Jobs for 12th Pass: પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2021, 1334 જગ્યા, અરજી કેવી રીતે કરશો? જાણો ભરતી પ્રક્રિયા

હિમાચલ પ્રદેશમાં પોલીસ કોન્સ્ટેબલ માટે ભરતી (પ્રતીકાત્મક તસવીર)

Himachal Pradesh Police Constable Recruitment 2021: પુરુષ, મહિલા કે ડ્રાઇવર પદ માટે અરજી કરવા માંગતા ઉમેદવાર માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ-12 પાસ છે.

  • Share this:
    નવી દિલ્હી: Police Constable Recruitment 2021: સરકારી નોકરી કરવા માંગતા લોકો માટે એક સારી તક છે. હકીકતમાં હિમાચલ પ્રદેશ (Himchal Pradesh) પોલીસમાં પોલીસ કોન્સ્ટેબલની 1,334 જગ્યા માટે ભરતી બહાર પડી છે. કુલ 1334 જગ્યામાંથી 932 જગ્યા પર પુરુષ, 311 જગ્યા પર મહિલાની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત 91 પોસ્ટ માટે પુરુષ ડ્રાઇવરની ભરતી કરવામાં આવનાર છે. આ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો citizenportal.hppolice.gov.in પર જઈને પહેલી ઓક્ટોબરથી અરજી કરી શકશે. આ માટે ઑનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 31 ઓક્ટોબર, 2021 છે.

    વય મર્યાદા:

    જનરલ કેટેગરી-----18થી 25 વર્ષ
    એસસી, એસટી----18થી 27 વર્ષ
    ઓબીસી----------18થી 27 વર્ષ
    ગોરખા------------18થી 27 વર્ષ

    યોગ્યતા:

    પુરુષ, મહિલા કે ડ્રાઇવર પદ માટે અરજી કરવા માંગતા ઉમેદવાર માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ-12 પાસ છે.

    પગાર ધોરણ:

    રૂપિયા 5910થી 20200+ ગ્રેડ પે 1900 રૂપિયા.

    શારીરિક કસોટી અને દક્ષતાના માપદંડ


    પસંદગી કેવી રીતે થશે?

    આ માટે પસંદગીના માપ ધોરણોમાં સૌથી પહેલા શારીરિક કસોટી અને ત્યાર બાદ શારીરિક દક્ષતા પરીક્ષા લેવામાં આવશે. એટલે કે નક્કી કરવામાં આવેલા માપદંડ પ્રમાણે ઉમેરવારની ઊંચાઈ, વજન, છાતિ વગેરે હોવા જરૂરી છે. શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. શારીરિક કસોડી, શારીરિક દક્ષતા અને લેખિત પરીક્ષાના આધારે મેટિટ લેસ્ટ તૈયાર કરવામાં આવશે. આ દરમિયાન દસ્તાવેજોની ખરાઈ પણ કરવામાં આવે છે.

    આ પણ વાંચો: સારી નોકરી મેળવવા આ ફ્રી ઓનલાઈન કોર્સ કરી શકે છે મદદ


    અરજી માટેની ફી:

    કોન્સ્ટેબલની પોસ્ટ માટે અરજી કરનાર સામાન્ય વર્ગના ઉમેદવાર, ગોરખા, હોમ ગાર્ડ (જનરલ/ગોરખા) ઉમેદવારે 300 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. આ ઉપરાંત મહિલા/ એસસી/ એસટી/ ઓબીસી/ બીપીએલ/ EWS/ હોમ ગાર્ડ (SC/ST/OBC) ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવી પડશે.

    આ માટેનું નોટિફિકેશન અહીં જોઈ છો: ક્લિક કરો...

    આ પણ વાંચો: સરકારી નોકરી: રેલવેમાં નોકરી માટે ધોરણ-10 પાસ કરી શકશે અરજી, ITI ફરજિયાત

    નવી દિલ્હી: ધોરણ-10 પાસ હોય તેવા ઉમેદવારો માટે સરકારી નોકરીની ઉત્તમ તક છે. રેલવે તેમના માટે સારી નોકરીની તક લાવ્યું છે. હકીકતમાં દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (South East Central Railway) તરફથી 432 પોસ્ટ માટે ભરતીનું આયોજન છે. આ માટે 11 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે. અરજી કરવા માટે યોગ્યતા પ્રાપ્ત ઉમેદવારે વધારે વિગત માટે અધિકૃત વેબસાઇટ secr.indianrailways.gov.in પર જવાનું રહેશે. અરજી કરનાર ઉમેદવારની ઉંમર 15 વર્ષથી વધુ અને 24 વર્ષથી ઓછી હોવી જોઈએ. આ માટે https://apprenticeshipindia.org/ વેબસાઇટ મારફથે અરજી કરી શકાશે. (સમગ્ર અહેવાલ વાંચો...)
    Published by:Vinod Zankhaliya
    First published: