Home /News /career /

Entrance Exam Tips and Tricks: પ્રવેશ પરીક્ષાથી ગભરાવવાની જરૂર નથી, આવી રીતે સરળતાથી પાસ કરી શકાશે

Entrance Exam Tips and Tricks: પ્રવેશ પરીક્ષાથી ગભરાવવાની જરૂર નથી, આવી રીતે સરળતાથી પાસ કરી શકાશે

પ્રતિકાત્મક તસવીર

Entrance Exam Tips and Tricks: પ્રવેશ પરીક્ષામાં ક્વોલિફાય કરવામાં ટાઈમ મેનેજમેન્ટ મહત્વની ભૂમિકા ભજવે છે. ઉમેદવારોએ મોક ટેસ્ટ અને રીવીઝન દ્વારા તેમની તૈયારી કરવી જોઈએ.

    Entrance Exam Tips and Tricks:    કોઈપણ પ્રતિષ્ઠિત સંસ્થામાં કોઈપણ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે, વ્યક્તિએ પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડતી હોય છે. સારા માર્કસ સાથે 12મું પાસ કર્યા પછી પણ ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા પાસ કરી શકતા નથી, આવી સ્થિતિમાં અમે તમારા માટે આવી જ કેટલીક ટિપ્સ લાવ્યા છીએ જે સપનાની કોલેજમાં પ્રવેશ મેળવવા અથવા પ્રવેશ પરીક્ષા પાસ કરવામાં તમને મદદ કરશે.

    પ્રવેશ પરીક્ષા પાસ કરવા માટેની ટિપ્સ


    1. તમારી પરીક્ષા વિષે જાણો


    કોઈપણ વિદ્યાર્થી જે કોલેજમાં પ્રવેશ લેવાનું વિચારી રહ્યા છે તેની પ્રવેશ પરીક્ષાની પેટર્ન શું છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. અભ્યાસક્રમની વિગતો ધ્યાનથી વાંચો. પ્રવેશ પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો આવશે વગેરે.

    2. પાછલા વર્ષના પ્રશ્નોનું વિશ્લેષણ કરો


    કોઈપણ પરીક્ષામાં પ્રવેશ મેળવવાની વ્યૂહરચના માટે પાછલા વર્ષના પેપર્સ જોવા એ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. જૂના પેપર જોઈને સરળતાથી સમજી શકાય છે કે કેવી રીતે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આનાથી મહત્વપૂર્ણ વિષયો વગેરેની સારી સમજણ વિકસિત થાય છે.

    3. કટ ઓફ માર્ક્સ


    જો તમે પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ તો પાછલા વર્ષના કટ ઓફ માર્ક્સ ચોક્કસ તપાસો. તે મુજબ તૈયારી કરો. ઓફ માર્કસ સાથે તમે લક્ષ્ય નક્કી કરી શકશો.

    આ પણ વાંચોઃ-Career Tips: નોકરીમાં પ્રમોશન મેળવવું હોય તો આ વાતોનું રાખો ધ્યાન


    4. મોક ટેસ્ટ આપો


    કોઈપણ પરીક્ષા ક્રેક કરવાની તૈયારી માટે સેમ્પલ પેપર સોલ્વ કરવું જરૂરી છે. આ સિવાય તમે મોક ટેસ્ટ પણ આપી શકો છો. મોક ટેસ્ટ આપ્યા બાદ આત્મવિશ્વાસ આવશે. પ્રેક્ટિસ સાથે, તમે જાણશો કે તમે કયા વિષયમાં નબળા છો અથવા તમારે કયા વિષય પર વધુ મહેનત કરવાની જરૂર છે.

    આ પણ વાંચોઃ-BOB Recruitment 2022: બેન્ક ઓફ બરોડામાં ભરતી, પગાર 20 હજાર


    5. ટાઈમ ટેબલ તૈયાર કરો


    ટાઈમ ટેબલ બનાવીને અભ્યાસ કરવાથી તમે સરળતાથી તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો. ટાઈમ ટેબલ તમને બીજી અનેક પ્રકારની ચિંતાઓથી દૂર રાખે છે. તમને સમયસર સિલેબસ પૂરો કરવામાં પણ મદદ કરે છે. ટાઈમ મેનેજમેન્ટ કરીને તમે દરેક વિષયને ખૂબ જ સરળ બનાવી શકો છો. અંતમાં તમને રીવીઝન કરવાનો પણ સમય રહેશે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Career and Jobs, Career Guidance, Career Guidelines, Jobs and Career

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन