Home /News /career /શું આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીની પસંદગીમાં તમને પણ થઈ રહી છે મૂંઝવણ, તો આ રીતે કરો બેસ્ટ ફીટ યુનિવર્સિટીની પસંદગી
શું આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીની પસંદગીમાં તમને પણ થઈ રહી છે મૂંઝવણ, તો આ રીતે કરો બેસ્ટ ફીટ યુનિવર્સિટીની પસંદગી
the best fit university
યુએસ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ કરવાનું આયોજન કરતી વખતે વિદ્યાર્થીઓએ ચોક્કસથી ધ્યાનમાં લેવી જોઈએ. જો કે અસલમાં ક્યાં અરજી કરવી તે નક્કી કરતી વખતે ઘણા વિદ્યાર્થીઓ સંસ્થાના રેન્કિંગ અથવા બ્રાન્ડ મૂલ્ય પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરે છે. રેન્કિંગ સંસ્થાના શૈક્ષણિક વાતાવરણનું મૂલ્યાંકન કરવાની રીત ચોક્કસથી હોઈ શકે છે પણ તે પ્રિલિમીનરી કંસીડરેશન તરીકે અમલમાં ન મૂકવી જોઈએ.
પરોમિતા પેઈન, Best-fit university: સફળ કારકિર્દી માટે હાયર સ્ટડીઝ (Higher Studies)ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાયર સ્ટડીઝ માટે ઘણીબધી કોલેજ કે યુનિવર્સિટીઓની યાદી મળી જતી હોય છે પણ આ તમામમાં બેસ્ટ-ફિટ યુનિવર્સિટી શોધવી પડકારરૂપ બની શકે છે. યુ.એસ. યુનિવર્સિટીના ઓફિશિયલ્સ અને ભારતીય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની આ ટિપ્સ વાંચો કે કેવી રીતે વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીમાં સફળ થવા માટે યોગ્ય યુનિવર્સિટી શોધી શકે છે.
આ બાબતો ધ્યાનમાં લેવી છે જરૂરી
લોકેશન, ફંડિંગ, ક્લાસ સાઈઝ, ફેકલ્ટી, કેમ્પસ એક્ટિવીટીઝ, પ્લેસમેન્ટ્સ આ તમામ એ મહત્વની અને જરૂરી બાબતો છે, જે
કોઈપણ શૈક્ષણિક સંસ્થાની પસંદ કરતી વખતે વિદ્યાર્થીઓએ સૌથી મહત્વપૂર્ણ પરિબળ શું ધ્યાનમાં રાખવું જોઈએ? આ બાબતનો જવાબ આપતા ઈન્ટરનેશનલ ટીમના ઇન્ટરિમ સિનિયર આસિસ્ટન્ટ ડિરેક્ટર અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (યુસી), બર્કલેના મેનેજર કેમરન સદાફી કહે છે કે, "મારા અનુભવમાં આ પ્રશ્નનો એક જ જવાબ છે: કૉલેજ યોગ્ય છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો - કૉલેજ અથવા યુનિવર્સિટી તમારી જરૂરિયાતો અને ઈચ્છાઓને કેટલી હદે સંતોષે છે તેનું માપ.. વધુમાં તેઓ જણાવે છે કે, ઘણીવાર, હું જોઉં છું કે વિદ્યાર્થીઓ UC બર્કલેના રેન્કિંગ વિશે ઉત્સાહિત થાય છે, જે ઉત્કૃષ્ટ હોય છે. જો કે યુનિવર્સિટીના ઈન્ડિવિજ્યુઅલ 'ફીટ ફેક્ટર' તમારી અને તમારા પરિવારની જરૂરિયાતોને કેવી રીતે પૂર્ણ કરે છે તેની સરખામણીમાં રેન્કિંગ ઘણી વખત પોતાનું રિલેવન્સ ખોઈ નાંખે છે.
સદાફી સલાહ આપતા જણાવે છે કે શૈક્ષણિક, સામાજિક, પર્યાવરણીય, નાણાંકીય અને વ્યાવસાયિક આ યોગ્ય પરિબળોને લગતા પ્રશ્નો પૂછવા મહત્વપૂર્ણ છે. "કોઈપણ કૉલેજ અથવા યુનિવર્સિટીમાં તમારી સફળતા માટે તમારી વ્યક્તિગત જરૂરિયાતો માટે કોઈપણ રેન્કિંગ કરતાં વધુ આ પરિબળોનું ફિટ નિર્ણાયક બનશે. તેથી કૉલેજ અથવા યુનિવર્સિટી પસંદ કરતી વખતે તમારી વ્યક્તિગત સફળતા માટે આમાંના કયા ફિટ પરિબળો સૌથી મહત્વપૂર્ણ છે તે ઓળખવું જરૂરી છે.
તમારી જાતને પૂછો કે તમને શું જોઈએ છે અને શેની જરૂર છે. તમારા પરિવારને પૂછો કે તેઓને શું જોઈએ છે અને તમારી પાસેથી શું અપેક્ષા રાખે છે. દરેક યુનિવર્સિટીને પૂછો કે તે આમાંના દરેક યોગ્ય પરિબળો અને તમારા અને તમારા પરિવાર માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબતોના સંબંધમાં શું ઑફર કરે છે અને શું આપી શકે છે.
યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ એજ્યુકેશન લગભગ 4,000 ડિગ્રી આપતી શૈક્ષણિક સંસ્થાઓનુ લિસ્ટ આપે છે અને સંભવિત વિદ્યાર્થીની જરૂરિયાતોને અનુરૂપ યુનિવર્સિટીની શોધ જબરજસ્ત હોઈ શકે છે. વર્જિનિયા ટેક ખાતે આસિસ્ટન્ટ ડિરેક્ટર ફોર ઈન્ટરનેશનલ એડમિશનના ટાયલર ઓક્સલી કહે છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં દેશના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારની યુનિવર્સિટીઓ છે તે સમજવું અગત્યનું છે.
ત્યાં મોટી રિસર્ચ યુનિવર્સિટીઓ અથવા નાની પબ્લિક સ્કૂલ છે, જે મોટા શહેરો અને નાના નગરોમાં સ્થિત હોઈ શકે છે. તેથી હું વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં તેઓ શું શોધી રહ્યાં છે તે ઓળખવા અથવા શોધવાનો પ્રયાસ કરવા કહું છું. તેઓ શું ઈચ્છે છે? તે નક્કી કરવાથી શાળાઓને શોધવાનું સરળ બને છે કે જેમાં પ્રોગ્રામ્સ છે જે તેમના માપદંડ સાથે બંધ બેસે છે.
અન્વેષણના વિવિધ માર્ગો
વિદ્યાર્થીઓ શાળા અથવા ડિગ્રીમાંથી તેમની જરૂરિયાતોને જાણવા માટે વિવિધ અભિગમો અપનાવી શકે છે. નૈમિષ ઉપાધ્યાય, જેમણે 2009માં યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાંથી પર્યાવરણીય વિજ્ઞાન અને નીતિમાં તેમની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી, તેઓ કહે છે કે હેતુના નિવેદનનો મુસદ્દો તૈયાર કરવાની પ્રક્રિયાએ તેઓ શું અભ્યાસ કરવા માંગે છે તે નક્કી કરવાનું છે. ઉપાધ્યાય કહે છે કે, મારા વિઝા ઇન્ટરવ્યુમાં મને પણ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને વિચારોની થોડી સ્પષ્ટતા ચોક્કસપણે આ બાબતે તમને મદદ કરશે.
ગૌરી તલવાર ગણિત અને અર્થશાસ્ત્રમાં ડબલ મેજર કર્યું હતું, તેમને મલ્ટીપલ ઈન્ટ્રેસ્ટ હતું જેમાં તે બધાને અનુસરવા માંગતી હતી. તેને બર્નાર્ડ કોલેજમાં એડમિશન આપવામાં આવ્યું હતું, પરંતુ તેના મેજર મુખ્યત્વે ન્યુ યોર્ક સિટીની કોલંબિયા યુનિવર્સિટીમાં હતા. તેમણે આ સંસ્થાઓ પસંદ કરી કેમ કે, "તેઓની પાસે ખરેખર મજબૂત શૈક્ષણિક પ્રોગ્રામ હતા અને કેમ્પસમાં પણ તેને લગતી તમામ સુવિધાઓ હતી. તેઓ કહે છે કે, "હું મૂળભૂત રીતે ગણિત અને નૃત્યનો અભ્યાસ કરવા માંગતી હતી અને ત્યાં ઘણી ઓછી કોલેજો હતી જે બંનેમાં ખરેખર સારી હતી."
મુંબઈમાં ઉછરેલી તલવારે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તે શહેરની કૉલેજમાં જવા માંગે છે. તેમણે કહ્યું, “મને લોકોની આસપાસ રહેવાની, ભીડની આસપાસ રહેવાની ખૂબ આદત હતી. મને નથી લાગતું કે ગ્રામીણ કેમ્પસ મારા માટે એટલું કામ કરી શક્યું હોત."
શહેરો તમને વ્યાવસાયિક લાભ પણ આપી શકે છે. ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑફ આર્કિટેક્ચરની ડિગ્રી મેળવનાર મુંબઈની પ્રેક્ટિસ કરતી આર્કિટેક્ટ અતિતા શેટ્ટી કહે છે કે યુનિવર્સિટીની તેમની પસંદગી તેમના પોતાના રિસર્ચ તેમજ તેમના સલાહકારોએ ભલામણ કરી હોય અથવા તેમાંથી સ્નાતક થયા હોય તેવી સંસ્થાઓના સંયોજન પર આધારિત હતી. "મોટા શહેરોમાં અથવા તેની નજીકમાં રહેવાનો અર્થ સારી નોકરીની વધુ સંભાવનાઓ હોઈ શકે છે.
પોતાનુ રિસર્ચ કરો
ઘણા વિદ્યાર્થીઓ તેઓ જે યુનિવર્સિટીમાં અરજી કરવા માંગે છે, તેની શોધખોળ કરવા માટે ખૂબ રિસર્ચ કરે છે. પ્રથમ પગલું સ્પષ્ટપણે એ સમજવાનું હતું કે હું ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાંથી શું ઇચ્છું છું. મેં શરૂઆતથી જ રિસર્ચ શરૂ કરી દીધી હોવાથી, મને શું ગમ્યું અને શું નહીં તે અંગે મારી પાસે થોડી સ્પષ્ટતા હતી, 2019માં યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડમાંથી બિઝનેસ એનાલિટિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવનાર ઈશ્વર શેષાદ્રી કહે છે.
સમજો કે આપેલ યુનિવર્સિટીમાં પ્રોગ્રામ તમારા માળખામાં કેવી રીતે ફિટ છે. ઉદાહરણ તરીકે, ચોક્કસ યુનિવર્સિટીમાં એનાલિટિક્સ પ્રોગ્રામ ટેકનિકલ એક્સપોઝર તરફ વધુ ઝુકી શકે છે, જ્યારે સમાન નામ સાથેનો પ્રોગ્રામ સંપૂર્ણપણે અન્ય બિઝનેસ કેન્દ્રિત હોઈ શકે છે. શેષાદ્રીના સંશોધનમાં વર્ગખંડના અનુભવ અને નાણાંકીય સહાયથી લઈને ભૌગોલિક સ્થાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પરિણામો સુધીના પરિબળોનો સમાવેશ થાય છે.
તે કહે છે કે, એકવાર પ્રવેશના નિર્ણયો લેવામાં આવ્યા અને મારી પાસે શાળાઓનો સમૂહ હતો, જેમાંથી હું પસંદ કરી શકું. મેં ફરીથી આ પ્રક્રિયાનું પુનરાવર્તન કર્યું.
યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા વિટર્બી ઈન્ડિયા ઓફિસના ડિરેક્ટર સુધા કુમાર કહે છે, "રિસર્ચ પ્રક્રિયા ઘણો સમય માંગી લે તેવું છે, પરંતુ તે સમયને યોગ્ય છે." સંશોધન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓ યુનિવર્સિટી વિશે જે પ્રશ્નો પૂછી શકે છે તેમાં નીચેનાનો સમાવેશ થઈ શકે છે:
શું તે પોતાને રસ હોય તેવા કોર્સ ઓફર કરે છે અને શું તે તેમને તેમના લક્ષ્યો સુધી પહોંચવામાં મદદ કરશે? શું અભ્યાસક્રમ તેઓ ઇચ્છે છે તેટલો વ્યવહારુ કે સૈદ્ધાંતિક છે? શું ફેકલ્ટી નેતાઓ તેમના પસંદ કરેલા વિષયના ક્ષેત્રમાં છે? શું યુનિવર્સિટી પાસે ઉદ્યોગ સાથે તે પ્રકારની ભાગીદારી છે જે તેઓ ઈચ્છે છે? યુનિવર્સિટીમાં વાતાવરણ કેવું છે?
દરેક વિદ્યાર્થી માટે તેમના માટે સૌથી મહત્વપૂર્ણ પરિબળ અલગ અલગ હોઈ શકે છે અને તેઓએ તેમની પસંદગીઓને શ્રેષ્ઠ રીતે પૂરી કરતી યુનિવર્સિટીઓમાં અરજી કરવી જોઈએ.
અરજીની પ્રક્રિયા ગમે તેટલી જટિલ અને લાંબી લાગે, અસંખ્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક તેને પૂરી કરી પોતાના જીવનમાં એક અલગ ઓળખ મેળવી ચૂક્યા છે ઓક્સલી કહે છે, "યુ.એસ.ની શિક્ષણ પ્રણાલી એટલી વૈવિધ્યસભર છે કે વિદ્યાર્થીઓ માટે અઢળક તકો હશે, પછી ભલે તેઓ ગમે તે પ્રકારની યુનિવર્સિટીઓ શોધી રહ્યાં હોય ચેમાં તેમને યોગ્ય વિકલ્પ મળી જ રહેશે.
પરોમિતા પેઈન યુનિવર્સિટી ઓફ નેવાડા, રેનો ખાતે ગ્લોબલ મીડિયા સ્ટડીઝના આસિસ્ટન્ટ પ્રોફેસર છે. સૌજન્ય: SPAN મેગેઝિન, યુએસ એમ્બેસી, નવી દિલ્હી. https://spanmag.com/finding-the-right-fit/
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર