Gujarat Education : છેલ્લા સાત વર્ષ સમગ્ર રાજ્યમાં 3.27 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં દાખલો લીધો
CBSE Board Results 2022, CBSE Term 2 Exam 2022: કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા CBSE બોર્ડ પરીક્ષા 2022 (CBSE Board Exam 2022) બે ટર્મમાં આયોજિત કરવામાં આવી છે. આ વર્ષે CBSE બોર્ડની બંને ટર્મની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓના મનમાં અનેક સવાલો છે. અહીં આપેલી માહિતી પરથી તેમને એ સ્પષ્ટ થશે કે બોર્ડ રિઝલ્ટ કયા સ્ટુડન્ટ્સને આપવામાં આવશે.
CBSE Board Results 2022, CBSE Board Exam 2022, CBSE Term 2 Exam 2022: કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ)ની પરીક્ષાઓ શરુ થઈ ગઈ છે. ધોરણ 10ની બીજી ટર્મની પરીક્ષા 24 મે સુધી અને ધોરણ 12ની એક્ઝામ 15મી જૂન સુધી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખતા CBSE બોર્ડ પરીક્ષા 2022 (CBSE Board Exam 2022) બે ટર્મમાં આયોજિત કરવામાં આવી છે. CBSE ટર્મ 1 પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર 2021માં યોજાઈ હતી અને તેની એક્ઝામ પેટર્ન ઓબ્જેક્ટિવ હતી. જ્યારે બીજી ટર્મની એક્ઝામ પેટર્ન (CBSE Exam Pattern) સબ્જેક્ટિવ રાખવામાં આવી છે.
CBSE બોર્ડના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપવાની તક પણ આપવામાં આવશે. CBSE બોર્ડ રિઝલ્ટ અને CBSE કમ્પાર્ટમેન્ટ પરીક્ષા સંદર્ભે, CBSE બોર્ડ પરીક્ષા નિયંત્રક ડૉ. સંયમ ભારદ્વાજે જરૂરી નિર્દેશ જારી કર્યા છે. CBSE બોર્ડ પરીક્ષા 2022માં સામેલ થનારા તમામ વિદ્યાર્થીઓને તેની જાણકારી હોવી અનિવાર્ય છે.
આ વર્ષે CBSE બોર્ડની બંને ટર્મની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓના મનમાં અનેક સવાલો છે. નીચે આપેલ માહિતી પરથી તેમને એ સ્પષ્ટ થશે કે CBSE બોર્ડ રિઝલ્ટ (CBSE Board Results 2022) કયા સ્ટુડન્ટ્સને આપવામાં આવશે.
1- જે વિદ્યાર્થીઓએ CBSE ટર્મ 1ની પરીક્ષા આપી હતી, પરંતુ તેઓ ટર્મ 2ની પરીક્ષામાં ગેરહાજર રહ્યા હોય.
2- જે વિદ્યાર્થીઓ ટર્મ 2 પરીક્ષા આપી રહ્યા છે, પરંતુ ટર્મ 1ની પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા.
3- જે વિદ્યાર્થીઓએ CBSE ટર્મ 1 પરીક્ષાના બધા પેપર આપ્યા હતા, પરંતુ ટર્મ 2માં એક-બે પેપર ન આપ્યા હોય.
4- જે વિદ્યાર્થીઓ ટર્મ 2ના તમામ પેપરમાં હાજર થયા છે પરંતુ ટર્મ 1માં એક-બે વિષયોનું પેપર આપી શક્યા નથી.
CBSE બોર્ડે તમામ સ્ટુડન્ટ્સને સલાહ આપી છે કે તેઓ ફેક ન્યૂઝ પર વિશ્વાસ ન કરે અને બોર્ડની પરીક્ષા અને રિઝલ્ટ સંબંધિત સમાચારો માટે CBSE બોર્ડ અપડેટની રાહ જુઓ.
બોર્ડે જારી કર્યો હેલ્પલાઇન નંબર
સીબીએસઈ ટર્મ 2 પરીક્ષામાં બેસનારા સ્ટુડન્ટ્સ માટે બોર્ડ દ્વારા 1800118004 ટોલ ફ્રી નંબર જારી કરવામાં આવ્યો છે. આના પર આઈવીઆરએસની મફત સુવિધા 24*7 ઉપલબ્ધ છે. ઘણાં સ્ટુડન્ટ્સ બોર્ડ પરીક્ષા દરમિયાન અથવા રિઝલ્ટ જારી થયા પહેલા કે પછી તણાવનો શિકાર થઈ જાય છે. આ જ સમસ્યા દૂર કરવા માટે તેઓ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને મફત સલાહ લઈ શકે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર