Home /News /career /Career Tips: બેન્ક મેનેજર કેવી રીતે બની શકાય? સરકારી નોકરી માટે આપવી પડશે આ પરીક્ષા

Career Tips: બેન્ક મેનેજર કેવી રીતે બની શકાય? સરકારી નોકરી માટે આપવી પડશે આ પરીક્ષા

સરકારી નોકરી માટેની પરીક્ષા

Jobs and career: બેંકમાં વિવિધ પોસ્ટસ પર ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવે છે. જો તમે બેંકમાં નોકરી (Bank Jobs) કરવા માંગતા હોવ તો તમારા માટે તેમની માહિતી હોવી જરૂરી છે.

Career Tips- દર વર્ષે લાખો યુવાનો સરકારી નોકરી (Sarkari Naukri) ઓ માટે બેંકની પરીક્ષા (Bank Jobs) આપે છે. આ માટે ધોરણ 12 થી તૈયારી શરૂ કરી શકાય છે, પરંતુ પરીક્ષામાં બેસવાની તક ગ્રેજ્યુએશન પછી જ મળી શકે છે. સરકારી બેંકમાં નોકરી મેળવવી થોડી મુશ્કેલ છે. અહીં સ્પર્ધાનું સ્તર અઘરું બને છે.

બેંકમાં વિવિધ પોસ્ટસ પર ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવે છે. જો તમે બેંકમાં નોકરી (Bank Jobs) કરવા માંગતા હોવ તો તમારા માટે તેમની માહિતી હોવી જરૂરી છે. તેના કારણે તમે સમયસર તેમના માટે અરજી કરી શકશો અને સારી રીતે તૈયારી કરી શકશો. બેંક મેનેજર બનવા માટે કઈ પરીક્ષા (Bank PO પરીક્ષા) આપવી ફરજિયાત છે? તે અંગે અહી માહિતી અપાઈ છે.

બેંક મેનેજર માટે આવશ્યક લાયકાત

બેંકમાં ઉચ્ચ સ્તરની પોસ્ટ પર નોકરી મેળવવા માટે ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. બેંક મેનેજરના પદ પર નોકરી મેળવવા માટે પ્રોબેશનરી ઓફિસર એટલે કે PO પરીક્ષા પાસ કરવી જરૂરી છે. બેંક પીઓ પરીક્ષા ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન દ્વારા લેવામાં આવે છે.

SBI માટે એક અલગ પરીક્ષા હશે

IBPS PO પરીક્ષા (IBPS PO Exam) ત્રણ તબક્કામાં લેવામાં આવે છે. જેમાં પ્રી, મેઈન્સ અને ઇન્ટરવ્યૂ સામેલ છે. ત્રણેય તબક્કામાં પાસ થનાર ઉમેદવારોને જ નોકરી માટે પસંદ કરવામાં આવે છે. જો કે, ભારતીય સ્ટેટ બેંકમાં નોકરી મેળવવા માટે, એક અલગ પરીક્ષા લેવી પડે છે, જેનું આયોજન SBI દ્વારા કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ-India Post Recruitment: ઇન્ડિયન પોસ્ટમાં વિવિધ પદો પર બંપર ભરતી, નજીક છે છેલ્લી તારીખ

સરકારી બેંકમાં મેનેજર બનવાની પ્રક્રિયા થોડી અઘરી છે. સરકારી બેંકમાં મેનેજર બનવું ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. તે મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. ખાનગી બેંક હોય કે સરકારી બેંક, કોઈપણ બેંકમાં ડાયરેક્ટ મેનેજર બનાવવામાં આવતા નથી. તેના બદલે પીઓ અથવા આસિસ્ટન્ટ મેનેજરને બેંક મેનેજર બનવા માટે બઢતી મળે છે.

આ પણ વાંચોઃ-Sarkari Naukri 2022 : ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે એક્સાઈઝ અને ટેક્સ ઈન્સપેક્ટર બનવાની તક, જાણો વિગતો

IBPS પરીક્ષા દ્વારા PO પરીક્ષા માટે ઉમેદવારની ઉંમર 20 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. SC/ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટ અને OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની છૂટ મળે છે. PWD (પર્સન વિથ ડિસેબિલિટીઝ) માટે 10 વર્ષની વય મર્યાદામાં છૂટછાટની જોગવાઈ છે.
First published:

Tags: Exam, Jobs and Career, Sarkari Naukri, Sarkari Naukri 2022