Home /News /career /

RAW એજન્ટ કેવી રીતે બની શકાય? જુઓ તે માટેની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા

RAW એજન્ટ કેવી રીતે બની શકાય? જુઓ તે માટેની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા

RAW ભારતની ફોરેન ઈન્ટેલિજેન્સ એજન્સી છે (પ્રતિકાત્મક તસવીર)

How to Join RAW in India : રો એજન્ટે ભારતના આસપાસના દેશોમાં રાજનૈતિક અને સૈન્ય વિકાસ પર નજર રાખવાનું કામ કરે છે, RAW એજન્ટે મેળવેલ જાણકારી રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં ઉપયોગ કરવામાં આવે છે અને ફોરેન પોલિસી રિવાઈઝ કરે છે

How to Join RAW in India: રિસર્ચ એન્ડ એનેલિસિસ વિંગ (RAW) અલગ અલગ પ્રકારે અધિકારીઓ અને એજન્ટની ભરતી કરે છે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષા (ગૃપ-A IAS, IPS, IRS & amp; IFS ઓફિસર)ની મદદથી RAWમાં શામેલ થઈ શકાય છે. રો એજન્ટે ભારતના આસપાસના દેશોમાં રાજનૈતિક અને સૈન્ય વિકાસ પર નજર રાખવાની રહે છે.

RAW ભારતની ફોરેન ઈન્ટેલિજેન્સ એજન્સી છે. જેનું પ્રાથમિક કાર્ય વિદેશી ઈન્ટેલિજેન્સ જાણકારી એકત્ર કરવાનું, આતંકવાદનો સામનો કરવાનું અને ભારતીય નીતિ નિર્માતાઓને સલાહ આપવાનું છે. આ એજન્સી ભારતના પરમાણુ કાર્યક્રમની સુરક્ષામાં પણ સામેલ છે.

RAW ઓફિસરની ભરતી કેવી રીતે કરવામાં આવે છે?


RAW ભારતના સરકારી વિભાગ, સશસ્ત્ર બળ, ઈન્ટેલિજેન્સ એજન્સી, પોલીસ સર્વિસ તથા અન્ય તંત્રમાંથી ઉમેદવારોની ભરતી કરે છે.

RAW એજન્ટ બનવા માટેની શૈક્ષણિક લાયકાત


શિક્ષણ- ગ્રેજ્યુએશનની ડિગ્રી, વિદેશી ભાષા પરની મજબૂત પકડ

વય- 56 વર્ષથી ઓછી વય

અનુભવ- ઉમેદવાર પાસે 20 વર્ષથી વધુનો અનુભવ હોવો જોઈએ

નેશનાલિટી- ભારતીય

UPSC સિવિલ સર્વિસ પરીક્ષાથી RAW ઓફિસરની ભરતી


જે ઉમેદવારે અગાઉ UPSCની પરીક્ષા પાસ કરી લીધી હોય અને IPS & IFS ઓફિસર બનવા માગતા હોય તે ઉમેદવારોમાંથી કોઈ એક ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. જે ઉમેદવારે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાંથી ફાઉન્ડેશન કોર્સ પૂર્ણ કર્યો હોય તે ઉમેદવારની જ RAWમાં પસંદગી કરવામાં આવે છે. ત્યારબાદ ઉમેદવારે ઈન્ટરવ્યૂ આપવાનું રહે છે, જ્યાં ઉમેદવારે સાયકોલોજિકલ ટેસ્ટ આપવાની રહે છે. જે ઉમેદવારનું શોર્ટલિસ્ટીંગ કરવામાં આવ્યું હોય તે ઉમેદવાર એક વર્ષ માટે કામ કરવાનું શરૂ કરે છે.

આ પણ વાંચો - CBI ઓફિસર કેવી રીતે બનવું? જાણો CBI 2022ના રિક્રુટમેન્ટ માટેની શૈક્ષણિક લાયકાત

UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનું ત્રણ સ્ટેજમાં આયોજન કરવામાં આવે છે. જેમાં ઉમેદવારે સૌથી પહેલા UPSC પ્રિલિમ્સ, UPSC મેઈન્સ અને પર્સનાલિટી ટેસ્ટ અને ત્યારબાદ UPSCનું ઈન્ટરવ્યૂ લેવામાં આવે છે.

આ ભરતી પ્રક્રિયા હેઠળ પર IAS, IPS, IFS ના પદ પર ભરતી કરવામાં આવે છે. ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ upsc.gov.in પરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

પગારધોરણ- રૂ.56,100

વયમર્યાદા: ઉમેદવાર 21 થી 32 વર્ષ સુધીની ઉંમર ધરાવતો હોવો જોઈએ.

વયમર્યાદામાં રાહત


SC, ST- 5 વર્ષ
OBC- 3 વર્ષ
રક્ષા સેવા કર્મી- 3 વર્ષ
એક્સ સર્વિસમેન- 5 વર્ષ

શૈક્ષણિક લાયકાત- કોઈપણ ક્ષેત્રે બેચલર ડિગ્રી

પસંદગી પ્રક્રિયા


આ પરીક્ષા ત્રણ સ્ટેજમાં આયોજિત કરવામાં આવશે

પ્રિલિમ પરીક્ષા
મેઈન્સ પરીક્ષા
પર્સનાલિટી ટેસ્ટ અને ઈન્ટરવ્યૂ

RAW પોસ્ટીંગ


RAWનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે. RAWના હેડને કેબિનેટ સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. એડમિનિસ્ટ્રેટીવના આધાર પર ડાયરેક્ટર કેબિનેટ સેક્રેટરીને તમામ બાબતે રિપોર્ટ કરે છે અને તે પ્રધાનમંત્રીને માહિતી આપે છે.

RAW કઈ પોસ્ટ માટે ભરતી કરે છે


સેક્રેટરી- ગૃપ A ઓફિસર
સ્પેશિયલ સેક્રેટરી- ગૃપ A ઓફિસર
જોઈન્ટ સેક્રેટરી- ગૃપ A ઓફિસર
ડેપ્યુટી સેક્રેટરી- ગૃપ A ઓફિસર
સિનિયર ફિલ્ડ ઓફિસર- ગૃપ B અને C ઓફિસર
ફિલ્ડ ઓફિસર- ગૃપ B અને C ઓફિસર
ડેપ્યુટી ફિલ્ડ ઓફિસર- ગૃપ B અને C ઓફિસર
આસિસ્ટન્ટ ફિલ્ડ ઓફિસર- ગૃપ B અને C ઓફિસર

RAW એજન્ટ (RAW Agent) ની જોબ પ્રોફાઈલ


રો એજન્ટે ભારતની આસપાસના દેશમાં રાજનૈતિક અને સૈન્ય વિકાસ પર સતત નજર રાખવાની રહે છે.

વિદેશી ઈન્ટેલિજેન્સ માહિતી એકત્ર કરવી
આતંકવાદને નાથવા અભિયાન ચલાવવા
દેશની નીતિ નિર્માણમાં સલાહ આપવી
કાઉન્ટર પ્રોલાઈફેરેશન
દેશના ન્યુક્લિયર પ્રોગ્રામને સુરક્ષિત કરવા

RAWનું વર્ક મિકેનિઝમ


RAW એજન્ટ વિદેશમાં મહત્વપૂર્ણ કાર્યો માટે ઈન્ટેલિજેન્સ સોપ્ટ કરે છે. RAW ઈન્ટેલિજેન્સ બ્યૂરો જેવા ભારતના ઈન્ટેલિજેન્સ ઓર્ગેનાઈઝેશન સાથે કામ કરે છે. એજન્સી ગુપ્ત વાતચીત દ્વારા સૈન્ય, આર્થિક, વૈજ્ઞાનિક અને રાજનૈતિક ઈન્ટેલિજેન્સ જાણકારી એકત્ર કરે છે. RAW આતંકવાદી તત્વો અને તસ્કરો પર નજર રાખવાનું પણ કામ કરે છે, જેઓ ભારતમાં હશિયાર અને ગોળા બારૂદ સપ્લાય કરે છે. RAW મુખ્યરૂપે ભારતના પાડોશી દેશો પર કેન્દ્રિત છે. RAW એજન્ટે મેળવેલ જાણકારી રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં ઉપયોગ કરવામાં આવે છે અને ફોરેન પોલિસી રિવાઈઝ કરે છે.
First published:

Tags: Career and Jobs, Jobs alert, Jobs news, Sarkari Jobs

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन