Home /News /career /

MBA Exam Tips: યોગ્ય એમબીએ એન્ટ્રન્સ એક્ઝામ પસંદ કરવાથી મળશે સફળતા, જાણો કઈ વાતો ધ્યાનમાં રાખવી?

MBA Exam Tips: યોગ્ય એમબીએ એન્ટ્રન્સ એક્ઝામ પસંદ કરવાથી મળશે સફળતા, જાણો કઈ વાતો ધ્યાનમાં રાખવી?

જાણો કઈ રીતે પસંદ કરવી બેસ્ટ એમબીએ એન્ટ્રન્સ એક્ઝામ.

MBA Exam Tips: ભારતમાં એમબીએ માટે કુલ 9 એન્ટ્રન્સ એક્ઝામ (MBA Entrance Exams)ને માન્યતા આપવામાં આવી છે અને આ બધા માટે સખત મહેનત કરવી પડે છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ એમબીએ એન્ટ્રન્સ એક્ઝામ આપે છે, જેને લીધે કોમ્પિટિશન લેવલ ઘણું ઊંચું રહે છે.

વધુ જુઓ ...
    MBA Exam, MBA Course: મોટાભાગના વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કર્યા બાદ માસ્ટર્સમાં એમબીએ કોર્સ (MBA Course)ની પસંદગી કરે છે. જો કે, એમબીએ કોર્સ ત્યારે જ કામનો ગણાય છે, જ્યારે તેને કોઈ સારી સંસ્થામાંથી કરવામાં આવ્યો હોય. ભારતમાં મોટાભાગના સ્ટુડન્ટ્સ આઇઆઇએમ (IIM) એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (Indian Institute of Management)થી જ એમબીએ કોર્સ કરવાના સપના જુએ છે.

    આઇઆઇએમમાં એડમિશન (IIM Admission) મેળવવું સરળ નથી હોતું. આ માટે ઉમેદવારોએ કઠિન એન્ટ્રન્સ એક્ઝામ (Entrance Exams) આપવી પડે છે. ભારતમાં એમબીએ માટે કુલ 9 એન્ટ્રન્સ એક્ઝામ (MBA Entrance Exams)ને માન્યતા આપવામાં આવી છે અને આ બધા માટે સખત મહેનત કરવી પડે છે. આ એન્ટ્રન્સ એક્ઝામમાં આંખ મીચીને બેસી જવું યોગ્ય નથી. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ એમબીએ એન્ટ્રન્સ એક્ઝામ આપે છે, જેને લીધે કોમ્પિટિશન લેવલ ઘણું ઊંચું રહે છે. જાણો કઈ રીતે પસંદ કરવી બેસ્ટ એમબીએ એન્ટ્રન્સ એક્ઝામ.

    આ પણ વાંચો: બેન્કની પરીક્ષાની તૈયારી માટે આ છે બેસ્ટ ટિપ્સ, પાકી થઈ જશે નોકરી

    બેસ્ટ બિઝનેસ સ્કૂલથી કરો શરૂઆત

    MBA કોર્સ માટે થતી એન્ટ્રન્સ એક્ઝામ (MBA Entrance Exams)ની તૈયારી કરતા પહેલા પોતાના માટે યોગ્ય B સ્કૂલ પસંદ કરો. તમને એ વાતની જાણકારી હોવી જોઈએ કે કઈ પરીક્ષા દ્વારા કઈ સંસ્થામાં પ્રવેશ મેળવી શકાય છે. તે વધુ યોગ્ય રહેશે કે તમે એક જ પરીક્ષામાં ભાગ લો, જેનો સ્કોર ઘણી સંસ્થાઓમાં માન્ય હોય. જેમ કે, કેટ સ્કોર ફક્ત આઇઆઇએમમાં જ નહીં, પરંતુ SPJIMR, IMT, TAPMI, XIMB જેવી અન્ય જગ્યાએ પણ માન્ય છે. જો તમે ઝેવિયર લેબર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વિશે વિચારી રહ્યાં છો, તો તમારે જેટ માટે તૈયારી કરવી જોઈએ.

    ચેક કરો તમારું ફાઈનાન્શિયલ સ્ટેટસ

    દરેક MBA એન્ટ્રન્સ એક્ઝામ (MBA Entrance Exams)ની ફીસ અલગ-અલગ છે. જો તમે આર્થિક રીતે બહુ મજબૂત ન હો તો માત્ર એક કે બે પરીક્ષા જ આપો. એક્ઝામ માટે વધારે પૈસા ખર્ચ ન કરો.

    આ પણ વાંચો: મહિલાઓ Navy કેવી રીતે જોડાઈ શકે? જાણો લાયકાત અને પ્રક્રિયા

    એક્ઝામ સેન્ટરનું લોકેશન

    એમબીએ એક્ઝામ પસંદ કરતાં પહેલા એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે એક્ઝામ સેન્ટર બહુ દૂર ન હોય, નહીંતર ટ્રાવેલિંગમાં તમારો સમય અને પૈસા ખર્ચ થશે. કેટલીક એમબીએ એક્ઝામની તારીખ એકસાથે હોય છે જેથી તમને મુશ્કેલી થઈ શકે છે.

    એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કઈ રીતે થશે?

    MBA એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરવી સરળ નથી હોતી. તેથી કોઈપણ પરીક્ષા આપતાં પહેલા એક્ઝામ પેટર્ન (MBA Exam Pattern) જરૂર સમજી લો. તમને જે સરળ અને ક્વોલિફાઇ કરવા યોગ્ય લાગે છે તેમાં જ સામેલ થવું વધુ સારું રહેશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Career and Jobs, Career Guidance, Career News, Entrance Exams, MBA, આઇઆઇએમ

    આગામી સમાચાર