Home /News /career /HPCL Technician Recruitment: ટેકનિશિયનની 186 જગ્યાઓ પર થશે ભરતી, અહીં જાણો બધી વિગતો

HPCL Technician Recruitment: ટેકનિશિયનની 186 જગ્યાઓ પર થશે ભરતી, અહીં જાણો બધી વિગતો

HPCL દ્વારા ભરતી બહાર પાડવામાં આવી

HPCL Technician Recruitment 2022: આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 186 ખાલી જગ્યાઓ પર ભરતી થવાની છે. ત્યારે ઉમેદવારોને ઓનલાઇન અરજી કરતા પહેલા લાયકાત, અનુભવ, પસંદગીના માપદંડ અને અન્ય વિગતો તપાસવાની સલાહ આપવામાં આવે છે.

    HPCL Technician Recruitment 2022: હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એ ટેકનિશિયનના પદ પર ભરતી (HPCL Technician Recruitment) માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેથી જરૂરી લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો આગામી 21 મે 2022ના રોજ અથવા તે પહેલાં ઓનલાઇન મોડ દ્વારા અરજી (Online application)ઓ સબમિટ કરી શકે છે.

    ભરતી પ્રક્રિયા માટે 22 એપ્રિલથી ઓનલાઈન અરજીઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 186 ખાલી જગ્યાઓ પર ભરતી થવાની છે. ત્યારે ઉમેદવારોને ઓનલાઇન અરજી કરતા પહેલા લાયકાત, અનુભવ, પસંદગીના માપદંડ અને અન્ય વિગતો તપાસવાની સલાહ આપવામાં આવે છે.

    અરજી માટે મહત્વની તારીખો

    ઓનલાઇન અરજીની શરૂઆત 22 એપ્રિલ 2022થી થઈ ચૂકી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ આગામી 21 મે 2022 છે.

    ખાલી જગ્યાઓની વિગતો

    ઓપરેશન્સ ટેકનિશિયન - 94 પોસ્ટ
    બોઈલર ટેકનિશિયન - 18 પોસ્ટ
    મેઇન્ટેનન્સ ટેકનિશિયન (મિકેનિકલ) - 14 પોસ્ટ
    મેઇન્ટેનન્સ ટેકનિશિયન (ઇલેક્ટ્રિકલ) - 17 પોસ્ટ
    મેઇન્ટેનન્સ ટેકનિશિયન (ઇન્સ્ટ્રુમેન્ટેશન) - 9 પોસ્ટ્સ
    લેબ એનાલિસ્ટ - 16 પોસ્ટ
    જુનિયર ફાયર એન્ડ સેફ્ટી ઇન્સ્ટ્રક્ટર - 18 પોસ્ટ

    યોગ્યતા માપદંડ

    શૈક્ષણિક લાયકાત: ઉમેદવારોએ સંબંધિત શાખાઓમાં ક્વોલિફાઇંગ પરીક્ષાઓ પાસ કરેલી હોવી જોઈએ. બધા ઉમેદવારે સંબંધિત રાજ્ય બોર્ડના ફૂલ ટાઈમ રેગ્યુલર અભ્યાસક્રમમાં અભ્યાસ કરેલો હોવો જોઈએ

    વયમર્યાદા: નોકરી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો 1 એપ્રિલ 2022 મુજબ ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષના હોવા જોઈએ.

    અરજી પ્રક્રિયા

    રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 21 મે 2022ના રોજ અથવા તે પહેલાં ઓનલાઇન અરજીઓ સબમિટ કરી શકે છે. ઓનલાઇન અરજીઓ સબમિટ કર્યા પછી, ઉમેદવારોએ ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લેવી હિતાવહ છે

    કઈ રીત કરવી અરજી?

    - ઉમેદવારોએ www.hindustanpetroleum.com દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે અને Careerમાં જઈ જોબ ઓપનિંગ પર ક્લિક કરવાની રહેશે.

    - ઉમેદવારે ઓનલાઇન અરજી ફોર્મ ભરતા પહેલા 200 કેબીથી ઓછા ફોર્મેટમાં લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચરની સ્કેન કરેલી નકલ (જેપીજી/જીઆઈએફ ફોર્મેટમાં) તૈયાર રાખવી.

    - ત્યારબાદ તમામ સંબંધિત વિગતો સાથે ઓનલાઇન ફોર્મ ભરો અને ઓનલાઇન એપ્લિકેશન ફોર્મમાં તમારા તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ અને હસ્તાક્ષરની સ્કેન કરેલી નકલ અપલોડ કરો.

    - ઉમેદવારોએ HPCLને અરજી ફોર્મની હાર્ડ કોપી સબમિટ કરવાની જરૂર નથી. ઓનલાઇન અરજી ફોર્મમાં ભરવામાં આવેલી વિગતોને આખરી ગણવામાં આવશે અને કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

    અરજીની ફી કેટલી હશે?

    OBC-NC અને EWS ઉમેદવારો માટે અરજી ફી 590 રૂપિયા + ગેટવે ચાર્જિસ અને GST રહેશે. જ્યારે SC/ ST/ PWD ઉમેદવારોએ ફી ભરવાની નથી. ફીની ચુકવણી (ઓનલાઇન) ડેબિટ દ્વારા/ ક્રેડિટ કાર્ડ/ UPI/ NET બેંકિંગ દ્વારા થઈ શકશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Hpcl technician, Jobs HPCL, Technician recruitment 2022, કેરિયર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन