Home /News /career /Career tips: IAS-IPS સિવાય ક્યાં વિભાગમાં જોડાઈ શકો છો, જાણો UPSCની અન્ય સર્વિસ પોસ્ટ્સ વિશે

Career tips: IAS-IPS સિવાય ક્યાં વિભાગમાં જોડાઈ શકો છો, જાણો UPSCની અન્ય સર્વિસ પોસ્ટ્સ વિશે

UPSC વિશેની જાણકારી

UPSC services career tips: પરીક્ષા પાસ કરનાર ઉમેદવારને કઈ સેવામાં મોકલવામાં આવશે, તે પરીક્ષામાં મેળવેલ રેન્કિંગ પર નિર્ભર કરે છે. જાણો અન્ય 23 વિભાગો વિશે, ક્યાં ક્રમમાં કઈ સર્વિસ માટે પોસ્ટ મેળવી શકો છો.

Jobs and career: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આયોજિત સિવિલ સર્વિસ પરીક્ષા (CSE) દ્વારા 24 વિવિધ સિવિલ સેવાઓ માટે UPSC પોસ્ટ્સ ભરવામાં આવે છે.(UPSC posts details) લાખો ઉમેદવારોમાંથી માત્ર થોડા હજાર ઉમેદવાર જ આ પરીક્ષા પાસ કરવામાં સક્ષમ હોય છે. સિવિલ સર્વિસમાં 23 જુદા જુદા વિભાગો છે.

(UPSC career Opportunity) સૌથી વધુ લોકપ્રિય સેવા, ભારતીય વહીવટી સેવાઓ (IAS), ભારતીય પોલીસ સેવા (IPS), ભારતીય મહેસૂલ સેવાઓ (IRS) અને ભારતીય વિદેશી સેવાઓ (IFS) છે. (UPSC service Rank) પરીક્ષા પાસ કરનાર ઉમેદવારને કઈ સેવામાં મોકલવામાં આવશે, તે પરીક્ષામાં મેળવેલ રેન્કિંગ પર નિર્ભર કરે છે. જાણો અન્ય 23 વિભાગો વિશે, ક્યાં ક્રમમાં કઈ સર્વિસ માટે પોસ્ટ મેળવી શકો છો. (UPSC all services)

સિવિલ સર્વિસમાં કેટલી જગ્યાઓ છે?
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસ પરીક્ષા (CSE) દ્વારા કુલ 24 વિવિધ સિવિલ સર્વિસ પોસ્ટ ભરવામાં આવે છે. જેને 2 ગ્રુપમાં અલગ કરવામાં આવી છે.

ગ્રુપ 'A' સિવિલ સર્વિસીસ-
1- ભારતીય વહીવટી સેવા, Indian Administrative Service (IAS)
2- ભારતીય પોલીસ સેવા, India Police Service (IPS),
3- ભારતીય વન સેવા, Indian Forest Service (IFoS),
4- ભારતીય વિદેશ સેવા, Indian Foreign Service(IFS),
5- ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ સર્વિસ, Indian Audit and Accounts Service (IA&AS),
6- ભારતીય સિવિલ એકાઉન્ટ્સ સર્વિસ, Indian Civil Accounts Service(ICAS),
7- ભારતીય કોર્પોરેટ લો સર્વિસ, Indian Corporate Law Service(ICLS),

8- ભારતીય સંરક્ષણ એકાઉન્ટ્સ સર્વિસ, Indian Defence Accounts Service (IDAS),
9- ઇન્ડિયન ડિફેન્સ એસ્ટેટ સર્વિસ, Indian Defence Estates Service (IDES),
10- ભારતીય માહિતી સેવા, Indian Information Service (IIS),
11- ભારતીય ઓર્ડનન્સ ફેક્ટરી સર્વિસ, Indian Ordnance Factories Service (IOFS),
12- ભારતીય કોમ્યુનિકેશન ફાઇનાન્સ સર્વિસિસ, Indian Communication

Finance Services (ICFS),
13- ભારતીય ટપાલ સેવા, Indian Postal Service (IPoS),
14- ભારતીય રેલવે એકાઉન્ટ્સ સર્વિસ, Indian Railway Accounts Service (IRAS),
15- ભારતીય રેલવે કર્મચારી સેવા,Indian Railway Personnel Service (IRPS),
16- ભારતીય રેલ્વે ટ્રાફિક સેવા, Indian Railway Traffic Service (IRTS),
17- ભારતીય મહેસૂલ સેવા Indian Revenue Service(IRS),
18- ભારતીય વેપાર સેવા, Indian Trade Service (ITS),
19- રેલવે પ્રોટેક્શન ફોર્સ, Railway Protection Force (RPF)

ગ્રુપ 'B' સિવિલ સર્વિસીસ
20- DANICS- દિલ્હી, આંદામાન અને નિકોબાર ટાપુઓ સિવિલ સર્વિસીસ,
21- DANIPS- NCT ઓફ દિલ્હી, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી પોલીસ સેવા
22- પોંડિચેરી સિવિલ સર્વિસ,
23- પોંડિચેરી પોલીસ સેવા,

આ પણ વાંચોઃ-GANDHINAGAR: JOB ALETR: યુવાનો માટે સરકારી નોકરીની સ્વર્ણિમ તક ,GPSC દ્વારા 260 પદો પર ભરતીની જાહેરાત કરાઈ

UPSCમાં સૌથી ઊંચુ પદ કયું છે?
કેબિનેટ સચિવ એ IAS નું ટોચનું પદ અને ભારત સરકારના વરિષ્ઠ નાગરિક અધિકારી છે. કેબિનેટ સચિવ એ ભારતીય વહીવટી સેવાના વરિષ્ઠ કાર્યકારી છે જે પ્રાથમિકતાના 11મા ક્રમે રાખવામાં છે.

UPSCમાં સૌથી નીચો રેન્ક કયો છે?
IAS અધિકારીનો સૌથી નીચો રેન્ક IAS trainee અથવા IAS પ્રોબેશનર છે જે તાલીમ સમયગાળા દરમિયાન આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ-ONGC recruitment 2022: ONGC માં એસોસિયેટ અને જુનિયર કન્સલ્ટન્ટ માટે ભરતી, રૂ.60,000 સુધી હશે પગાર

'IAS' કે કલેક્ટર' કયું પદ મોટું?
જિલ્લા કલેક્ટર, જિલ્લાના મહેસૂલ વહીવટના સર્વોચ્ચ અધિકારી છે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, જેને DM તરીકે ઓળખવામાં આવે છે, તે ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. જે ભારતના સૌથી વરિષ્ઠ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે, અને ભારતના એક જિલ્લાના વહીવટના મુખ્ય પ્રભારી હોય છે.
First published:

Tags: Career tips, Jobs and Career, UPSC

विज्ञापन