Home /News /career /IAF Recruitment: ભારતીય વાયુસેનામાં થઇ રહી છે ભરતી, આજે જ કરો અપ્લાય
IAF Recruitment: ભારતીય વાયુસેનામાં થઇ રહી છે ભરતી, આજે જ કરો અપ્લાય
એર ફોર્સમાં ભરતી
IAF Recruitment 2022: આ પરીક્ષા દ્વારા IAF 271 જગ્યાઓ ભરવાનું વિચારી રહી છે. આમાં પુરુષો માટે 246 પોસ્ટ અને મહિલા ઉમેદવારો માટે 25 પોસ્ટનો સમાવેશ થાય છે.
Jobs and Career: ભારતીય વાયુસેના (IAF Recruitment 2022) એ બુધવારે એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT Jobs) 2/2022 માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ afcat.cdac.in પર અરજી કરી શકે છે. અરજી (Apply) કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2022 છે.
આ પરીક્ષા દ્વારા IAF 271 જગ્યાઓ ભરવાનું વિચારી રહી છે. આમાં પુરુષો માટે 246 પોસ્ટ અને મહિલા ઉમેદવારો માટે 25 પોસ્ટનો સમાવેશ થાય છે. પરીક્ષા 26 ઓગસ્ટ, 2022 થી 28, 2022 સુધી ઓનલાઈન મોડમાં લેવામાં આવશે. પરીક્ષાઓ બે શીફ્ટમાં લેવામાં આવશે. જેમાં પહેલી શિફ્ટ 7:30થી શરૂ થશે, જ્યારે બીજી શિફ્ટ બપોરે 12:30 વાગ્યાથી શરૂ થશે.
કઇ રીતે ઉમેદવારો કરી શકે છે અરજી
-ઉમેદવારોએ પહેલા સત્તાવાર વેબસાઇટ afcat.cdac.in પર જવાનું રહેશે.
- આ પછી, તેઓએ 'AFCAT 2/2022 Cycle' લિંક પર ક્લિક કરવાનું રહેશે.
-ઉમેદવારોએ હવે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
-ત્યાર બાદ ફોર્મમાં જરૂરી વિગતો ભરવાનું રહેશે.
-ફોર્મ ભર્યા ઉમેદવારો તેમના દસ્તાવેજો, સ્કેન કરેલી સહી તેમજ ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના રહેશે.
-ફોર્મ ભર્યા બાદ તમારે એપ્લિકેશન ફી ભરવાની રહેશે.
-ફી ચૂકવ્યા બાદ હવે સબમિટ બટન પર ક્લિક કરો.
-ઉમેદવારોએ કરેલી એપ્લિકેશનની એક પ્રિન્ટ પોતાની પાસે રાખવી, જેથી ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં લઇ શકાય.
જણાવી દઇએ કે, અંતિમ તારીખ બાદ કરવામાં આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં.
કોણ કરી શકે અરજી? રસ ધરાવનારાઓ ઉમેદવારોએ ધોરણ-12ની પરીક્ષામાં ગણિત અને ફિઝીક્સની પરીક્ષાઓમાં ઓછામાં ઓછા 50 ટકા ગુણ મેળવ્યા હોવા જોઈએ. તેઓએ 60 ટકા ગુણ સાથે ત્રણ વર્ષનો ડિગ્રી કોર્સ પણ પૂરો કર્યો હોવો જોઈએ અથવા ચાર વર્ષનો બીઇ /બી ટેક ડિગ્રી પૂર્ણ કર્યો હોવો જોઈએ.
કેટલી રહેશે વયમર્યાદા? 1 જુલાઈ, 2023ના રોજ ઉમેદવારોની ઉંમર 20 થી 24 વર્ષ પૂર્ણ થયેલી હોવી આવશ્યક છે. આનો અર્થ એ થયો કે ઉમેદવારોનો જન્મ 2 જુલાઈ, 1999થી 1 જુલાઈ, 2003 ની વચ્ચે થયો હોવો જોઈએ. નોંધનીય છે કે, ડીજીસીએ (ભારત) દ્વારા જારી કરવામાં આવેલ માન્ય અને વર્તમાન કોમર્શિયલ પાયલોટ લાયસન્સ ધરાવતા ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 26 વર્ષ સુધી હળવી કરવામાં આવી છે. એટલે કે તેમનો જન્મ 2 જુલાઈ 1997થી 1 જુલાઈ, 2003ની વચ્ચે થયો હોવો જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર