Jobs and Career: એક પ્રભાવશાળી રિઝ્યુમ (Resume) કેવું હોવું જોઈએ? જેમાં એવા તમામ પાસાઓ હોય જે જોબ આપનારને ખાતરી આપે છે કે તમે જ એ ઉમેદવાર છો, જેની તેમને જરૂર છે. તમારું રિઝ્યુમ અલગ તરી આવે તેની ખાતરી કરવા માટે તમારે તેમાં શું શામેલ કરવાની જરૂર છે, તે અહીં જાણો:
1. સ્પષ્ટપણે પ્રોજેક્ટ્સ અને લર્નિંગ વિશે લખો, પરંતુ વધારે પડતું ન લખો, વાસ્તવિક રજુઆત કરો! 2. તમારી સ્કિલ્સનો ઉલ્લેખ કરો અને તમે કેવી રીતે ટેક્નોલોજીકલી એન્ડોર્સડ છો તે દર્શાવતી ચોક્કસ બાબતો દર્શાવો. તમારી પ્રોબ્લેમ સોલવિંગ સ્કિલ્સને હાઈલાઈટ કરે તેવી સ્કિલ્સ અવશ્ય દર્શાવો.
3. ખાસ ધ્યાન રાખો, બ્લફ કરશો નહીં! જો તમારી પસંદગી થશે તો પણ તમારું જૂઠ પકડાઈ જશે.
તમારે ધ્યાન રાખવું જોઈએ કે રિઝ્યુમ એ તમારી ઍક્સેસ છે અને રિક્રુટર જ તમારા રિઝ્યુમને આગલા સ્તર પર મોકલી શકે છે, તેથી અસરકારક અને પ્રભાવશાળી રિઝ્યુમ બનાવવું અને ઉદાહરણો અને ડેટા સાથે તમારી યોગ્યતાઓને હાઈલાઈટ કરવી ઉત્તમ રહેશે.
એક સ્ટ્રોંગ રિઝ્યુમ વેલડિફાઈન્ડ અને સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ પ્રક્રિયા માટે યોગ્ય રહે છે. અમે અમારા રિક્રુટર કમ્યુનિટીનું સર્વેક્ષણ કર્યું ત્યારે જાણવા મળ્યું કે જ્યારે કોઈ વ્યક્તિનું સારી રીતે લખાયેલ રિઝ્યુમ હોય, ત્યારે તે વ્યક્તિ સાથે રિક્રુટર વાત કરે તેવી શક્યતા બે કે ત્રણ ગણી વધારે હોય છે.
શા માટે? કારણ કે એક સુવ્યવસ્થિત રિઝ્યુમ, જેમાં તમામ નિર્ણાયક વિશેષતાઓનો સમાવેશ થાય છે તે ઉમેદવારના વ્યક્તિત્વ, નોકરી પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભાવિ કારકિર્દી માટેની તત્પરતા વિશે ઘણી માહિતી આપે છે.
ચાલો હું તમારી સાથે આ વિશે થોડી વાર્તાઓ શેર કરું: 2019માં બેંગ્લોરમાં એક મીટિંગમાં હું મેનેજરોની રિક્રુટમેન્ટ કરતા ગ્રુપને મળ્યો. કોને લેવું અને કોને રસ્તો બતાવવો તેનો નિર્ણય તેઓ કરતા હતા. મને આશ્ચર્ય થયું કે એક કાગળની શીટ અથવા પેજર પીડીએફ કંપનીનું ભવિષ્ય કેવી રીતે નક્કી કરી શકે છે.
હા, સાચે જ તે કંપનીનું ભાવિ હોય છે; આખરે, કોને હાયર કરવામાં આવે છે તેનાથી ફરક તો પડે જ છે! તેઓએ મને કહ્યું કે રિઝ્યુમમાં સૌથી મહત્વની બાબત એ છે કે ઉમેદવાર તેમના રોલને કેટલી સારી રીતે સમજે છે. મેં પ્રશ્ન કર્યો કે જ્યારે રિઝ્યુમનું પરીક્ષણ કરવા માટે ભાગ્યે જ થોડી મિનિટો હોય છે, તેમાં કોઈને આ વાત કેવી રીતે જાણી શકે.
મને કંઈક અઘરા જવાબની અપેક્ષા હતી, જોકે જવાબ સરળ હતો: સ્ટ્રક્ચર અને ઓર્ગેનાઈઝેશન ઇન્ટરવ્યુ લેનાર વિચારોની સ્પષ્ટતાનો આદર કરે છે. 43% ઉમેદવારો કે જેઓ આગલા રાઉન્ડમાં પ્રવેશ મેળવે છે તેઓ આવા રિઝ્યુમ ધરાવે છે. વિગતવાર રિઝ્યુમ આત્મવિશ્વાસ આપે છે, જે ઉમેદવારને ઇન્ટરવ્યુર સાથે વાતચીત વધારવામાં મદદ કરે છે, જે 71% વધુ સારા પરિણામ આપી શકે છે, જેમ કે ઇન્ટરવ્યુમાં આગળ વધવું.
કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રક્ચર: જો તમે મેનેજરની પોસ્ટ માટે અરજી કરી રહ્યાં છો, તો તમારે હંમેશા મેનેજમેન્ટ અથવા લીડરશીપ અનુભવનો સમાવેશ કરવો જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમે કૉલેજ ક્લબ મેનેજર, ફૂટબોલ કૅપ્ટન અથવા સમકક્ષ રોલમાં રહ્યા હોય.
પૂછો, શા માટે? કારણ કે તે દર્શાવે છે કે તમારી પાસે ટીમોની આગેવાની કરવાનો અગાઉનો અનુભવ છે. જ્યારે આનો અર્થ એ નથી કે અન્ય લોકો લાયકાત ધરાવતા હશે નહીં, પણ તે ફક્ત સૂચવે છે કે આવી બાબતોનો ઉલ્લેખ કરવાથી તમારી પસંદગી થવાની તકો વધે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર