Home /News /career /

TCS Hiring: ટીસીએસ ઑફ-કેમ્પસ હાયરિંગ પ્રોગ્રામ માટે મંગાવવામાં આવી અરજીઓ, આ રીતે કરો અરજી

TCS Hiring: ટીસીએસ ઑફ-કેમ્પસ હાયરિંગ પ્રોગ્રામ માટે મંગાવવામાં આવી અરજીઓ, આ રીતે કરો અરજી

TCS Recruitment 2022 : ટીસીએસ એટલાસમાં ભરતી, અહીંથી કરો અરજી

TCS Hiring: જો તમે નવા યૂઝર છો તો TCS NextStep portal પર વિઝિટ કરો અને રજીસ્ટ્રેશન કરો. હવે ‘IT’ કેટેગરી સિલેક્ટ કરી એપ્લિકેશન ફોર્મ ભરો અને સબમીટ કરો.

મુંબઇ: ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (Tata Consultancy Services (TCS) દ્વારા પોતાના ઑફ-કેમ્પસ હાયરિંગ પ્રોગ્રામ - TCS એટલાસ હાયરિંગ (TCS Atlas Hiring) માટે ગણિત, સ્ટેટેસ્ટિક્સમાં M.Sc ની ડિગ્રી અથવા ઈકોનોમિક્સમાં MAની ડિગ્રી ધરાવતા સાથે ફ્રેશર્સ પાસેથી ભરતી માટે અરજીઓ મંગાવી છે. ટીસીએસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટીસીએસ એટલાસ હાયરિંગ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોએ સુપિરિયર બિઝનેસ આઉટકમ આપવાના રહેશે. આ કાર્યો દ્વારા તેમનામાં ભવિષ્યમાં નિર્ણયો લેવા માટે ડિસિઝન મેકિંગ માટે ઈફેક્ટિવ ડેટા ડ્રિવન સ્ટ્રેટેજીસ માટે મદદરૂપ સાબિત થશે.

મહત્વના મુદ્દા:


● ઉમેદવારોનું પાસિંગ આઉટ વર્ષ 2020, 2021 અથવા 2022 હોવું જરૂરી છે.
● લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ 28 વર્ષ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
● ઉમેદવારો પાસે ધોરણ 10, વર્ગ 12, ડિપ્લોમા (જો લાગુ હોય તો), ગ્રેજ્યુએશન અને પોસ્ટ-ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 60% અથવા તેથી વધુના માર્ક હોવા આવશ્યક છે.
● નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ (NIOS) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 પૂર્ણ કરનાર ઉમેદવારો પણ અરજી કરવા પાત્ર છે.
● 2020 અને 2021 માં પાસ થયેલા ઉમેદવારો જેમની પાસે કોઈ બેકલોગ ન હોય અને તેમની પાસે અભ્યાસક્રમ પૂર્ણ કરવાના દસ્તાવેજો ઉપલબ્ધ હોવા જોઈએ.
● વર્ષ 2022 માં પાસ થયેલા ઉમેદવારો માટે માત્ર એક જ બેકલોગની પરવાનગી આપવામાં આવી છે. તમામ બાકી રહેલા બેકલોગ નિયત કોર્સ સમયગાળામાં પૂર્ણ કરવાના રહેશે.
● શિક્ષણ/કામના અનુભવમાં કોઈપણ બ્રેક 24 મહિનાથી વધુ ન હોવો જોઈએ. બ્રેક માટે માન્ય કારણ હોવુ જરૂરી છે.
● ડોક્યુમેન્ટ પ્રુફ જરૂર પડે ત્યારે ચકાસવામાં આવશે.
● બધા ઉમેદવારોએ શૈક્ષણિક, કામના અનુભવ દરમિયાન ગેપ્સ/એરર/બેકલોગ હોય તો અગુથી જણાવવુ જરૂરી છે.
● 2 વર્ષ સુધીનો અગાઉનો કાર્ય અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે.

આ રીતે કરો અરજી:


TCS NextStep portal ઓપન કરી તેમા રજીસ્ટ્રેશન કરો અને એપ્લિકેશન ફોર્મ ભરો.
● અરજી કર્યા બાદ ‘Application Received’ અથવા તેના ઉપરનુ સ્ટેટસ હોવુ જોઈએ.
● અરજી કરતી વખતે CT/DT ID હોવી જરૂરી છે.
● જો તમારી પાસે પહેલેથી જ CT/DT ID છે, તો TCS નેક્સ્ટ સ્ટેપ પોર્ટલ પર લોગ ઓન કરો અને એપ્લિકેશન ફોર્મ ભરો.
● જો તમે નવા યૂઝર છો તો TCS NextStep portal પર વિઝિટ કરો અને રજીસ્ટ્રેશન કરો. હવે ‘IT’ કેટેગરી સિલેક્ટ કરી એપ્લિકેશન ફોર્મ ભરો અને સબમીટ કરો.
● એક જ ઉમેદવાર દ્વારા એકથી વધુ વખત અરજી કરવામાં આવશે તો તે ઉમેદવારને અમાન્ય ગણવામાં આવશે.
● વધુ વિગતો માટે અરજી કરવા માંગતા ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકે છે. આ પદો પર અરજી કરવાની અંતિમ તારીખ 20 એપ્રિલ 2022.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Job, Naukri, TCS, કેરિયર

આગામી સમાચાર