Home /News /career /How to write resume: IT ફ્રેશરે રેઝ્યૂમે કેવી રીતે લખવું: આ રહી સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ

How to write resume: IT ફ્રેશરે રેઝ્યૂમે કેવી રીતે લખવું: આ રહી સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ

IT ફ્રેશરે રેઝ્યૂમે કેવી રીતે લખવું: આ રહી સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ

જો તમે નોકરીની તકો શોધી રહેલા ફ્રેશર છો, તો તમારી સ્કિલ્સ, એચીવેમન્ટ્સ અને ઇન્ટર્નશીપ અથવા વોલ્યુન્ટરી જેવા કામના અનુભવને અસરકરક રીતે દર્શાવતું રેઝ્યૂમે બનાવવું આવશ્યક છે. IT ફ્રેશર રેઝ્યૂમે કેવી રીતે લખવું તે અંગે આ લેખમાં અમે ટેમ્પલેટ અને ઉદાહરણ સાથે કેટલીક ઉપયોગી ટીપ્સ જણાવી છે.

વધુ જુઓ ...
  IT સ્નાતકો ડેટા સાયન્સ (Data Science), સાયબર સિક્યુરિટી (Cyber Securities), ક્લાઉડ કમ્પ્યુટિંગ (Cloud Computing) , વેબ ડેવલપમેન્ટ (web Development) અને ડેટાબેઝ એડમિનિસ્ટ્રેશન જેવા વિવિધ ક્ષેત્રોમાં રોજગાર મેળવી શકે છે. જો તમે નોકરીની તકો શોધી રહેલા ફ્રેશર છો, તો તમારી સ્કિલ્સ, એચીવેમન્ટ્સ અને ઇન્ટર્નશીપ અથવા વોલ્યુન્ટરી જેવા કામના અનુભવને અસરકરક રીતે દર્શાવતું રેઝ્યૂમે બનાવવું આવશ્યક છે. IT ફ્રેશર રેઝ્યૂમે કેવી રીતે લખવું તે અંગે આ લેખમાં અમે ટેમ્પલેટ અને ઉદાહરણ સાથે કેટલીક ઉપયોગી ટીપ્સ જણાવી છે.

  IT ફ્રેશર રેઝ્યૂમે કેવી રીતે લખવું? (How to write resume for an IT fresher)

  રેઝ્યૂમે બનાવવા માટે કેટલાક સ્ટેપ્સ
  • જોબ ડિસ્ક્રિપ્શન તપાસો
  એમ્પ્લોયરની જરૂરિયાતોને સમજવા માટે જોબ ડિસ્ક્રિપ્શનની કાળજીપૂર્વક સમીક્ષા કરો. આમાં જરૂરી સ્કિલ્સ અને શૈક્ષણિક જરૂરિયાતો તેમજ સ્થળાંતર અથવા મુસાફરીની આવશ્યકતાઓનો જેવી માહિતી પણ ધ્યાનમાં લેવી.


  1. ફોર્મેટ પસંદ કરો
  2. રેઝ્યૂમેનું મહત્વનું પાસું તેનું લેઆઉટ અને ફોર્મેટ છે. આકર્ષક અને સારી રીતે ફોર્મેટ કરેલ રેઝ્યૂમે વાંચવામાં સરળ રહે છે અને તમારું પ્રોફેશનાલિઝમ દર્શાવે છે. તમારા દસ્તાવેજને એક-ઇંચ બોર્ડર, સ્પષ્ટ ફોન્ટ અને બુલેટ પોઇન્ટ સાથે ફોર્મેટ કરો. બધી માહિતીને બ્લોક્સમાં ગોઠવીને તમારા રેઝ્યૂમેને વાંચવામાં સરળ બનાવો. તમે ઑનલાઇન ડેટાબેઝ અને વર્ડ-પ્રોસેસિંગ એપ્લિકેશનોમાંથી વિવિધ નમૂનાઓનો ઉપયોગ કરી શકો છો.

   આ પણ વાંચો: Bank Recruitment 2022: બેંક ઓફ બરોડાએ 340થી વધુ ખાલી જગ્યાઓ માટે રીક્રુટમેન્ટની કરી જાહેરાત, ગ્રેજ્યુએટ્સ કરી શકે છે અપ્લાય   1. તમારી કોન્ટેક્ટ ડિટેઇલ ઉમેરો
   2. તમે તમારા રેઝ્યૂમેની ટોપ પર તમારી સંપર્ક માહિતી ઉમેરી શકો છો. તમારું પૂરું નામ, ફોન નંબર અને ઇમેઇલ સરનામું આપો. તમે તમારા IT રેઝ્યૂમેમાં QR કોડ ઉમેરવાનું પણ વિચારી શકો છો. QR કોડનો ઉપયોગ કરીને તમે લિંક્સ, ઑડિયો ફાઇલો, વિડિયો ફાઇલો અને પ્રોજેક્ટ વર્ક જેવી વધારાની માહિતી ઉમેરી શકો છો.


    1. તમારા પ્રોફેશનલ અનુભવના સારાંશનો સમાવેશ કરો
    2. તમારી કોન્ટેક્ટ ડીટેલ નીચે પ્રોફેશનલ અનુભવ સામેલ કરો. તમારી મુખ્ય સ્કિલ્સ , અનુભવ અને સિદ્ધિઓનો ચિતાર આપવાનો છે. ફ્રેશર તરીકે તમારી પાસે અગાઉનો કોઈ કામનો અનુભવ ન હોઈ શકે. જો તમને અભ્યાસક્રમ, અભ્યાસેતર પ્રવૃત્તિઓ અથવા સ્વયંસેવક તરીકેનો અનુભવ હોય, તો તમે તેનો ઉલ્લેખ કરી શકો છો.


     1. વર્ક એક્સપિરિયન્સ દર્શાવો
     2. ઇન્ટર્નશીપ અને સ્વયંસેવક પ્રવૃત્તિઓ અથવા શૈક્ષણિક સંસ્થાઓમાં કામનો વર્ક એક્સપિરિયન્સમાં સમાવેશ થાય છે. તમે કૉલેજમાં જ્યારે કામ કર્યું હોય તે કોઈપણ રસપ્રદ પ્રોજેક્ટનો પણ સમાવેશ કરી શકો છો.


      1. એડ્યુકેશન બેકગ્રાઉન્ડ જણાવો
      2. તમારી એડ્યુકેશન બેકગ્રાઉન્ડ તમારા રેઝ્યૂમેનો મહત્વપૂર્ણ મુદ્દો છે. તમારી શૈક્ષણિક વિગતોને રિવર્સ ક્રોનોલોજીમાં લખો. ડિગ્રીનું નામ, કૉલેજનું નામ, સ્થાન અને ગ્રેજ્યુએશનની તારીખનો ઉલ્લેખ કરો.


       1. તમારી સ્કિલ્સ હાઈલાઈટ કરો
       2. આ વિભાગમાં હાર્ડ સ્કિલ્સ અને સોફ્ટ સ્કિલ્સ બંને દર્શાવો . ટેકનિકલમાં વેબ ડેવલપમેન્ટ, ડેટાબેઝ મેનેજમેન્ટ, નેટવર્ક સિક્યોરિટી અથવા મશીન લર્નિંગનો સમાવેશ થઈ શકે છે. સોફ્ટ સ્કિલ્સમાં સારી કમ્યુનિકેશન સ્કિલ્સ, ટીમ વર્ક, પ્રોબ્લેમ સોલવિંગ ક્ષમતા અથવા નેતૃત્વનો સમાવેશ થાય છે.


        IT ફ્રેશર રેઝ્યૂમે ટેમ્પલેટ


        [પૂરું નામ]

        [ફોન નંબર]

        [ઈ - મેઈલ સરનામું]

        પ્રોફેશનલ સમરી (Professional Summary) [બે અથવા ત્રણ વાક્યો જે તમારી સંબંધિત સ્કિલ્સ, અનુભવ અને સિદ્ધિઓનો સારાંશ આપે]

        અનુભવ


        [પદ/નોકરીનું શીર્ષક] [કંપનીનું નામ]

        [નોકરીની તારીખ]

        [નોકરી ફરજ……]

        શિક્ષણ

        [ડિગ્રી]

        [યુનિવર્સિટી અથવા શાળાનું નામ]

        [શહેર રાજ્ય]

        [સ્નાતક વર્ષ]

        [પુરસ્કારો]

        [ડિગ્રી]

        [યુનિવર્સિટી અથવા શાળાનું નામ]

        [શહેર રાજ્ય]

        [સ્નાતક વર્ષ]

        મહત્વની સ્કિલ્સ

        [સોફ્ટ કે ટેક્નિકલ સ્કિલ્સ]

        IT ફ્રેશર રિઝ્યુમે નમૂનો (IT fresher example)

        તમારા સંદર્ભ માટે અહીં એક ઉદાહરણ આપ્યું છે:


        સોમનાથ ગાંગુલી

        +91-90970*****

        somnathganguly@email.com

        પ્રોફેશનલ સમરી

        બ્લોકચેન, મશીન લર્નિંગ અને સાયબર સિક્યોરિટીઝમાં મજબૂત બેઝિક નોલેજ સાથે એક મહેનતુ અને શિસ્ત અનુસનાર વ્યક્તિત્વ. C, C++, Python અને Solidity માં નિપુણ. કોલેજના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની હેકાથોન સ્પર્ધામાં વિજેતા.

        કામનો અનુભવ

        બ્લોકચેન ડેવલપર ઇન્ટર્ન

        મેપિટ ટેક્નોલોજીસ, મુંબઈ

        જુલાઈ 2022-ઓક્ટોબર 2022

        સોલિડિટીનો ઉપયોગ કરીને ક્લાયન્ટ્સ માટે સ્માર્ટ કોન્ટ્રાક્ટ લખ્યા

        નકશા અને જીપીએસમાં બ્લોકચેનની એપ્લિકેશન પર સંશોધન કર્યું

        સ્વયંસેવક

        પેટ્ઝ કેર, મુંબઈ

        જાન્યુઆરી 2018- અત્યારે પણ ચાલુ

        પ્રાણીઓને ખવડાવીને અને દરરોજ ચાલવા જઈને તેમની સંભાળ લીધી

        કૂતરાઓને દત્તક લેવા અંગે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી

        શિક્ષણ

        કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં B. Tech

        મુંબઈ સ્ટેટ યુનિવર્સિટી, મહારાષ્ટ્ર

        એપ્રિલ 2022

        મહત્વની સ્કિલ્સ:

        સોફ્ટવેર ડેવલોપમેન્ટ

        મશીન લર્નિંગ

        લેન્ગવેજ પ્રોસેસ

        એનાલિટિકલ અપ્રોચ

        કમ્યુનિકેશન

        ટીમવર્ક

        રેઝ્યૂમે બનાવવા માટેની વધારાની ટીપ્સ:

        રિઝ્યૂમે કસ્ટમાઇઝ કરો

        વિવિધ IT નોકરીઓ માટે અરજી કરતી વખતે તમારા રેઝ્યૂમેને કસ્ટમાઇઝ કરવું જોઈએ. તમે નોકરી માટે આવશ્યક સ્કિલ્સ પર ભાર મુકવા તમારા રેઝ્યૂમેમાં ચોક્કસ કીવર્ડ્સ શામેલ કરો

        આ પણ વાંચો:  Career in Agriculture: ખેતી ક્ષેત્રે રસ ધરાવો છો તો તેમાં પણ એન્જીનિયર બની શકાય છે, જાણો વિગત

        શીખતા રહેવાની વૃત્તિને હાઈલાઈટ કરો

        નવી વસ્તુઓ શીખવાની અને નવા પડકારોને મેનેજ કરવાની તમારી ઈચ્છા પર ભાર મુકો. એમ્પ્લોયરો સામાન્ય રીતે એવા ઉમેદવારોને પસંદ કરે છે જેઓ નવા પડકારોને ઝીલવા અને અવનવી સમસ્યાઓ પર કામ કરવા માટે ઉત્સાહી હોય.

        એક્ટિવિટી ઉમેરો

        તમારી ઇન્ટર્નશીપ, સ્વયંસેવકની ભૂમિકાઓ અથવા સિદ્ધિઓનું વર્ણન કરતી વખતે તમે દર્શાવી શકો છો કે તમે શું કામો કર્યા છે અને તેની અસર શું હતી.

        રિઝ્યુમેને હંમેશા પ્રૂફરીડ કરો

        તમારા બાયોડેટાને બનાવ્યા બાદ કાળજીપૂર્વક તપાસો. માહિતી સચોટ અને વ્યાકરણની રીતે સાચી છે તેની ખાતરી કરો. તમારા નેટવર્કમાં હોય એવા સિનિયર્સ અથવા પ્રોફેશનલ્સ સાથે રેઝ્યૂમે શેર કરીને ક્રિએટિવ રિસ્પોન્સ મેળવી શકો છો.
  First published:

  Tags: Career and Jobs, Tips and tricks

  विज्ञापन
  विज्ञापन