Career: ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ! ધો.12 સાયન્સ બાદ ડેન્ટલ સર્જરીમાં કેવી રીતે કારકિર્દી બનશે? ક્યાં લેવું એડમિશન?
Career: ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ! ધો.12 સાયન્સ બાદ ડેન્ટલ સર્જરીમાં કેવી રીતે કારકિર્દી બનશે? ક્યાં લેવું એડમિશન?
ડેન્ટલ લાઈનમાં કરિયર
Career in Dental line : રાજ્યની 14 ડેન્ટલ (dentl) કોલેજમાં 1300થી વધુ બેઠકો છે. જેથી ડેન્ટિસ તરીકે કે ડેન્ટલ સર્જન (Dental surgeon as dentist) તરીકે વિધાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી શકે છે.
કરિયર ડેસ્કઃ ધોરણ 12 સાયન્સનું પરિણામ (std 12 science result) જાહેર થયું છે અને હવે કઈ દિશામાં કારકિર્દી (career) બનાવવી તેની તૈયારીમાં વિધાર્થીઓ લાગી ગયા છે. જેને 12 સાયન્સ કર્યા બાદ મેડિકલ લાઈનમાં (Medical line) આગળ વધવું છે તેવા વિધાર્થી પાસે પણ MBBS, BHMA, BAMS અને BDSમાં પણ કારકિર્દી બની શકે છે. રાજ્યની 14 ડેન્ટલ (dentl) કોલેજમાં 1300થી વધુ બેઠકો છે. જેથી ડેન્ટિસ તરીકે કે ડેન્ટલ સર્જન (Dental surgeon as dentist) તરીકે વિધાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી શકે છે.
12 સાયન્સ પછી ડોક્ટર બનવું હોય અને તેમાંય ડેન્ટલ સર્જન બનવું હોય તેમના માટે આ માહિતી મહત્વની છે. વિધાર્થીઓ બેચલર ઓફ ડેન્ટલ સર્જરીનો 5 વર્ષનો કોર્ષ કરી કારકિર્દી બનાવી શકે છે. દાંતના ડોકટર દાંત અને મોની સમસ્યાનું નિદાન કરી સારવાર કરે છે. જેમાં ડેન્ટલ સર્જન તરીકે દાંત પર રક્ષણાત્મક પ્લાસ્ટિક ફિશર મૂકવા, એક્સ - રે તપાસ, પોલાણ ભરવા, સડો દૂર કરવા અને ફ્રેક્ચર - થયેલા દાંત સુધારવા.
પેઢાનાં રોગોની સારવાર માટે પેઢા અને સહાયક હાડકાઓ પ૨ સુધારાત્મક સર્જરી કરવી. ગુમાવેલા દાંતનાં મોડેલ બનાવી તેને બદલવા. એનેસ્થેટિક્સનું વ્યવસ્થા સંચાલન અને ઍન્ટીબાયોટિક્સ અને અન્ય દવાઓ માટેપ્રિસ્ક્રિપ્શન લખવા. ઓર્થોડેન્ટિસ્ટ તરીકે દાંત પર દબાણ આપી ખેંચી દાંત સીધા કરવાનું કામ કરે છે.
ઓરલ અને મેક્સિલોફેસ્યલ સર્જન મો અને જડબા પર કામ કરે છે. આ ઉપરાંત પેરિયોડેન્ટિસ્ટ, કન્સલ્ટન્ટ, પ્રાઇવેટ પ્રેક્ટિશનર, ડેન્ટલ સર્જન, ઓરલ પેથોલોજીસ્ટ, ડેન્ટલ લેબ ટેક્નિશિયન, ડેન્ટલ થેરાપીસ્ટ, ડેન્ટલ આસિસ્ટન્ટ, ફોર્રન્સીક્સ, મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે સેવા આપી શકે.
કઈ કોલેજમાં કેટલી બેઠક?
સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, નવી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, અસારવા
હાલમાં થોડા સમય પહેલા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું પણ એક નિવેદન સામે આવ્યું હતુ. જેમાં ડેન્ટલ કોલેજોની PTC જેવી હાલત ન થાય માટે બેઠકો વધારવામાં નહિ આવે પણ ક્વોલિટી એજ્યુકેશન પર ભાર મુકાશે. એટલે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ પણ ડેન્ટલ કૉલેજ બાબતે સક્રિય છે ત્યારે મેડિકલ લાઈનમાં ડેન્ટલ સર્જન તરીકે પણ ઘણા સ્કોપ રહેલા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર