Home /News /career /

HURL Recruitment 2022 : HURLમાં 179 જગ્યાની ભરતી, 27 લાખ સુધી મળશે પગાર, અરજી કરવાની અંતિમ તક

HURL Recruitment 2022 : HURLમાં 179 જગ્યાની ભરતી, 27 લાખ સુધી મળશે પગાર, અરજી કરવાની અંતિમ તક

HURL Recruitment 2022 : હિન્દુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણમાં ભરતી, અહીંથી કરો અરજી

HURL Recruitment 2022 : હિન્દુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણ લિમાીટેડ (HURL)માં 179 જગ્યાની ભરતી માટે નોટિફીકેશન બહાર પડ્યું હતું, આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ બુધવારે 11-5-2022 છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
    HURL Executive Recruitment 2022: હિન્દુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણ લિમિટેડ (Hindustan Urvarak & Rasayan Limited, HURL) દ્વારા વિવિધ પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. HURLની ઓફિશિયલ વેબસાઈટ પર એક્ઝિક્યુટિવ (ચીફ મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, ઓફિસર, એન્જિનિયર, કંપની સેક્રેટરી)ની ખાલી જગ્યાઓ પર ભરતી માટેની નોટિફિકેશન જાહેર કર્યુ હતું. આ નોકરીઓ માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ બુધવારે 11-6-2022ના રોજ છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવા માટે નીચે ટેબલમાં આપવામાં આવેલી જાહેરાતની લિંક અને ઓનલાઈન એપ્લિકેશનની લિંકના આધારે અરજી કરવાની રહેશે.

    HURL Executive Recruitment 2022- ખાલી પદો વિશે વિગતો

    ચીફ મેનેજર- 14 પદો,  મેનેજર- 36 પદો, આસિસ્ટન્ટ મેનેજર- 57 પદો

    ઓફિસર- 29 પદો , એન્જીનિયર- 42 પદો , કંપની સેક્રેટરી- 01 પદો

    HURL Executive Recruitment 2022- લાયકાતના ધારાધોરણ

    શૈક્ષણિક લાયકાત:

    ચીફ મેનેજર - B.Sc/ M.Sc (એગ્રીકલ્ચર)/ MBA/ PGDBM/ PGDM (સંબંધિત વિષય)

    મેનેજર - ઉમેદવાર પાસે માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી MBA/ PGDBM/ PGDM (સંબંધિત વિષય) માં ડિગ્રી હોવી જરૂરી છે.

    આસિસ્ટન્ટ મેન્જર/ ઓફિસર - ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી B.Sc/ M.Sc (એગ્રીકલ્ચર)/ MBA/ PGDBM/ PGDM કરેલુ હોવું જોઈએ.

    એન્જીનિયર - ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે.

    કંપની સેક્રેટરી - ઉમેદવાર પાસે માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી લૉ ડિગ્રી હોવી જોઈએ.

    આ પણ વાંચો : RMC Recruitment 2022: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 617 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા179
    શૈક્ષણિક લાયકાતતમામ પોસ્ટ માટે ઉપર જણાવ્યા મુજબ અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાકોમ્યુટર ટેસ્ટ, ઈન્ટરવ્યૂ અને ગ્રુપ ડિસ્કશન દ્વારા
    અરજી ફીનિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ11-5-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઈન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    HURL Executive Recruitment 2022- વય મર્યાદા

    ચીફ મેનેજર - 45 વર્ષ
    મેનેજર - 40 વર્ષ
    આસિસ્ટન્ટ મેનેજર/ઓફિસર - 35 વર્ષ
    એન્જીનિયર - 30 વર્ષ
    કંપની સેક્રેટરી - 45 વર્ષ

    xHURL Executive Recruitment 2022- પસંદગીના ધારાધોરણ

    માર્કેટિંગ ઓફિસરની પસંદગી કોમ્પ્યૂટર બેઝ્ડ ટેસ્ટ, ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. અનુભવને આધારે વિવિધ પદો પર ઈન્ટરવ્યૂ દ્વારા ભરતી કરવામા આવશે. વિડીયો કોન્ફરસિંગ અને ઓનલાઈન મોડ દ્વારા ઈન્ટરવ્યૂ કરવામાં આવશે.

    આ પણ વાંચો : SIDBI Recruitment 2022: સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયાની ભરતી, અહીંથી સીધા કરો અરજી

    HURL Executive Recruitment 2022- આ રીતે કરો અરજી

    ઉપર જણાવેલ લાયકાતોને પૂરા કરતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ HURL વેબસાઇટ www.hurl.net.inના કરિયર સેક્શનમાં રજીસ્ટ્રેશન ફોર્મેટમાં ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 11 મે, 2022 છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર