Home /News /career /

HPCL Recruitment 2022 : HPCLમાં 100 જગ્યાની માટે ભરતી, ઓનલાઇન અરજી કરવાની અંતિમ તક

HPCL Recruitment 2022 : HPCLમાં 100 જગ્યાની માટે ભરતી, ઓનલાઇન અરજી કરવાની અંતિમ તક

HPCL Recruitment 2021 : એચપીસીએલમાં એપ્રેન્ટિસની ભરતી ફટાફટ કરો અરજી

HPCL Recruitment 2022 : હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL) દ્વારા 100 એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. આજે આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તક છે.

    HPCL Recruitment 2022 : HPCLની મુંબઈ સ્થિત રિફાઇનરીમાં 100 નવી એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ (apprentice vacancies) માટે ઇજનેરોની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં પસંદગી પામેલા ઉમેદવારોને એપ્રેન્ટિસ એક્ટ, 1961ની જોગવાઈઓ અને નિયમો અનુસાર એક વર્ષના સમયગાળા માટે કામે રાખવામાં આવશે. આ ભરતી અભિયાનમાં ખાલી જગ્યાઓ માટે કોઈ પણ કામના અનુભવ વિના માત્ર નવા પાસ આઉટ જ અરજી કરી શકે છે. જેમાં પસંદ કરાયેલા ઉમેદવારોને માસિક રૂ. 25,000 પગાર ચૂકવવામાં આવશે. આજે આ નોકરી માટે ઓનલાઇન અરદી કરવાની અંતિમ તારીખ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.

    HPCL Recruitment 2022 : કોણ અરજી કરી શકે છે અરજી?

    NATS પોર્ટલ પર બહાર પાડવામાં આવેલી તાજેતરની HPCLની નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, બોર્ડ ઓફ ટેકનિકલ એજ્યુકેશન, યુજીસી અથવા AICTE દ્વારા માન્યતા પ્રાપ્ત ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જેવા પ્રવાહોમાં ફૂલ ટાઈમ એન્જિનિયરિંગ ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

    નોટિફિકેશનમાં જણાવાયું છે કે, અગાઉ એપ્રેન્ટિસ તરીકે રોકાયેલા હોય અથવા અન્યત્ર એપ્રેન્ટિસશીપ તાલીમ લઈ રહ્યા હોય અને NATS પોર્ટલ પર એપ્રેન્ટિસ એક્ટ-1961 હેઠળ અન્ય કોઈ પણ સંસ્થા સાથે એપ્રેન્ટિસશીપનો કરાર ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરવા માટે પાત્ર નથી.

    આ પણ વાંચો : BEL Recruitment 2022: બેલમાં 20 નવી જગ્યાઓ પર ભરતી, રૂ. 55,000 સુધી મળશે પગાર

    HPCL Recruitment 2022 : નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા100
    શૈક્ષણિક લાયકાતયુજીસી અથવા AICTE દ્વારા માન્યતા પ્રાપ્ત ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જેવા પ્રવાહોમાં ફૂલ ટાઈમ એન્જિનિયરિંગ ડિગ્રી
    પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી કરવાની ફીનિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ28-2-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    HPCL Recruitment 2022 : કઈ રીતે કરવી અરજી?

    આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો ઉમેદવારોએ 28 ફેબ્રુઆરી પહેલા અરજીઓ સબમિટ કરવાની રહેશે. તેઓએ NATS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. અહીં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અંગેની જાણકારી આપવામાં આવી છે.

    - www. mhrdnats.gov.in પર જાવ.
    - enroll પર ક્લિક કરવું.
    - એપ્લિકેશન ફોર્મ ભરવું
    - દરેક વિદ્યાર્થી માટે યુનિક એનરોલમેન્ટ નંબર જનરેટ કરવામાં આવશે.
    - ચકાસણી અને મંજૂરી માટે અરજદારોએ ઓછામાં ઓછા એક દિવસની રાહ જોવી પડશે. એનરોલમેન્ટ નંબર મેળવ્યા પછી અરજદારોએ નીચે મુજબની પ્રક્રિયા કરવી પડશે.


    • લોગિન કરો.
    • એસ્ટાબ્લિશમેન્ટ રિક્વેસ્ટ મેનૂ પર ક્લિક કરો.
    • Find Establishment પર ક્લિક કરો.
    • રેઝ્યૂમ અપલોડ કરો.
    • એસ્ટાબ્લિશમેન્ટનું નામ પસંદ કરો.
    • હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, મુંબઇ રિફાઇનરી ટાઈપ કરી અને સર્ચ કરો.
    • અપ્લાય પર ક્લિક કરો.
    • અપ્લાય પર ફરીથી ક્લિક કરો.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર