Home /News /career /

IAFમાં ફ્લાઈંગ ઓફિસર કેવી રીતે બનવું? જાણો તમામ માહિતી એક ક્લિકમાં

IAFમાં ફ્લાઈંગ ઓફિસર કેવી રીતે બનવું? જાણો તમામ માહિતી એક ક્લિકમાં

પ્રતિકાત્મક તસવીર

IAF Recruitment: ફ્લાઈંગ બ્રાન્ચમાં શોર્ટ સર્વિસ કમિશન 14 વર્ષ માટે હોય છે. ગ્રેજ્યુએટ/એન્જિનિયર તરીકે, ઉમેદવારો એર ફોર્સ એકેડેમી દ્વારા ફ્લાઈંગ શાખામાં પ્રવેશ કરી શકે છે.

  ભારતીય વાયુસેના (IAF)માં ફ્લાઇંગ ઓફિસર બનવા (How to become Flying Officer in IAF) ઇચ્છુક AFCAT, UPSC NDA, NCC અને UPSC CDS 2022 પરીક્ષાઓ દ્વારા અરજી કરી શકે છે. અહીં અમે તમને 12મું પાસ અથવા ગ્રેજ્યુએટ ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ બ્રાન્ચમાં કારકિર્દી (Career) કઇ રીતે બનાવી શકે તેના વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

  AFCAT) ફ્લાઈંગ બ્રાન્ચમાં શોર્ટ સર્વિસ કમિશન એન્ટ્રી


  ફ્લાઈંગ બ્રાન્ચમાં શોર્ટ સર્વિસ કમિશન 14 વર્ષ માટે હોય છે. ગ્રેજ્યુએટ/એન્જિનિયર તરીકે, ઉમેદવારો એર ફોર્સ એકેડેમી દ્વારા ફ્લાઈંગ શાખામાં પ્રવેશ કરી શકે છે, જ્યાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ફાઈટર પાઈલટ અથવા હેલિકોપ્ટર પાઈલટ અથવા ટ્રાન્સપોર્ટ પાઈલટ તરીકે તાલીમ આપવામાં આવે છે અને તેઓ વિવિધ શાંતિ અને યુદ્ધ સમયના મિશનનો ભાગ બને છે.

  ઉંમર - 20 થી 24 વર્ષ

  શૈક્ષણિક લાયકાત


  -10+2 લેવલે ગણિત અને ફિઝીક્સમાં ઓછામાં ઓછા 50% ગુણ
  -માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ઓછામાં ઓછા 60% ગુણ સાથે ગ્રેજ્યુએટ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60% ગુણ અથવા BE/B ટેક (ચાર વર્ષનો અભ્યાસક્રમ) કરેલો હોવો જોઇએ.
  -ઇન્સ્ટિટ્યુટ એન્જિનિયર્સ (ઇન્ડિયા) અથવા એરોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાની એસોસિયેટ મેમ્બરશિપ ઓફ સેક્શન A & B પરીક્ષા માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60% અથવા તેના સમકક્ષ ગુણ સાથે ક્લિયર કરેલી હોવી જોઇએ.
  -ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ પણ અરજી કરવા પાત્ર છે.

  UPSC નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA)


  ડિફેન્સમાં ઈચ્છુક ઉમેદવારો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવામાં આવતી પરીક્ષા આપીને NDAમાં જોડાઈ શકે છે. પ્રારંભિક પસંદગી પ્રક્રિયા પછી IAF માટે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોને ખડકવાસલા ખાતેની નેશનલ ડિફેન્સ એકેડેમીમાં ત્રણ વર્ષની સખત તાલીમ પદ્ધતિમાંથી પસાર થવાનું રહે છે, ત્યારબાદ તાલીમ સંસ્થાઓ પૈકીની એકમાં વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે.

  ઉંમર - 16 1/2 થી 19 1/2 વર્ષ (કોર્સ શરૂ થવાના સમયે).

