HURL Recruitment: હિન્દુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણ લિમિટેડ (Hindustan Urvarak & Rasayan Limited, HURL) દ્વારા 179 જગ્યાની ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો 11-5-2022 સુધી અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
HURL Executive Recruitment 2022: હિન્દુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણ લિમિટેડ (Hindustan Urvarak & Rasayan Limited, HURL) દ્વારા વિવિધ પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. HURLની ઓફિશિયલ વેબસાઈટ પર એક્ઝિક્યુટિવ (ચીફ મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, ઓફિસર, એન્જિનિયર, કંપની સેક્રેટરી)ની ખાલી જગ્યાઓ પર ભરતી માટેની નોટિફિકેશન જાહેર કરી છે. જરૂરી લાયકાત ધરાવતા સાથે જ યોગ્ય અનુભવ ધરાવતા ઉમેદવારો આ ખાલી પદો પર 11 મે, 2022 સુધીમાં પોતાની અરજીઓ સબમિટ કરી શકે છે.
માર્કેટિંગ ઓફિસરની પસંદગી કોમ્પ્યૂટર બેઝ્ડ ટેસ્ટ, ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. અનુભવને આધારે વિવિધ પદો પર ઈન્ટરવ્યૂ દ્વારા ભરતી કરવામા આવશે. વિડીયો કોન્ફરસિંગ અને ઓનલાઈન મોડ દ્વારા ઈન્ટરવ્યૂ કરવામાં આવશે.
HURL Executive Recruitment 2022- આ રીતે કરો અરજી
ઉપર જણાવેલ લાયકાતોને પૂરા કરતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ HURL વેબસાઇટ www.hurl.net.inના કરિયર સેક્શનમાં રજીસ્ટ્રેશન ફોર્મેટમાં ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 11 મે, 2022 છે.
HURL Executive Recruitment 2022: મહત્વની તારીખ
નોટિફિકેશન જાહેર થયાની તારીખ: 28 એપ્રિલ, 2022
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ: 11 મે, 2022
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર