Home /News /career /Interview Tips: કેટલા પગારની અપેક્ષા રાખો છો? ઇન્ટરવ્યુમાં આ પ્રશ્નનો જવાબ કઈ રીતે આપશો?

Interview Tips: કેટલા પગારની અપેક્ષા રાખો છો? ઇન્ટરવ્યુમાં આ પ્રશ્નનો જવાબ કઈ રીતે આપશો?

કેટલા પગારની અપેક્ષા રાખો છો? ઇન્ટરવ્યુમાં આ પ્રશ્નનો જવાબ કઈ રીતે આપશો?

What is your salary expectations: નવી નોકરી માટેનો ઈન્ટરવ્યુ રોમાંચક હોય છે. જેમાં તમારે કેવી ભૂમિકા જોઈએ છે? કંપની તરફથી શું અપેક્ષા છે? અને તમે આ નોકરી માટે કેમ લાયક છો તે જણાવવાની તક હોય છે. પરંતુ એક વસ્તુ ઉત્સાહી ઉમેદવારને પણ ચિંતામાં મૂકી શકે છે અને તે છે નોકરીના ઇન્ટરવ્યુમાં પૈસાની ચર્ચા.

વધુ જુઓ ...
  Interview Tips: નવી નોકરી માટેનો ઈન્ટરવ્યુ રોમાંચક હોય છે. જેમાં તમારે કેવી ભૂમિકા જોઈએ છે? કંપની તરફથી શું અપેક્ષા છે?  અને તમે આ નોકરી માટે કેમ લાયક છો તે જણાવવાની તક હોય છે. પરંતુ એક વસ્તુ ઉત્સાહી ઉમેદવારને પણ ચિંતામાં મૂકી શકે છે અને તે છે નોકરીના ઇન્ટરવ્યુમાં પૈસાની ચર્ચા(how to answer salary expectations).

  સારો પગાર મળે તે ઉમેદવાર માટે સારી બાબત છે. આ બાબતે શાપિરો નેગોશિયેશન ઇન્સ્ટિટ્યૂટના મેનેજિંગ પાર્ટનર એન્ડ્રેસ લારેસના મત મુજબકંપનીના હાયરિંગ મેનેજર સાથે પગારની ચર્ચા કરવામાં અસ્વસ્થતા અનુભવાય છે. પણ આ વાત કહેવાની કેટલીક પદ્ધતિ છે. પગારની વાત તમે કાઢો કે પછી એચઆર કાઢે, ત્યારે આત્મવિશ્વાસ સાથે તમારી અપેક્ષા કહો અને અને તમારી જાતને શક્ય તેટલો વધુ લાભ આપો.

  આ પણ વાંચો:  જોબ ઇન્ટરવ્યુ વખતે ફ્રેશર્સે શું ધ્યાનમાં રાખવું? આ ખાસ 7 ટિપ્સ ભૂલતા નહીં

  નોકરીના ઇન્ટરવ્યુમાં પગાર વિશે શુ કહેવું?


  નિષ્ણાતો કહે છે કે, તમારે તમારા પગારની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને પ્રથમ મુલાકાતમાં કહી દેવું જોઈએ. લેખક અને કારકિર્દીના કોચ ઓક્ટવીયા ગોરેડે ઇન્ડસ્ટ્રીના પગાર રિપોર્ટ તપાસવાની, ઓનલાઈન ડેટાબેસેસનો ઉપયોગ કરીને અને માર્કેટમાં તમે ક્યાં ઉભા છો તે જાણવા માટે તમારા નેટવર્કનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.

  ઇન્ટરવ્યૂમાં પગારની વાત ક્યારે કરવી તે અંગે ઘણા મત છે. અત્યારે મોટાભાગની કંપનીઓ પગાર અગાઉથી જણાવા લાગી છે, આ કિસ્સામાં તમે પ્રથમ અથવા બીજા રાઉન્ડમાં પગારની ચર્ચા કરી શકો છો.

  ગોરેડેમા કહે છે કે, જો તમે તમારો પગાર શું રાખવા માંગો છો તેમાં તમને વિશ્વાસ હોય અને તમારી પાસે ઘણા આશાસ્પદ ઇન્ટરવ્યુ હોય, તો તમે તમારા સમયનો મહત્તમ ઉપયોગ કરવા માટે પગારની વાત વહેલી કરી શકો છો. પરંતુ મોટાભાગે, ઓફર સ્ટેજ સુધી અથવા નક્કર આંકડાની ચર્ચા કરવા માટે શક્ય હોય ત્યાં સુધી રાહ જુઓ તો વધારે સારું રહેશે.

  અહીં એક વિચિત્ર વાત પણ સામે આવી છે. ઇન્ટરવ્યુહ વખતે પગાર અંગે દલીલ કરનાર મહિલા કર્મચારીઓને નોકરીએ રાખ્યા બાદ દંડ કરવાના કિસ્સા સામે આવતા હોય છે. કોલંબિયા બિઝનેસ સ્કૂલના પ્રોફેસર મેબેલ અબ્રાહમ કહે છે કે, ઇન્ટરવ્યુ પ્રક્રિયાના પછીના તબક્કા સુધી પગારની વાટાઘાટો માટે રાહ જોતાં લોકો પક્ષપાતને ટાળી શકે છે.

  પગારની અપેક્ષા અંગે કેવી રીતે જવાબ આપવો?


  નિષ્ણાતો સામાન્ય રીતે કહે છે કે, પહેલા તમારા પગારની અપેક્ષાઓ કહેવાનું ટાળો. ખૂબ નાનો આંકડો જણાવશો તો નુકસાન છે અને ખૂબ મોટો આંકડો જણાવશો તો પણ નુકસાન છે.તેના બદલે તમે HRને સામો પ્રશ્ન કરીને જવાબ આપી શકો છો.

  લારેસ કહે છે કે, હંબલ રહો અને કહો કે, પગાર એ નોકરી માટેનું એક મહત્ત્વનું પાસું છે અને તે આપણા બંને માટે છે. તમે અત્યારે હાયરિંગ મેનેજરની ભૂમિકામાં છો અને કંપની શું ઓફર કરી શકે છે તે અંગે તમે નિષ્ણાત છો. તે જોતાં હું આ હોદ્દા પર મળતા પગારના લેવલ માટે તમારા મનમાં શું છે તે સાંભળવા માંગુ છું.

  જો HR કોઈ આંકડો કહેવા માટે દબાણ કરે તો?


  હાયરિંગ મેનેજર તમને અન્ય પ્રશ્ન પૂછી શકે છે અને તમે કેટલો પગાર લેશો તેનો આંકડો કહેવાનું કહી શકે છે. આ કિસ્સામાં તમે એકત્રિત કરેલ ડેટાના આધારે પગારનું સ્તર તૈયાર રાખો. લેરેસ કહે છે કે તમારા સંપૂર્ણ ન્યૂનતમ પગાર વિશે સ્પષ્ટ રહો અને તે નંબરને તમારી શ્રેણીના તળિયે મૂકો.

  પગારની રેન્જ કેટલી હોવી જોઈએ?


  આ વાતનો આધાર તમે આ નોકરીનું કેટલું ઇચ્છો છો, પગાર તમારા માટે કેટલો મહત્વનો છે? અને હાયરિંગ પ્રક્રિયામાં તમને શું લાભ મળવાનો છે તેના પર છે. લારેસ આ ઉદાહરણ આપે છે કે, જો તમે $100,000નું લક્ષ્ય રાખતા હોવ અને તમને નોકરી ગમે છે કે નહીં તેના પર વિચારી રહ્યા હોવ તો તમે $95,000 થી $115,000 ની રેન્જ આપી શકો છો.

  જો તમને ખરેખર નોકરી જોઈએ જ છે, તો તમે અન્ય લાભો માટે વાટાઘાટ કરી શકો છો અને તેમના નિર્ણયને ઝડપી બનાવવા માટે બેઝ સેલરી પર ડિમાન્ડ કરી શકો છો, તો તમે રેન્જને $95,000 થી $102,000 સુધી રાખી શકો છો.

  આ પણ વાંચો:  How to write resume: IT ફ્રેશરે રેઝ્યૂમે કેવી રીતે લખવું: આ રહી સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ

  એક વાત ધ્યાનમાં રાખો કે, રેન્જ જેટલી વિશાળ હશે, તેટલી જ અનુકૂળ હશે. તેના પરથી એવું લાગશે કે, તમે પગારમાં કઈ વધુ માંગી જ નથી રહ્યા. તમે એમ પણ કહી શકો કે, તમે નોકરી અને કંપની વિશે જે જાણો છો તેના આધારે આ તમારી પ્રારંભિક અપેક્ષાઓ છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Career and Jobs

  विज्ञापन
  विज्ञापन