  શૈક્ષણિક લાયકાત
  ફિઝીક્સ અને ગણિત સાથે 10+2. અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પણ અરજી કરવા પાત્ર છે.

  યુપીએસસી કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસિસ (CDS)


  સ્નાતક/એન્જિનિયર તરીકે, ઉમેદવારો એર ફોર્સ એકેડેમી દ્વારા ફ્લાઈંગ શાખામાં પ્રવેશ કરી શકે છે, જ્યાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ફાઈટર પાઈલટ અથવા હેલિકોપ્ટર પાઈલટ અથવા ટ્રાન્સપોર્ટ પાઈલટ તરીકે તાલીમ આપવામાં આવે છે.

  ઉંમર – 20થી 24 વર્ષ

  શૈક્ષણિક લાયકાત


  માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં બેચલર/BE/B ટેક (ચાર વર્ષનો અભ્યાસક્રમ).
  અંતિમ વર્ષ/સેમેસ્ટરના વિદ્યાર્થીઓ પણ અરજી કરવા પાત્ર છે.

  આ પણ વાંચોઃ-Gujarat SWM Bharti 2022: કમિશ્નર ગ્રામ વિકાસ કચેરીમાં SWM કન્સલ્ટન્ટની ભરતી, રૂ.40,000 સુધી પગાર


  નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)


  નેશનલ કેડેટ કોર્પ્સના એર વિંગ સિનિયર ડિવિઝન ‘C’ પ્રમાણપત્ર ધારક ઉમેદવારો ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ બ્રાન્ચમાં અરજી કરી શકે છે. પુરૂષો અને મહિલાઓ આ પ્રવેશ પદ્ધતિ દ્વારા એરફોર્સમાં જોડાઈ શકે છે.

  ઉંમર – 20થી 24 વર્ષ

  શૈક્ષણિક લાયકાત
  - 10+2 લેવલમાં ગણિત અને ફિઝીક્સમાં 50 ટકા માર્ક્સ
  - યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ.

  અથવા

  - ઓછામાં ઓછા 60% સાથે BE/બી.ટેક

  અથવા

  - ઇન્સ્ટિટ્યુટ એન્જિનિયર્સ (ઇન્ડિયા) અથવા એરોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાની એસોસિયેટ મેમ્બરશિપ ઓફ સેક્શન A & B પરીક્ષામાં માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60% સાથે ક્લિયર.

  - અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પણ જો કોઇ બેકલોગ ન હોય તો અરજી કરી શકે છે.

  ભારતીય વાયુસેના (IAF) ફ્લાઈંગ ઓફિસરનું પ્રમોશન અને જવાબદારીઓ

  ચીફ – એર ચીફ માર્શલ
  ડિરેક્ટર લેવલ - એર માર્શલ
  એર વાઇસ માર્શલ
  એર કોમોડોર

  એક્ઝિક્યુટિવ લેવલ – ગ્રુપ કેપ્ટન
  વિંગ કમાન્ડર
  સ્ક્વાડ્રન લીડર

  જૂનિયર લેવલ - ફ્લાઇટ લિક્વિટનન્ટ
  ફ્લાઇંગ ઓફિસર

  આ પણ વાંચોઃ-ITI limbadi Bharti 2022: ITI ભરતી લીંબડીમાં સુપરવાઈઝરની ભરતી, વાંચો સંપૂર્ણ વિગત


  IAFમાં પગારધોરણ


  એર ફોર્સ ઓફિસરને માસિક રૂ.56,100 સ્ટાઇપેન્ડ મળે છે. ફ્લાઇટ કેડેટ્સને તાલીમના એક વર્ષ દરમિયાન દર મહિને રૂ. 56,100નું ફિક્સ સ્ટાઇપેન્ડ મળશે.
  Published by:ankit patel
  First published:

  Tags: Career News, Jobs and Career, Recruitment, Recruitment 2022

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन