Home /News /career /અગ્નિપથ યોજના : વાયુ સેનામાં અગ્નિવીરની ભરતી માટે રજિસ્ટ્રેશન સમાપ્ત, રેકોર્ડ 7.5 લાખ અરજી મળી
અગ્નિપથ યોજના : વાયુ સેનામાં અગ્નિવીરની ભરતી માટે રજિસ્ટ્રેશન સમાપ્ત, રેકોર્ડ 7.5 લાખ અરજી મળી
અગ્નિપથ યોજનાની જાહેરાત 14 જૂનના રોજ કરવામાં આવી હતી
IAF Agniveer Recruitment 2022 : વાયુસેનાની કોઇ ભરતી માટે પ્રાપ્ત થનારી અરજીની આ સૌથી મોટી સંખ્યા છે, વાયુ સેનામાં અગ્નિવીરોની ભરતી માટે અરજી પ્રક્રિયા 24 જૂન 2022થી શરૂ થઇ હતી
IAF Agniveer Recruitment 2022, Agnipath Scheme: અગ્નિપથ યોજના (Agnipath Scheme)અંતર્ગત ભારતીય વાયુસેનામાં અગ્નિવીરોની ભરતી (IAF Agniveer Recruitment 2022) માટે મોટી સંખ્યામાં અરજી મળી છે. ભારતીય વાયુસેના (Indian Air Force)દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે અરજીની અંતિમ તારીખ 5 જુલાઇ 2022 સુધી અગ્નિવીરો ભરતી માટે કુલ 7,49,899 અરજી મળી છે. વાયુસેનાની કોઇ ભરતી માટે પ્રાપ્ત થનારી અરજીની આ સૌથી મોટી સંખ્યા છે. આથી એવું કહેવું ખોટું નહીં હોય કે વાયુસેનાની અગ્નિવીર ભરતી માટે રેકોર્ડ સંખ્યામાં અરજીઓ આવી છે.
ઉલ્લેખનીય છે કે વાયુ સેનામાં અગ્નિવીરોની ભરતી માટે અરજી પ્રક્રિયા 24 જૂન 2022થી શરૂ થઇ હતી. આ પહેલા અગ્નિપથ યોજનાની જાહેરાત 14 જૂનના રોજ કરવામાં આવી હતી. ભરતી માટે ઉમેદવારોએ આધિકારિક વેબસાઇટ agnipathvayu.cdac.in પર જઇને અરજી જમા કરાવવાની હતી. જેના માટે સાયન્સમાં 12 પાસ ઉમેદવાર અરજી કરવા માટે લાયક હતા.
અગ્નિપથ યોજનાના માધ્યમથી આર્મી, નેવી અને વાયુ સેનામાં અગ્નિવીરોની ભરતી કરવામાં આવી રહી છે. જેમની નિમણુક ચાર વર્ષ માટે રહેશે. 4 વર્ષ પછી 25 ટકા અગ્નિવીરોને સ્થાઇ કરવામાં આવશે. જ્યારે 75 ટકા અગ્નિવીરોને રિટાયર્ડ કરવામાં આવશે. વાયુસેનામાં કુલ 3500 અગ્નિવીરોની ભરતી થવાની છે.બીજી તરફ થલ સેના અને નૌસેનામાં પણ અગ્નિવીરોની ભરતી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 1 જુલાઇથી શરુ થઇ ગઈ છે.
4 વર્ષ પછી જ્યારે કોઈ યુવક ભારતીય સેના છોડશે, ત્યારે તેને 12 મા નું પ્રમાણપત્ર આપવામાં આવશે. જ્યાં ઉચ્ચ શિક્ષણ મંત્રાલયે પણ કહ્યું છે કે તેઓ 12મું કરાવશે. જે બાદ 12મું પાસ કરનારાઓ માટે પણ કામ ચાલુ છે. થોડા જ દિવસોમાં અમે જણાવી દઈશું કે તેમના માટે કયા પ્રકારના વિકલ્પ છે. જો કોઈ વ્યક્તિ આગળ અભ્યાસ ચાલુ રાખવા ઈચ્છે છે, તો 12માંના પ્રમાણપત્ર સાથે કોઈપણ કોલેજમાં એડમિશન લઈ શકે છે.
6 મહિના પછી નોકરીની તાલીમ
સેનાએ જણાવ્યું, અમે દરરોજ જિમ જેવી ટ્રેનિંગ કરીએ છીએ. 6 મહિના પછી જ્યારે ઔપચારિક તાલીમ પૂરી થશે ત્યારે પણ અમે નોકરી પરની તાલીમ આપવાનું ચાલુ રાખીશું. તેમને ઉચ્ચ ટેકનોલોજી સાથે કામ કરવાની તક મળશે. જ્યારે તે સેનામાંથી બહાર આવશે ત્યારે તે એક શિસ્તબદ્ધ વ્યક્તિ તરીકે બહાર આવશે.
પેરામિલિટ્રી ફોર્સમાં દળમાં 10 ટકા અનામત
સેનામાં 4 વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ કેન્દ્ર સરકારના પેરામિલિટ્રી ફોર્સમાં 10 ટકા અનામત આપવામાં આવશે. આ ઉપરાંત અસમ રાઈફલમાં પણ અગ્નિવીરોને 10 ટકા રિઝર્વેશન મળશે.
CAPFમાં અગ્નિવીર માટે 3 વર્ષની છૂટ
કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં અગ્નિવીરોને 3 વર્ષની ઉપલી વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે. પ્રથમ બેચ માટે તે પાંચ વર્ષ માટે રહેશે, કારણ કે પ્રથમ બેચમાં ભરતી માટે 3 વર્ષની છૂટછાટ છે.
કોસ્ટ ગાર્ડ અને ડિફેન્સ સિવિલમાં છૂટ
4 વર્ષ પછી અગ્નિવીર માટે કોસ્ટ ગાર્ડ, સંરક્ષણ મંત્રાલયમાં સિવિલિયન પોસ્ટ અને તમામ સંરક્ષણ PSU માટે 10 ટકા આરક્ષણ ઉપલબ્ધ થશે, આ ઉપરાંત વયમાં 2 વર્ષની છૂટછાટ પણ આપવામાં આવશે.
અન્ય PSUsમાં પણ છૂટ
આવાસ અને પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ કાર્યરત PSUsમાં અગ્નિવીરોને લેવાનું પણ કામ ચાલી રહ્યું છે.
બેંકમાંથી રાહત દરે લોન
ચાર વર્ષ બાદ સેના છોડ્યા પછી જો અગ્નિવીર પોતાનો વ્યવસાય કરવા માંગે છે, તો બેંક તેને રાહત દરે લોન આપશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર