો અપલોડ કરો અને અરજી ફી ચૂકવો.
    - ભારતીય વાયુસેના માટે તમારું અગ્નિવીર રજીસ્ટ્રેશન પૂર્ણ થશે.
    - ભાવિ સંદર્ભો માટે એપ્લિકેશન ફોર્મની નકલ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો.

    આ પણ વાંચોઃ-BSNL Recruitment 2022 : એપ્રેન્ટિસ જગ્યાઓ પર કરો અરજી, મળશે મન્થલી સ્ટાઈપેન્ડ, વિગતે વાંચો

    અગ્નિપથ યોજના 2022 દ્વારા IAF ભરતી - અરજી કરવા માટેની લિંક

    મહત્વનું છે કે આ માટે અરજી કરવા માટે એક માન્ય ઈમેલ આઈડી, ફોન નંબર જેવી સંપર્ક વિગતો અને ફોટો આઈડી પ્રૂફની જરૂર પડશે. આ દસ્તાવેજો વિના રજીસ્ટ્રેશન પ્રોસેસમાં મુશ્કેલી થઈ શકે છે.

    આ પણ વાંચોઃ-Bank of Baroda Recruitment 2022: BOBમાં સ્પેશ્યાલીસ્ટ ઓફિસરની ભરતી, વાંચો સંપૂર્ણ વિગતો

    આ યોજના દ્વારા IAF ભરતી માટેની પરીક્ષાની તારીખો જુલાઈ 24, 2022 પછીની છે. જો કે, પ્રથમ અગ્નિવર્સ ઇન્ટેક માટે છેલ્લે બોલાવવામાં આવેલા ઉમેદવારોની યાદી 11 ડિસેમ્બર, 2022ના રોજ પ્રકાશિત કરવામાં આવશે. અરજી કરવા માટેની લિંક અને અન્ય વિગતો માટે સત્તાવાર વેબસાઇટ પર ચકાસો.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन