Home /News /career /IAF Recruitment 2022: એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન આવતા અઠવાડિયે થશે શરૂ
IAF Recruitment 2022: એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન આવતા અઠવાડિયે થશે શરૂ
એરફોર્સમાં ભરતી
IAF AFCAT Recruitment 2022: ઉમેદવારોએ નોંધ લેવી કે, AFCAT 2022ની પોસ્ટ માટે ઑનલાઇન અરજી પ્રક્રિયા જૂન 1, 2022 થી શરૂ થશે અને નોંધણી માટેની છેલ્લી તારીખ 30 જૂન, 2022 છે.
Jobs and career: ભારતીય વાયુસેના (Indian Air Force, IAF)એ AFCAT 02/2022 ફ્લાઈંગ બ્રાન્ચ અને ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ અને નોન-ટેકનિકલ પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત બહાર પાડી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો https://afcat.cdac.in/AFCAT/ પર જાહેર કરાયેલ પાત્રતા માપદંડોને જોયા પછી પોસ્ટ માટે અરજી કરી શકે છે. ઉમેદવારોએ નોંધ લેવી કે, AFCAT 2022ની પોસ્ટ માટે ઑનલાઇન અરજી પ્રક્રિયા જૂન 1, 2022 થી શરૂ થશે અને નોંધણી માટેની છેલ્લી તારીખ 30 જૂન, 2022 છે.